ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં પાટીદાર સંસ્થાઓની અમદાવાદના ઉમિયા કેમ્પસમાં આજે બેઠક. વિશ્વ પાટીદાર ફાઉન્ડેશનની બપોરે 12 વાગ્યે સોલા કેમ્પસ ખાતે બેઠક મળશે, આ બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હાજર નહિ રહે
અમદાવાદમાં મોડી રાત્રે કરોડોના સોનાની લૂંટ : શાહપુર મેટ્રો સ્ટેશન પાસે બની ઘટના, એસ.એસ. તીર્થ ગોલ્ડના બે કર્મચારીઓ પાસેથી 3.5 કરોડની કિંમતના 6 કિલો સોનાના દાગીના લૂંટી લૂંટારા ફરાર, પોલીસ તપાસ ચાલુ, CCTV ફૂટેજ ખંગાળાયા
કોંગ્રેસની ભારત યાત્રાને ઝટકો : કર્ણાટક હાઈકોર્ટે કથિત કોપીરાઈટ ઉલ્લંઘન મામલે કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાનું ટ્વીટર હેન્ડલ બ્લોક કરવાનો આપ્યો આદેશ, MRT મ્યુઝીકની ફરિયાદ પર ચુકાદો.
વિજ્ઞાનની હરણફાળ: બ્રિટનમાં લેબોરેટરીમાં વિકસિત કરાયેલું કૃત્રિમ લોહી માનવીને ચઢાવાયું, બ્રિસ્ટોલ, કેમ્બ્રિજ, લંડન અને એનએચએસ બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાંટની ટીમો સાથે મળીને કરી રહી છે રિસર્ચ
મુઝફ્ફર તોફાનો મુદ્દે ભાજપના ધારાસભ્ય અયોગ્ય જાહેર : મુઝફ્ફર તોફાનોના કેસમાં બે વર્ષની સજા મળ્યા બાદ ઉત્તરપ્રદેશ વિધાનસભા સચિવાલયે ધારાસભ્ય વિક્રમ સૈનીની ખતૌલી વિધાનસભા બેઠક ખાલી જાહેર કરી, હવે ત્યાં થશે પેટાચૂંટણી
કોંગ્રેસના કર્ણાટકના નેતા સતીશ લક્ષ્મણરાવ ઝરકોલીની વિવાદિત ટિપ્પણી : કહ્યું હિન્દુ શબ્દનો અર્થ અશ્લીલ છે, હિન્દુ શબ્દની ઉત્પત્તિ ઈરાન, ઈરાક, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાનમાં થઈ છે તેનો ભારત સાથે શું સંબંધ છે ? આપણે શા માટે એનો સ્વીકાર કરવો જોઈએ ?