ભારતના ભાગલાની ભીતરમાં : પ્રકરણ 102
કિશોર મકવાણા
– ભારતના ભાગલા કેવી રીતે થયા ?
– ભાગલા માટે કોણ જવાબદાર ?
– કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે devlipinews.con પર વાંચો…
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઈને શ્રી કિશોરભાઈ મકવાણાની કસાયેલી કલમે રસાળ શૈલીમાં શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો…
વાંચો લેખમાળાનું પ્રકરણ – 102
ભોપાલ અને જૂનાગઢના નવાબ ભાગલા પછી પોતાના રજવાડાંને ઇસ્લામીક દેશ બનાવવા માંગતા હતા.
– ‘કૅબિનેટ મિશન’ યોજનાની જાહેરાત પછી તરત જ આ ભારત વિરોધી જૂથ સક્રિય બની ગયું. હિન્દુ અને મુસલમાન રાજવીઓને ફોસલાવવાના પ્રયત્નો કર્યા. તેમની કાન ભંભેરણી કરવામાં કે તેમણે તેમની સ્વતંત્રતા જાળવી રાખી રજવાડાંઓના શક્તિશાળી સંઘનું નિર્માણ કરવું જોઇએ, પરંતુ બીકાનેરના મહારાજા શાર્દૂલસિંહ અને ત્યાર પછી પતિયાળાના મહારાજા યદવિંદરસિંહે તેનો વિરોધ કર્યો.
હૈદરાબાદ જેવી જ બીજી જટિલ અને મુશ્કેલ સમસ્યા કોનરાડની હતી. તે રાજવી મંડળનો પ્રમુખ હતો. કટ્ટર સામ્રાજ્યવાદી સર કોનરાડ કોરફીલ્ડ હસ્તક રાજકીય વિભાગ સાથે તેના ખૂબ નજીકના સંબંધો હતા. ‘કૅબિનેટ મિશન’ યોજનાની જાહેરાત પછી તરત જ આ ભારત વિરોધી જૂથ સક્રિય બની ગયું. હિન્દુ અને મુસલમાન રાજવીઓને ફોસલાવવાના પ્રયત્નો કર્યા. તેમની કાન ભંભેરણી કરવામાં કે તેમણે તેમની સ્વતંત્રતા જાળવી રાખી રજવાડાંઓના શક્તિશાળી સંઘનું નિર્માણ કરવું જોઇએ, પરંતુ બીકાનેરના મહારાજા શાર્દૂલસિંહ અને ત્યાર પછી પતિયાળાના મહારાજા યદવિંદરસિંહે તેનો વિરોધ કર્યો. બંને ભારત ભક્ત મહારાજાએ ચેતવણી આપી કે આ તો મુસ્લિમ લીગના હાથનું રમકડું બનવા જેવું છે. આવી પરિસ્થિતિમાં મહંમદઅલી ઝીણાએ પણ પોતાની ભાગલાવાદી જેહાદી માનસિકતાનો પરિચય કરાવ્યો. જુલાઈના અંતિમ સપ્તાહમાં રાજવીઓના એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સંરક્ષણ, વિદેશ – નીતિ અને દૂરસંચાર જેવા અમુક વિષયો બાબતે તે ભારત સંઘમાં પોતાનાં રાજ્યોનો વિલય કરવો જોઇએ કે નહીં તેવા વિષયો પર વિચારણા કરવાની હતી. મહંમદઅલી ઝીણાએ વિલયના ઠરાવની આકરી ટીકા કરતાં કહ્યું કે આ એક અત્યંત ભૂલભરેલું પગલું છે. તેમણે જાહેરમાં લાલચ આપી કે તે પાકિસ્તાનમાં રાજ્યોની સ્વતંત્રતાની બાંયધરી આપશે.
વી. પી. મેનને લખ્યું છે : ‘મુસ્લિમ લીગના નેતાઓ નિષ્ક્રિય નહોતા. લગભગ દરરોજ તેમની અને અમુક રાજવીઓ વચ્ચે વાતચીત ચાલતી હતી. તે પાકિસ્તાનમાં સામેલ થઈ જાય તે માટે તેમને પ્રલોભન આપવામાં આવતાં હતાં. લીગી નેતાઓની ગીધ નજર સરહદી રાજ્યો પર મંડાયેલી હતી.’
‘અમુક રાજવીઓનો દુરાગ્રહ અને લીગી નેતાઓની જાળમાં ફસાવવાની યોજના પૂરતી ન હોય એમ લાગતું હતું. રાજકીય વિભાગ આપણી મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યું છે. વિભાગે ભોપાળના નવાબને રાજ્યોમાં ‘ત્રીજી શક્તિ’ પેદા કરવાનો પ્રયત્ન કરવા ઉશ્કેર્યો. અમુક રાજવીઓ તરફથી મને માહિતી મળી રહી હતી કે તેમને ભારતમાં સામેલ ન થવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે.’ (વી. પી. મેનન : ધ સ્ટોરી ઓફ ધ ઇન્ટીગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ, પૃષ્ઠ: 109)
મેનને માઉન્ટબેટન સમક્ષ કોનરાડની પડદા પાછળની રમતનો વિરોધ કરતાં કહ્યું : ‘સર કોનરાડ કોરફીલ્ડ અને મારે એક વિસ્તારમાં કામ કરવાનું આવશે તો તે એક સાથે બે વિપરીત દિશાઓમાં ચાલવા જેવું થશે.’ પરિણામ સ્વરૂપ માઉન્ટબેટને કોનરાડને પોતાનો સામાન બાંધી ઈંગ્લેન્ડ ચાલ્યા જવાનું કહેવું પડ્યું.
