ભારતના ભાગલા કેવી રીતે થયા ?
ભાગલા માટે કોણ જવાબદાર ?
કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ?
સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ આપ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે https://devlipinews.com/ પર વાંચો.
ડો. બાબાસાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને હો. વે. શેષાદ્રિ જેવાની સમર્થ કલમે લખાયેલા અધિકૃત પુસ્તકોનો આધાર લઇને શ્રી કિશોર મકવાણાની રસાળ અને કસાયેલી કલમે શરુ થયેલી આ ઐતિહાસિક લેખમાળા આપ જરુર વાંચો જેથી ઇતિહાસની સાચી હકિકતો જાણી શકશો..
વાંચો લેખમાળાનું પ્રકરણ 35
• કેરળમાં આતતાયીઓની ક્રૂરતા
ડો. બાબાસાહેબ આંબેડકરના કહેવા મુજબ મોપલા મુસલમાનોએ હિન્દુઓ પર કરેલી ક્રૂરતા વર્ણવવા શબ્દો નથી. મોપલાઓના હાથે હિંદુઓનો ભયંકર અંજામ આવ્યો. કત્લેઆમ, ફરજિયાત ધર્માંતર, મંદિરો અપવિત્ર બનાવવાં, સગર્ભા સ્ત્રીઓના ગર્ભ ચીરવા જેવા સ્ત્રીઓ પર ઘૃણાજનક અત્યાચારો, લૂંટ, આગ અને વિનાશ.
હિન્દુ મહિલાઓએ વૉઇસરૉયની પત્ની લેડી રીડિંગને હ્રદય વિદારક આવેદનપત્રમાં કહ્યું હતું: ‘ શક્ય છે કે ક્રૂર ઉપદ્રવકારીઓ દ્વારા કરાયેલા અત્યાચારો અંગે આપને સંપૂર્ણ માહિતી મળી ન હોય. યાદ રહે કે અમારા જે પ્રિયજનોએ પોતાના પૂર્વજોનો ધર્મ છોડવાનો ઇંન્કાર કર્યો, એમના લોહીલુહાણ શરીરોથી કૂવા અને તળાવો ભરાઇ ગયા. ગર્ભવતી મહિલાઓને ઠેકઠેકાળે કાપીને ફેંકી દેવામાં આવી, એમના મૃતદેહો સડકને કિનારે અને જંગલોમાં ફેંકી દેવામાં આવ્યા. કેવા બીભત્સ દ્ર્શ્ય હતા! માના ગર્ભમાં નહિ જન્મેલ શિશુઓના લોચાઓ માતાઓનાં લોહીલુહાણ શબોમાંથી બહાર લટકી રહ્યા હતાં.
કોંગ્રેસને મોપલાઓના હાથે મરાયેલા સેંકડો હિન્દુઓ કે હજારો બહેન-દિકરી પર થયેલા બળાત્કાર ચિંતા નહોતી એને તો માત્ર એટલી જ ચિંતા કોરી ખાતી હતી કે ખિલાફત આંદોલનને કારણે હિન્દુઓ અને મુસલમાનોમાં જે ‘મૈત્રીભાવ’ પેદા થયો છે, એને ઊંની આંચ ન આવવી જોઇએ.
