- હિમાચલ પ્રદેશના ધર્મશાળાના ખાનગી ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા
- ગેસ્ટ હાઉસના રૂમમાં લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો.
- પોલીસ તથા ફોરેન્સિક સાયન્સના અધિકારીઓ દોડી આવ્યા.
- મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો.
બોલીવુડ એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી ?
53 વર્ષના બોલીવુડ એક્ટર આસિફ બસરાનો મૃતદેહ આજે હિમાચલ પ્રદેશમાં કાંગડા જીલ્લાના ધર્મશાળાના ખાનગી ગેસ્ટ હાઉસમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. બસરાએ આત્મહત્યા કરી એવી શંકા સેવાઈ રહી છે પરંતુ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે અગમ્ય છે.
પોલીસ તથા ફોરેન્સિક સાયન્સના અધિકારીઓ દોડી આવ્યા
બસરાનો મૃતદેહ મળી આવતા જ પોલીસ તથા ફોરેન્સિક સાયન્સના અધિકારીઓ દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બસરાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
આસિફ બસરાની બોલીવુડ કારકિર્દી
આસિફ બસરા બોલીવુડનો જાણીતો ચહેરો છે, તેઓ 53 વર્ષની ઉંમરના હતા. આસિફે પોતાની કારકિર્દી 1998 માં “વો” ફિલ્મથી આરંભી હતી. આ ઉપરાંત તેમણે ‘બ્લેક ફ્રાઈડે’, ‘પરઝાનિયા’, ‘જબ ની મેટ’ તથા ‘વન્સ અપોન આ ટાઈમ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત બસરાએ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલા સુશાંતસિંહ અભિનીત ફિલ્મ ‘કાઈપો છે’ માં પણ અભિનય કર્યો હતો.
બસરાના મૃત્યુથી બોલીવુડ સ્તબ્ધ
બસરાના મૃત્યુથી બોલીવુડ સ્તબ્ધ થઈ ગયું છે. બોલીવુડને ઝટકો લાગ્યો છે. જાણીતા ફિલ્મ ડાયરેક્ટર હંસલ મહેતાએ પોતાની લાગણી ટ્વીટ કરીને જણાવી એ કદાચ સમગ્ર બોલીવુડના પ્રતિનિધિત્વ જેવી છે.