- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1340 પોઝીટીવ કેસ નોંધાયા
- છેલ્લા 24 કલાકમાં 1113 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
- રાજ્યનો રિકવરી રેટ 91.45% થયો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કોરોનાના 1340 નવા કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં રાજ્યના જુદા જુદા જીલ્લાઓ તથા શહેરોમાં કોરોનાના નવા 1340 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકામાં 230 નવા કેસ,સુરત મહાનગરપાલિકામાં 195 નવા કેસ, વડોદરા કોર્પોરેશનમાં 106 નવા કેસ તથા રાજકોટ મહાનગરપાલિકામાં 85 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 1,92,982 થઈ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1113 લોકોએ કોરોનાને મ્હાત આપી
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 1113 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થઈને હેમખેમ પોતાના ઘેર પહોંચ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,76,475 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિકવરી રેટ, દર્દીઓનો સાજા થવાનો દર 91.45% એ પહોંચ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો
કોરોના સામે લડતા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1 તથા વડોદરામાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 3830 લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યા છે.
સાડા ચાર લાખ કરતાં વધારે લોકો હોમ ક્વોરંટીન
ગુજરાતમાં જુદા જુદા જીલ્લાઓમાં મળીને આજની તારીખે 4,90,546 લોકોને હોમ ક્વોરંટીન કરવામાં આવ્યા છે. કુલ હોમ ક્વોરંટીન લોકોમાંથી 4,90,466 લોકોને હોમ ક્વોરંટીન રાખવામાં આવ્યા છે જ્યારે 80 વ્યક્તિઓને ફેસિલીટી ક્વોરંટીનમાં રાખવામાં આવ્યા છે.
રાજ્યની સમગ્રતયા સ્થિતિ
સમગ્રતયા સ્થિતિ જોતા રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસોની સંખ્યા 12,677 છે જેમાંથી 87 દર્દીઓ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. 12,590 સ્ટેબલ કેસ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3830 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ટેસ્ટ રેકોર્ડ સંખ્યાએ પહોંચ્યા
સરકાર દ્વારા કોરોનાના ટેસ્ટ કરવાની ક્ષમતા પણ વધારવામાં આવી છે. રાજ્યમાં આજે કુલ 54,907 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આજ સુધી રાજ્યમાં કુલ 70,33,156 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીને લેતા ટેસ્ટનો આંકડો 844.72 ટેસ્ટ પ્રતિ મિલિયન વસ્તી થવા જાય છે.