- થોડી વારમાં વડાપ્રધાનની મુખ્યમંત્રીઓ સાથે બેઠક શરૂ થશે
- સૌપ્રથમ 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ જેમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એમની સાથે બેઠક
- સમગ્ર દેશમાં બેઠકના વિષયો બાબતે ચર્ચાઓ
વડાપ્રધાન આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી વારમાં, 10 વાગ્યે જે રાજ્યોમાં કોરનાના કેસ વધી રહ્યા છે એવા 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે. વડાપ્રધાનની મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બે તબક્કામાં થવા જઈ રહી છે. પ્રથમ ચરણમાં કોરનાના કેસ વધી રહ્યા છે એવા 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે અને બપોરે 12 વાગ્યે બાકીના રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાં જોડાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મિટિંગમાં કયા મુદ્દાઓ ઉપર વડાપ્રધાન મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે તે વિશે સમગ્ર દેશમાં ચર્ચાનો હોટ ટોપિક બની રહ્યા છે.
વડાપ્રધાનની મુખ્યમંત્રીઓ સાથે બેઠક સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય
આજે 10 વાગ્યે શરૂ થનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક વિશે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. દેશમાં આ બેઠકને લઈને ઉત્તેજના વ્યાપેલી છે. એવી ચર્ચા ચાલી રહી છે કે વડાપ્રધાન મુખ્યમંત્રીઓ સાથે કોરોનાના વધતા કેસ ઉપર રાજ્યોએ નિયંત્રણ લાવવાના કરેલા પ્રયાસો, લીધેલા પગલાઓ વગેરેની ચર્ચા કરી કરી શકે છે. આ ઉપરાંત બધા જ મુખ્યમંત્રીઓ મોટા ભાગે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં આવવાની શક્યતા ધરાવતી કોરોનાની વેક્સિનના સ્ટોરેજ, વિતરણ તથા રસીકરણની તૈયારીઓ અંગેની યોજના તથા આયોજન ઉપર પણ વિસ્તૃત ચર્ચા કરી શકે છે.
કોરોનાના કેસમાં કેટલાક રાજ્યોમાં વધારો
ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસની સંખ્યા 50 હજારથી નીચે આવી છે. દેશમાં કોરોનાની સ્થિતિ ધીમે ધીમે નિયંત્રણ હેઠળ આવી રહી છે. જોકે કેટલાક રાજ્યોમાં અચાનક કોરોનાના નવા કેસોમાં વધારો નોંધાયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત જેવા રાજ્યોમાં કેટલાક વિસ્તારોમાં રાત્રી કરફ્યુ લાદવાની ફરજ પડી છે. દિલ્હીમાં સ્થિતિ ઓર પણ ચિંતાજનક બનતી જાય છે.
ફરીથી લોકડાઉન આવશે ? પ્રશ્ન દેશમાં ચર્ચાનો વિષય
આજની વડાપ્રધાનની આ બેઠકને લઈને એવો પ્રશ્ન ચર્ચાની ચગડોળે ચઢ્યો છે કે શું દેશમાં ફરીથી લોકડાઉન નાખવામાં આવશે ? સંપૂર્ણ દેશમાં નહીં તો આંશિક લોકડાઉન નાખવામાં આવશે ? જોકે આવા અનેક પ્રશ્નો ચર્ચામાં છે પરંતુ એના ઉત્તર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક દરમિયાન તથા બાદમાં જ ખબર પડશે.
કેટલાક રાજ્યોમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતા વધુ તેને નિયંત્રિત કરવા સખ્તાઈ આવી શકે છે ?
એવું માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મુખ્યમંત્રીઓ સાથેની આજની બેઠકમાં કોરોનાના નવા સંક્રમણને નિયંત્રણ હેઠળ લાવવાના પગલાંઓની ચર્ચા કરી શકે છે અને બેઠક બાદ કદાચ કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા વધુ કઠોર પગલા લેવામાં આવી શકે છે. કઠોર પગલાંઓમાં ફરીથી લોકડાઉન કે આંશિક લોકડાઉન હોઈ શકે છે અથવા વિક એન્ડ લોકડાઉન જેવા સખત પગલાં લેવામાં આવી શકે છે.
કોરોનાની વેક્સિન અંગે ચર્ચા, આયોજન થઈ શકે છે
વડાપ્રધાનની આજની મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમા બહુ ચર્ચિત તથા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી છે એવી કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થવા અંગે ચર્ચા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં 5 વેક્સિન પરિક્ષણોના વિવિધ તબક્કામાં પહોંચી ચૂકી છે જેમાંથી 4 પરિક્ષણના ત્રીજા કે ચોથા તબક્કામાં છે જ્યારે એક વેક્સિન પ્રથમ, દ્વિતીય તબક્કામાં પહોંચી ચૂકી છે. કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે કે જ્યારે કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થાય ત્યારે એનું વૈજ્ઞાનિક ઢબે સ્ટોરેજ થઈ શકે તથા સુચારુ રીતે વિતરણ તથા રસીકરણની વ્યવસ્થા ગોઠવી શકાય.