કેરળના મોપલા મુસલમાનોએ ભયાનક, ક્રૂરતાપૂર્વક સેંકડો હિન્દુઓને રહેંસી નાખ્યા. ડો. બાબાસાહેબ આંબેડકરના કહેવા મુજબ મોપલા મુસલમાનોએ હિન્દુઓ પર કરેલી ક્રૂરતા વર્ણવવા શબ્દો નથી. મોપલા મુસલમાનોએ વેરેલા વિનાશ બાબતે ડો. આંબેડકર લખે છે:‘મલબારમાં મોપલા મુસલમાનોના બળવા તરીકે ઓળખાતો બળવો થયો. બે મુસ્લિમ સંસ્થાઓ ખુદ્દામ-ઈ-કાબા (મક્કાના કાબાના સેવકો) અને કેન્દ્રીય ખિલાફત સમિતિ દ્વારા આયોજિત આંદોલનોનું તે પરિણામ હતું. આંદોલનકારોએ એવો સંદેશો ફેલાવ્યો કે અંગ્રેજ સરકારના અમલ નીચે હિંદ દર-ઉલ-હર્બ બની ગયો હતો અને મુસ્લિમોએ તેની વિરુદ્ધ લડવું જ જોઈએ અને જો તેમ ન કરી શકે તો તેમણે બીજો વિકલ્પ હિજરતનો સિદ્ધાંત સ્વીકારવો જોઈએ. આ ઉત્તેજનથી મોપલાઓની લાગણીઓ એકાએક ઉશ્કેરાઈ. ફાટી નીકળેલો બળવો મૂળ તો ખરેખર અંગ્રેજ સરકાર સામેનો બળવો હતો. અંગ્રેજ સરકારે ઊથલાવીને ઈસ્લામનું સામ્રાજ્ય સ્થાપવાનું ધ્યેય હતું. છરાઓ, તલવારો અને ભાલાઓ ગુપ્ત રીતે બનાવાતાં હતાં. અંગ્રેજ સત્તા પર હુમલો કરવા આતતાયીઓનાં ટોળાં એકઠાં કરાતાં હતાં. 20મી ઑગસ્ટે પિરુનાંગડીમાં મોપલા મુસલમાનો અને અંગ્રેજો વચ્ચે સખત સંઘર્ષ થયો. રસ્તાઓ બંધ થઈ ગયા, તાર સંદેશાના તાર કપાઈ ગયા અને અનેક સ્થળોએ રેલવેનો નાશ કરાયો. જેવું વહીવટીતંત્ર ખોટકાઈ ગયું કે મોપલાઓએ જાહેર કર્યું કે સ્વરાજ્ય સ્થાપિત થઈ ગયું છે. કોઈક અલી મુદલિયારની રાજા તરીકે ઘોષણા કરવામાં આવી. ખિલાફતના ધ્વજ ફરકાવવામાં આવ્યા અને એર્નાડ તથા વલ્લુરનને ખિલાફત રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યાં. અંગ્રેજ સરકાર સામેના બળવા તરીકે આ સાવ સમજી શકાય તેવી વાત છે. પણ મોપલાઓએ મલબારના હિંદુઓ સાથે જે વર્તન કર્યું તે નથી સમજી શકાતું. મોપલાઓના હાથે હિંદુઓનો ભયંકર અંજામ આવ્યો. કત્લેઆમ, ફરજિયાત ધર્માંતર, મંદિરો અપવિત્ર બનાવવાં, સગર્ભા સ્ત્રીઓના ગર્ભ ચીરવા જેવા સ્ત્રીઓ પર ઘૃણાજનક અત્યાચારો, લૂંટ, આગ અને વિનાશ – ટૂંકમાં, સર્વ પ્રકારની ક્રૂરતા, અસંયમી જંગાલિયત હિંદુઓ પર મોપલાઓએ છૂટે હાથે આચરી અને તે પણ મુશ્કેલ માર્ગે થઈને વ્યવસ્થા સ્થાપવા ઝડપથી ત્યાં લશ્કર આવી પહોંચે તેટલા લાંબા સમય સુધી આ જંગાલિયત ચાલુ રહી. આ હિંદુ મુસ્લિમ રમખાણ નહોતું, આ તો બાર્થોલોમ્યુ હતું. કેટલા હિંદુઓ મરાયા, ઘવાયા કે કેટલાનું ધર્માંતર કરાયું તે જાણવા નથી મળ્યું. પણ તે સંખ્યા ખૂબ મોટી હોવી જોઈએ.’ થોટ્સ ઓન પાકિસ્તાન, પૃષ્ઠ: 185-186)
કેન્દ્રીય ગુપ્તચર વિભાગના અધ્યક્ષ જે. કૈમ્પબેલ અને મુસ્લિમ અલગતાવાદના પ્રબળ સમર્થક થિયોડોર મૌરીસન સુધ્ધાંએ જાતીય ધૃણા ફેલાવવા માટે સ્પષ્ટ રીતે ખિલાફતી નેતાઓને જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે એમના કારણે જ આ હત્યાકાંડ થયો.
