- ખેડૂત નેતાઓ સાથે પાંચમી બેઠક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી હાઈ લેવલ મીટીંગ
- મીટીંગમાં અમિત શાહ, રાજનાથસિંહ, નરેન્દ્રસિંહ તોમર તથા પિયુષ ગોયલ ઉપસ્થિત
- ખેડૂતોનો દિલ્હીમાં દસમો દિવસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ચાલી રહી છે બેઠક
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ સંબંધિત કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત પહેલા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને વડાપ્રધાનની અધ્યક્ષતામાં હાઈ લેવલ મીટીંગ કરી છે. આ મીટીંગમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર તથા રેલવેમંત્રી તથા ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સંભાળી રહેલા પિયુષ ગોયલ ઉપસ્થિત છે. કેન્દ્ર સરકાર તથા ખેડૂત નેતાઓ વચ્ચે વિજ્ઞાન ભવન ખાતે વાતચીતનો પાંચમો રાઉન્ડ આજે થવાનો છે તેની પહેલા થઈ રહેલી આ હાઈ લેવલ મીટીંગનું મહત્વ આત્યંતિક વધી જાય છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ખેડૂતોની ચિંતાઓને દૂર કરી શકાય કેન્દ્ર સરકાર દ્વારા કોઈ મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.
ષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર તથા ખેડૂત નેતા રામપાલ જાટે શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ચાલી રહેલી મીટીંગ પહેલા કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે, ખેડૂત નેતાઓ સાથે આજે 2 વાગ્યે મીટીંગ થઈ શકે છે ત્યારે એવી આશા છે કે ખેડૂતો હકારાત્મક અભિગમ રાખીને પોતાનું આંદોલન સમાપ્ત કરશે. આ દરમિયાન જ ખેડૂત મહાપંચાયતના રામપાલ જાટનું આક્રમક નિવેદન આવ્યું છે, રામપાલ જાટે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, સરકારે કૃષિ સંબંધિત ત્રણેય કાયદાઓ પરત ખેંચી લેવાની જાહેરાત કરવી જોઈએ તથા સરકારે લેખિતમાં આપવું જોઈએ કે લઘુત્તમ ટેકાના ભાવની સુવિધા (MSP) ચાલુ રહેશે. રામપાલ જાટે આગળ જણાવ્યું કે જો સરકાર સાથેની આજની બેઠકમાં સકારાત્મક પરિણામ નહીં આવે તો રાજસ્થાનના ખેડૂતો રાષ્ટ્રીય રાજમાર્ગ 8 (NH 8) થી દિલ્હી તરફ આગળ વધશે અને દિલ્હીમાં જંતરમંતર ખાતે પ્રદર્શન કરશે.
[…] […]
.