- આંધ્રપ્રદેશનો બનાવ
- PUBG હમણાં સુંધીની સૌથી સફળ બેટલ રોયલ ગેમ
- PUBGનું વ્યસન ઘાતક નીવડી રહ્યું છે
મળતી જાણકારી પ્રમાણે ગયા સપ્તાહમાં આંધપ્રદેશના એક 16 વર્ષીય યુવાનનું મૃત્યુ થયું. અને મૃત્યુનું કારણ હતું એક બેટલ રોયલ ગેમ જેનું નામ છે ‘પ્લેયર અનનોન્સ બેટલ ગ્રાઉન્ડ’ (PUBG).
શુ છે PUBG?

PUBG એ ‘પ્લેયરઅનનોન્સ બેટલગ્રાઉન્ડ’ નામની ગેમનું ટૂંકું નામ છે. PUBG અત્યાર સુંધીની બધી જ બેટલ રોયલ ગેમ્સમાં સૌથી સફળ ગેમ છે.

આ ગેમ સ્માર્ટફોન્સ, ગેમિંગ કોમ્યુટર અને એક્સબોક્ષ જેવા ગેમિંગ કંસોલ પર રમવા માટે ઉપલબ્ધ છે. અને જો ધ્યાન રાખવામાં ન આવે તો આ ગેમનું વ્યસન થઈ જવું અઘરું નથી.
PUBG એ કઈ રીતે છીનવ્યું 16 વર્ષના યુવાનનું જીવન

આંધ્રપ્રદેશનો આ યુવાન PUBG રમી રહ્યો હતો અને રમતાં રમતાં એટલો મશગુલ થઈ ગયો કે એને ખાવા પીવાનું પણ ભાન ન રહ્યું. એણે બન્ને સમયનું જમવાનું છોડી દીધું અને પાણી પણ ન પીધું.
દિવસો સુંધી ખાધા પીધાં વગર ગેમ રમવાના કારણે ડીહાઇડ્રેશન થવાથી યુવાન અચાનક બીમાર પડ્યો. ડિહાઇડ્રેશન ખૂબ સીવીયર થતાં યુવાનને ડાયેરિયા થઈ ગયા અને પરિવારને જાણ થતાં યુવાનને તુરંત નજીકના ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
પરંતુ સીવીયર ડિહાઇડ્રેશનને કારણે સ્થિતિ એટલી વણસી ગઈ છે ઓપરેશન કરવા છતાંય યુવાનનો જીવ ન બચાવી શકાયો અને યુવાન હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યો.
PUBG એ લીધેલો આ પહેલો જીવ નથી

આ પહેલી વાર નથી કે PUBG ના વ્યસનના કારણે કોઈ યુવાનનું મૃત્યુ થયું હોય. આ પહેલાં પણ આવા ઘણા કિસ્સા બન્યા છે.
આ પહેલા જાન્યુઆરીમાં પણ પુણેના 25 વર્ષના એક યુવાનું લાંબા સમય સુંધી PUBG રમવાના કારણે બ્રેઇન સ્ટ્રોક આવવાથી મૃત્યુ થયું હતું.
પુણેના આ યુવાનને ગેમ રમતાં રમતાં ધ્યાનમાં આવ્યું કે લાંબા સમય સુંધી સળંગ ગેમ રમવાના કારણે એનો જમણો હાથઅને પગ જૂઠો પડી ગયો હતો. પછી ઝડપથી નજીકના દવાખાને પહોંચતાં જાણવા મળ્યું કે યુવાનને ઇન્ટ્રાસેરેબ્રલ હેમરેજ થયું હતું અને ઉપચાર દરમિયાન હોસ્પિટલમાં જ એનું મૃત્યુ થયું.
આવા બીજા અનેક દાખલાઓ છે કે જેમાં PUBG એ યુવાનોનો જીવ લીધો હોય અથવા એમના મગજને કાયમી નુકશાન કર્યું હોય.
ધ્યાન રાખવું પડશે કે આ ગેમ વ્યસનમાં ન ફેરવાઈ જાય

PUBG કે અન્ય કોઈ પણ ગેમ જો ટૂંકા સમય માટે રમવામાં આવે પોતાનાં મન પર કાબુ રાખીને તો કોઈ નુકશાન નથી થતું. પરંતુ સમસ્યા ત્યારે આવે છે જ્યારે યુવાનોને એનું વ્યસન લાગી જાય અને કલાકો સુંધી રમ્યા કરે.
યુવાનોએ પણ જવાબદાર બનવું પડશે અને પોતાનો ગેમ રમવાનો સમય ઓછો કરવો પડશે અને સાથે પરિવારે પણપોતાના બાળકોની હરકતો પર નજર રાખવી પડશે.