ભાદરવા માહિનામાં વદ પક્ષની એકમથી અમાસ સુધી પંદર તિથિઓમાં પૂર્વજોનું શ્રાદ્ધ કરવાનો વિશેષ મહિમા છે. શ્રાદ્ધ પૂર્વજો પ્રતિ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની એક અનોખી અને વિશિષ્ટ પદ્ધતિ છે જે અનેક વર્ષોથી ચાલી આવે છે. ભાદરવા મહિનાના આ દિવસોને તેથી જ પિતૃ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કોનું, ક્યારે શ્રાદ્ધ કરવું જોઇએ ?

વર્ષના કોઈપણ માહિનામાં સુદ કે વદ પક્ષમાં જે તિથિએ સ્વજનનું અવસાન થયું હોય ભાદરવા મહિનાના પિતૃ પક્ષમાં એટલે કે શ્રાદ્ધ પક્ષમાં તે જ તિથિએ શ્રાદ્ધ કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે.
આ વર્ષે પિતૃ/શ્રાદ્ધ પક્ષની તિથિઓ

આ વર્ષે ભાદરવા મહિનાની પૂનમ તારીખ 02/09/2020 ને બુધવારે સવારે 9:39 કલાકે સમાપ્ત થાય છે એટ્લે પિતૃ/શ્રાદ્ધ પક્ષની શરૂઆત આ દિવસથી થાય છે. આ વર્ષે પિતૃ/શ્રાદ્ધ પક્ષની તિથિઓ નીચે મુજબ છે.