ઈન્દોરના મહારાજા પણ ભોપાલના નવાબના મિત્ર બની ગયા. ઈન્દોરના મહારાજા યસવંતરાવ હોલકરે કહ્યું કે તે ભારત કે પાકિસ્તાન – બંનેમાંથી એકેયમાં સામેલ નહીં થાય. નવાબ હિન્દુસ્થાન અને પાકિસ્તાન બંને સાથે સંધિ કરવા માગતા હતા. ભોપાલ રાજ્યની સેનાઓનું સંચાલન પાકિસ્તાનના મુસલમાનો કરતા હતા. પોલીસ તથા અન્ય સેવાઓમાં પણ મુસલમાનોની બહુમતી હતી.
કોનરાડ જતો રહ્યો અને રાજકીય વિભાગ વિખેરી નાખવામાં આવ્યો. ત્યાર પછી સરદાર પટેલે કઠોરતાથી કામ લીધું અને અવળચંડા અને અક્કડ રાજવીઓનાં દિમાગ ઠેકાણે લાવી દીધાં. 15 ઓગસ્ટ 1947 સુધીમાં હૈદરાબાદ, જૂનાગઢ અને કાઠિયાવાડમાં મુસલમાન નવાબ હસ્તગત બે દેશી રાજ્યોને બાદ કરતાં બાકીનાં બધાં રજવાડાં ભારત સંઘમાં સામેલ થઈ ગયાં.
ગુજરાતના કાઠિયાવાડમાં જૂનાગઢનું રાજ્ય એક મુસલમાન નવાબ મહંમદ મોહબ્બત ખાનના હાથમાં હતું. રાજ્યની એક તરફ સાગર હતો અને તેની બે તરફ તે હિન્દુ રજવાડાથી ઘેરાએલું હતું. જમીન માર્ગે પાકિસ્તાન સાથે તેનો જરાય સંબંધ નહોતો. છતાં મહંમદઅલી ઝીણાએ નવાબને પાકિસ્તાનમાં ભળવા માટે રાજી કરી લીધો હતો અને કરાંચીના મુસ્લિમ લીગી શાહનવાઝ ભુટ્ટોને તેનો દીવાન બનાવી દીધો હતો.
જૂનાગઢ સાથે જોડાએલાં બાવરિયાવાડ અને માંગરોળ નામનાં બે અન્ય નાનાં રજવાડાં ભારતમાં સામેલ થઈ ગયાં હતાં. જૂનાગઢના નવાબની સેનાએ આ વિસ્તાર પર ચઢાઈ કરી. નવાબે દાવો કર્યો કે તે વિસ્તાર જૂનાગઢનો છે. માઉન્ટબેટન આ મામલે પાકિસ્તાનની તરફદારી કરી તેનું વર્ણન વી. પી. મેનને આ પ્રમાણે કર્યું છે : ‘આ સંબંધમાં સરદાર પટેલનો મત હતો – જૂનાગઢના નવાબે બાબરિયાવાડ સ્ટેટ સામે સેના મોકલવી અને તેને પાછી બોલાવવાનો ઈન્કાર કરવો એ કાર્યવાહી આક્રમણ જેવી છે. આનો જવાબ દંડાથી જ આપવો જોઈએ…. લોર્ડ માઉન્ટબેટને આ પ્રશ્ર સંયુક્ત રાષ્ટ્રને સોંપવાનું સૂચન કર્યું. પરંતુ સરદાર પટેલ તેની વિરુદ્ધ હતા. સરદાર પટેલની માન્યતા મુજબ આવા વિષયોમાં ફરિયાદી બનવાથી ભારે ખોટ સહન કરવી પડે છે. નહેરુ અને ગોપાળસ્વામી આયંગરે પણ માઉન્ટબેટનની આ વતાનો વિરોધ કર્યો. આથી આ માઉન્ટબેટનના સૂચનનો અમલ થયો નહી. લોર્ડ માઉન્ટબેટન ચાલાકીપૂર્વક એ વાત કરતા રહ્યા કે ઉતાવળમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તેવો કોઈ વિવાદ ઊભો નહીં કરવો જોઈએ. આવા યુદ્ધથી પાકિસ્તાન તો પરાજીત થઈ જશે, પરંતુ એનાથી ભારત પણ અડધા મરેલા જેવું થઈ જશે. તેમાંથી બહાર આવતાં ઓછામાં ઓછી એક પેઢી તો ખપી જ જશે. એ એવો ડોળ કરતા રહ્યા કે ક્યાંક ભારત ‘અયોગ્ય પગલું’ ભરી એની ‘મહાન આંતરરાષ્ટ્રીય સ્થિતિ’ ગુમાવી ન બેસે. અંતે લશ્કરને સરહદ પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ તે ભારતીય રાજ્ય ક્ષેત્રમાં જ લશ્કર રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું.’ (વી. પી. મેનન : ધ સ્ટોરી ઓફ ધ ઇન્ટીગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ, પૃષ્ઠ: 132)
જૂનાગઢ અને એની આસપાસના વિસ્તારના હિન્દુઓએ નવાબ સામે વિદ્રોહનો શંખનાદ કર્યો.
|: ક્રમશ:|
©️kishormakwana