- ભારતનું પોતાનું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ Tooter
- અમેરિકન સોશ્યલ મીડિયા Tweeter ને હંફાવવા આવી Tooter App
- Tooter ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ મૌજુદ
ભારતની સ્વદેશી સોશ્યલ નેટવર્કિંગ સાઈટ Tooter
(Tooter) ટુટર એ અમેરિકન સોશ્યલ નેટવર્કિંગ સાઈટ (Tweeter) ટ્વીટરનુ ભારતીય સ્વદેશી પ્રતિસ્પર્ધી ગણવામાં આવી રહ્યું છે. ટુટરને (Tooter) સ્વદેશી 2.0 તરીકે પ્રચારિત કરવામાં આવી રહ્યું છે. ટુટર (Tooter) આમ તો જુન જુલાઈ મહિનાથી ઉપલબ્ધ છે પરંતુ એની ચર્ચા હમણાં હમણાં શરૂ થઈ છે. ટુટર (Tooter) પર એ સઘળું થઈ શકે છે જે ટ્વીટર (Tweeter) પર થઈ શકે છે. ટ્વીટર Tweeter પર લખાતી પોસ્ટ ટ્વીટ (Tweet) કહેવાય છે એવી જ રીતે ટુટર (Tooter) લખાતી પોસ્ટ ટુટ Toot કહેવાય છે.
ટુટર (Tooter) નું About This App શું કહે છે ?
ટુટર (Tooter) એપને ગુગલ પ્લે સ્ટોર (Google play store) ઉપર જોતાં એપના ડેવલપરો દ્વારા આ એપ વિશે જે લખવામાં આવ્યું છે, ટુટર (Tooter) એ સ્વદેશી સોશ્યલ નેટવર્ક છે. તમે આ એપ ઉપર એકાઉન્ટ બનાવીને શોર્ટ ટેક્ષ્ટ મેસેજ, ફોટો, વિડિયો વગેરે પોસ્ટ કરી શકો છો જેને ટુટ્સ કહેવાય છે. તમે ટુટર (Tooter) વાપરનારને ફોલો કરી શકો છો અને ટુટર (Tooter) વાપરનાર તમને ફોલો કરી શકે છે. તમે જે ટુટર (Tooter) યુઝરને ફોલો કરો છો તે ટુટ કરશે તો તમારી ટાઈમ લાઈન ઉપર દેખાશે. જ્યારે તમને કોઈ ટુટ માં મેન્શન કરવામાં આવશે તો એનું તમને નોટિફિકેશન પણ આવશે.
ટુટર (Tooter) એપ કેવી છે ?
ટુટર (Tooter) ઉપર એ બધું જ થઈ શકે છે જે ટ્વીટર Tweeter ઉપર થઈ શકે છે. સ્વદેશી ટુટર (Tooter) ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે યુઝરને ટ્વીટર વાપરતા હોય એવું ચોક્કસ લાગે. એપના રંગ પણ ટ્વીટર જેવો સફેદ અને વાદળી રાખવામાં આવ્યો છે. ટ્વીટરનું સિમ્બોલ પક્ષી છે જ્યારે સ્વદેશી ટુટર નું સિમ્બોલ શંખ રાખવામાં આવ્યો છે. ટુટર (Tooter) ઉપર પણ ન્યુઝ ફીડ, પ્રોફાઈલ, યુઝર્સને ફોલો કરવા, ટુટ, Oops, યુ ટુટ વગેરે વિકલ્પો ઉપલબ્ધ છે.
ટુટર (Tooter) ક્યાંથી ડાઉનલોડ કરી શકાય
ટુટર (Tooter) એપ ( Google play store ) ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. જોકે એપલ આઈફોનના વપરાશકારોને થોડી રાહ જોવી પડશે કારણકે આ એપ હમણાં iOS આઈફોનના એપ સ્ટોર ઉપર ઉપલબ્ધ નથી. એપ ડાઉનલોડ કરીને કેટલીક ચોક્કસ જાણકારી આપીને ટુટર (Tooter) ઉપર એકાઉન્ટ બનાવી શકાય છે. જોકે એક જાણીતા ન્યુઝ પેપર દ્વારા મળતી જાણકારી પ્રમાણે એમણે જ્યારે ટુટર (Tooter) એપ ઉપર એકાઉન્ટ બનાવવાની કોશિશ કરી ત્યારે શરૂઆતમાં એરર આવી હતી અને બાદમાં એકાઉન્ટ બનાવી શકાયું હતું. ટુટર (Tooter) નો ઉપયોગ કરતી વખતે એપનુ ટુટર પ્રો અપગ્રેડ કરી શકાય છે પરંતુ ટુટર પ્રો માટે 1000 રૂપિયા વાર્ષિક ફી રાખવામાં આવી છે.