- કોરોના વાયરસથી બચવા ફેસ શિલ્ડ ઉપયોગી
- હવાઈ મુસાફરી કરતાં મુસાફરોને ખાસ આપવામાં આવે છે
- સ્ટીલબર્ડ કંપની આ વર્ષે જ મેડિકલ ડિવાઈસના માર્કેટમાં પ્રવેશી છે.
કઈ કંપનીએ લોંચ કર્યું હેન્ડ્સ ફ્રી સાથેનું ફેસ શિલ્ડ ?
હેલ્મેટ બનાવતી અને આ વર્ષે જ મેડિકલ ડિવાઈસ બનાવવાનાં ક્ષેત્રમાં પ્રવેશેલી નામાંકિત ભારતીય કંપની સ્ટીલબર્ડે હેન્ડ્સ ફ્રી સાથેનું ફેસ શિલ્ડ લોંચ કર્યું છે.
કેવું છે હેન્ડ્સ ફ્રી સાથેનું ફેસ શિલ્ડ ?
સ્ટીલબર્ડ કંપની દ્વારા રજુ કરવામાં આવેલા ફેસ શિલ્ડમાં ઈનબિલ્ટ સ્પીકર તથા ઈયર ફોન ધરાવે છે જેનાથી કોલ્સ કરી તથા રિસીવ કરી શકાય છે તથા મ્યુઝિક પણ સાંભળી શકાય છે.
ફેસ શિલ્ડ હેન્ડ્સ ફ્રીની વિશેષતા
હેન્ડ્સ ફ્રી ધરાવતા ફેસ શિલ્ડની વિશેષતા એ છે કે હેન્ડ્સ ફ્રીને બેટરીની જરૂર નથી તથા 3.5 mm સ્પીકર જેક ધરાવતા કોઈપણ ફોન સાથે કનેક્ટ કરી શકાય છે. આ ફેસ શિલ્ડના હેન્ડ્સ ફ્રીના ઈયર બડને કાનને અનુકુળ લાગે એ રીતે ગોઠવી શકાય છે. આ ઉપરાંત આ ડિવાઈસ વોટર પ્રૂફ પણ છે.
હેન્ડ્સ ફ્રી ધરાવતા ફેસ શિલ્ડની કિંમત
સ્ટીલબર્ડ કંપની દ્વારા આ ડિવાઈસની કિંમત 1875 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. કંપની આવનારા ત્રણ મહિનામાં આવા એક લાખ ફેસ શિલ્ડ બનાવવાની યોજના ધરાવે છે.