ચાર રાજયોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આવ્યા : ભાજપના ખાતામાં 4 બેઠક હરિયાણા, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારમાં 1-1 બેઠક, 1 આરજેડી, 1 શિવસેના (ઉદ્ધવ) અને તેલંગાણાની એક બેઠક ટીઆરએસના ખાતામાં
ટી20 ક્રિકેટ વિશ્વ કપ : ભારતનો ઝીમ્બાબ્વેને 71 રનથી હરાવીને સેમીફાઈનલમાં ધમાકેદાર પ્રવેશ, ભારતે આપેલા 187 રનના ટાર્ગેટનો પીછો કરતાં ઝીમ્બાબાવે 17.2 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ, સૂર્યકુમારે 25 બોલમાં 61 રન બનાવ્યા
ટાંઝાનિયાના બુકોબા એરપોર્ટથી 100 મીટર દૂર વિકટોરિયા સરોવરમાં લેન્ડ કરતી વખતે વિમાન તૂટી પડ્યું, કુલ 49 યાત્રીઓમાંથી 23 ને બચાવી લેવાયા 26 હજુ સુધી લાપતા, રેસક્યુ ઓપરેશન ચાલુ
પીએમ મોદીએ જંગી જનસભા સંબોધતા કહ્યું, મારે જ મારા રેકોર્ડ તોડવા છે નરેંદ્ર કરતા ભૂપેંદ્રના રેકોર્ડ મોટા હોવા જોઈએ. આ ચૂંટણીના ભૂપેંદ્ર લડે છે ના નરેંદ્ર લડે છે આ ચૂંટણી તો મારા ગુજરાતના લોકો લડે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી એટલે વિકાસનો પર્યાય
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ઉપર શાહી ફેંકવાનો પ્રયાસ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે બપોરના સમયે એલિસબ્રિજ વિધાનસભાના કોંગ્રેસના દાવેદાર રશ્મિકાંત સુથારના પુત્ર રોમીલ સુથારે ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો, રોમીલ સુથારની અટકાયત કરાઈ
વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગવાની શક્યતા, ઇંદ્રનીલ રાજ્યગુરુ બાદ રાજભા ઝાલા પણ આમ આદમી પાર્ટી છોડી શકે છે, 14 મી નવેમ્બર બાદ આમ આદમી પાર્ટીને અલવિદા કરી શકે છે: સૂત્ર