માલાબાર (મોગલકાલીન)માં રાજસ્થાનની જેમ સેંકડો હિન્દુ મહિલાઓએ પોતાનું ગૌરવ -શીલ બચાવવા માટે મૃત્યુ ને વહાલું કર્યું અને જેને જે સાધન મળ્યું, એના સહારે ‘જૌહર’ કર્યું. માલાબારની હિન્દુ મહિલાઓએ વૉઇસરૉયની પત્ની લેડી રીડિંગને હ્રદય વિદારક આવેદનપત્રમાં કહ્યું હતું: ‘આપ તો ચોક્કસ રીતે જાણતાં હશો કે છેલ્લા એક સો વર્ષમાં અમારા અશાંત જિલ્લામાં અનેક મોપલાઓના ઉપદ્રવ થતા રહ્યા છે, પરંતુ આ વખતનો ઉપદ્રવ તો તમામ હ્દ વટાવી ગયો. આટલા મોટા પાયે આટલી ભયંકર ક્રૂરતા તો ક્યારેય આચરવામાં આવી નો’તી. શક્ય છે કે ક્રૂર ઉપદ્રવકારીઓ દ્વારા કરાયેલા અત્યાચારો અંગે આપને સંપૂર્ણ માહિતી મળી ન હોય. યાદ રહે કે અમારા જે પ્રિયજનોએ પોતાના પૂર્વજોનો ધર્મ છોડવાનો ઇંન્કાર કર્યો, એમના લોહીલુહાણ શરીરોથી કૂવા અને તળાવો ભરાઇ ગયા. ગર્ભવતી મહિલાઓને ઠેકઠેકાળે કાપીને ફેંકી દેવામાં આવી, એમના મૃતદેહો સડકને કિનારે અને જંગલોમાં ફેંકી દેવામાં આવ્યા. કેવા બીભત્સ દ્ર્શ્ય હતા! માના ગર્ભમાં નહીં જન્મેલ શિશુઓના લોચાઓ માતાઓનાં લોહીલુહાણ શબોમાંથી બહાર લટકી રહ્યા હતાં. અમારા સુકુમાર, અસહાય બાળકોને અમારી ગોદમાંથી ઝૂંટવીને અમારી આંખો સામે જ કાપીને ફેંકી દેવામાં આવ્યા હતાં. અમારા પતિઓ, અમારા માતાપિતા સાથે ક્રૂરતા આચરવામાં આવી. એમને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો અને એમને જીવતાં સળગાવી દેવાયા. અમારી બહેનો ને બળજબરીથી એમના પ્રિયજનો વચ્ચેથી ઉપાડી જવામાં આવી અને એમની સાથે શરમજનક અને પીડાથી ડૂબી મરાય એવો દુરાચાર કરવામાં આવ્યો! માનવતાની તો જાણે સ્મશાનયાત્રા જ નીકળી હતી. શરમ પણ લાજી મરે! આ જંગલી કૂતરાઓએ પેટ ભરીને પોતાનું ધાર્યું કર્યું.! ક્રુરતાનો નગ્ન નાચ મંડાયો; વિનાશની તાંડવલીલા થઇ. અમારા સેંકડો હજારો ઘરબાર રાખના ઢગલા બની ગયા. અમારા મંદિરોને અભડાવી ભોંયભેગા કરી દેવામાં આવ્યા. અમારા દેવી-દેવતાઓની મૂર્તિઓના ટુકડે ટુકડા કરી ફેંકી દેવામાં આવ્યા. એનું ઘોર અપમાન કરવામાં આવ્યું. ફૂલમાળાઓની જગ્યાએ એમના ગળામાં ગૌમાંસના લોચા લટકાવી દેવામાં આવ્યા…. અમારા પર જે વીત્યું તે અમે જ જાણીએ છીએ, બેઘર થઇને અમે આમ તેમ ભટકતા રહ્યા, જંગલોમાં, કોતરોમાં, ભૂખ્યા…તરસ્યા…નગ્ન….’ (શંકરન નાયર : ગાંધી એંડ એનાર્કી, પૃ. 139)
જે લોકોએ ગાંધીજીની દુહાઇ દઇને મોપલાઓને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવાની વિનંતી કરી, એમને તોછડો જવાબ મળ્યો: ‘ગાંધી કાફર છે. તે અમારો નેતા કેવી રીતે બની શકે ?’
અને કોંગ્રેસને મોપલાઓના હાથે મરાયેલા સેંકડો હિન્દુઓ કે હજારો બહેન-દિકરી પર થયેલા બળાત્કાર ચિંતા નહોતી એને તો માત્ર એટલી જ ચિંતા કોરી ખાતી હતી કે ખિલાફત આંદોલનને કારણે હિન્દુઓ અને મુસલમાનોમાં જે ‘મૈત્રીભાવ’ પેદા થયો છે, એને ઊંની આંચ ન આવવી જોઇએ.
