- કોંગ્રેસ દ્વારા આજે પ્રતિકાર રેલીનું આયોજન કરાયું હતું
- કોચરબ આશ્રમથી ગાંધીઆશ્રમ સુધીનો રૂટ
- કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિત મોટા નેતાઓની અટકાયત
કોંગ્રેસની પ્રતિકાર રેલી

ઉત્તરપ્રદેશના હાથરસની ઘટનાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં યોજવામાં આવી હતી પ્રતિકાર રેલી.
કોચરબથી ગાંધીઆશ્રમ સુધી પ્રતિકાર રેલી
કોચરબ આશ્રમથી ગાંધીઆશ્રમ સુધી રૂટમાં કોંગ્રેસની પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
કોંગ્રેસની રેલીને પોલીસની મંજૂરી હતી ?
કોંગ્રેસની પ્રતિકાર રેલી માટે પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી એવી ચર્ચા ચાલી રહી છે.
કોંગ્રેસના નેતાઓની અટકાયત
પોલીસે રેલી જ્યાંથી શરૂ થવાની હતી ત્યાં કોચરબ આશ્રમ પાસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યાંથી કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સહિત આશરે 100 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
કોંગ્રેસના નેતાઓ નજરકેદ
કોંગ્રસના નેતા ઈમરાન ખેડાવાલાને તેમના ઘેર જ નજરકેદ કરવામાં આવ્યા છે તથા જીગ્નેશ મેવાણીને પણ નજરકેદ કરવામાં આવ્યા છે.
હાર્દિક પટેલની અટકાયત

કોંગ્રેસના દાણીલીમડાના નેતા શૈલેષ પરમાર તથા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી છે. હાર્દિક પટેલની તેમના ઘેરથી જ ધ્રાંગધ્રાના જુના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
નૌશાદ સોલંકીએ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી

કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કોંગ્રેસના નેતાઓની અટકાયત મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ” અમારી રેલી અટકાવવાનો સરકારનો પ્રયાસ નિંદનીય છે. અમને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને વંદન પણ કરવા દેવામાં આવ્યા નથી. ગુજરાત હવે ગાંધીજીનું ગુજરાત રહ્યું નથી, મુખ્યમંત્રીશ્રીએ રાજીનામું આપી દેવું જોઈએ.”