નિષ્ક્રિય કંપનીઓની વિરુદ્ધ કેન્દ્ર સરકાર કડક : નિષ્ક્રિય કંપનીઓ દ્વારા વિદેશમાં ગેરકાયદે નાણા મોકલવા અને મની લોન્ડરિંગ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓને વેગ આપવા માટે થતો હોવાની આશંકાને પગલે, કોર્પોરેટ મંત્રાલય 40,000 થી વધુ કંપનીઓનું રજિસ્ટ્રેશન કેન્સલ કરવાનો લીધો નિર્ણય
બેટ દ્વારકા ડિલોલિશન દરમિયાન 290 ગેરકાયદે બાંધકામ તોડી પડાયા, ઓપરેશન ડિમોલિશન બે તબક્કા બાદ હાલ પૂરતું પૂર્ણ, હજુ કેટલાક અનધિકૃત બાંધકામ રડાર હેઠળ ત્રીજા ડિમોલિશન રાઉન્ડની શક્યતા
વિજય માલ્યાના વકીલે સુપ્રીમ કોર્ટમાં કેસ લડવા કર્યો ઈનકાર, ઈસી અગ્રવાલે માલ્યાનો કેસ લડવાનો ઈન્કાર કરી દીધો, કહ્યું કે વિજય માલ્યાનો કોઈ પત્તો નથી અને તેઓ તેની સાથે વાત કરવા સક્ષમ નથી, તેથી તેનો કેસ લડી શકાય નહીં.
પીએમ મોદીના ખાસ દોસ્ત ઈઝરાયેલમાં ફરી પીએમ બને તેવી શક્યતા, ઈઝરાયેલમાં થયેલી ચૂંટણીમાં બેન્જામિન નેતન્યાહૂ ફરી વડાપ્રધાન બનવા તરફ સૌથી આગળ, 73 વર્ષીય નેતન્યાહૂ ઈઝરાયેલના સૌથી લાંબા સમય માટે પીએમ રહી ચુકેલા નેતા. તેમણે 12 વર્ષ સુધી સતત અને કુલ 15 વર્ષ શાસન કર્યુ
બારડોલીના ઉમેદવારની તપાસમાં આમ આદમી પાર્ટીનું 20 કરોડનું હવાલા કૌભાંડ ખુલ્યું, આપના કાર્યકર પાસેથી મળી આવેલા રૂપિયા 20 લાખના કેસની તપાસ કરી રહેલી આવકવેરા વિભાગની તપાસમાં આંગડીયાઓ મારફત ટુકડે ટુકડે મંગાવેલા 20 કરોડનું હવાલા કૌભાંડ પકડી પાડ્યું છે.