દોહામાં (Doha) રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશીના ઝંઝાવાતની મદદથી ટીમ ઈન્ડિયાએ યુએઈ (UAE) ને હરાવી દીધું છે. ભારતે માત્ર 14.2 ઓવરમાં યુએઈ (UAE) એ આપેલો વિજયનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
દોહાની (Doha) આ મેચનો હીરો વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi) હતો. વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Sooryavanshi) 53 બોલમાં 7 ચોગ્ગા અને 28 છગ્ગાની મદદથી 204 રનની ઇનિંગ્સ રમીને ઈન્ડિયા-A ને (India A) જીત અપાવી. યુએઈ સામેની મેચમાં ભારતે માત્ર 14.2 ઓવરમાં 250 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 7 વિકેટે જીત પોતાના ખાતામાં નોંધાવી. ટીમને જીત અપાવવામાં સૌથી મોટું યોગદાન આપનાર વૈભવે (Vaibhav Sooryavanshi) ઘણા રેકોર્ડ કાયમ કર્યા. તેણે 52 બોલમાં બેવડી સદી (Double Century) પૂરી કરી. આ લિસ્ટ-A ક્રિકેટના ઇતિહાસની (Cricket History) સૌથી ઝડપી બેવડી સદી (Fastest Double Century) રહી. તેણે 28 બોલમાં સદી પૂરી કરી હતી. આ પણ લિસ્ટ-A ની સૌથી ઝડપી સદી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દોહામાં (Doha) રમાયેલી મેચમાં યુએઈ (UAE) એ પ્રથમ બેટિંગ કર્યા બાદ 50 ઓવરમાં 8 વિકેટે 249 રન બનાવ્યા હતા. યુએઈ (UAE)ની ટીમ માટે હરપ્રીત સિંહ ભાટિયાએ (Harpreet Singh Bhatia) 130 રનની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી. પરંતુ તેની સદી સંપૂર્ણપણે એળે ગઈ. આ ઇનિંગ્સમાં ભારત તરફથી અરશદ ખાને (Arshad Khan) સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દોહામાં (Doha) રન ચેઝમાં ટીમ ઈન્ડિયાનો કમાલ
દોહામાં (Doha) રમાયેલી મેચમાં યુએઈએ (UAE) આપેલા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ (Team India) 15 ઓવર પહેલાં જ મેચ પૂરી કરી દીધી. ભારતે 14.2 ઓવરમાં 3 વિકેટે 254 રન બનાવીને જીત મેળવી. ઓપનિંગમાં ઉતરેલા 15 વર્ષીય વૈભવે (Vaibhav Sooryavanshi) શરૂઆતથી જ તોફાની બેટિંગનું પ્રદર્શન કર્યું. તેણે માત્ર 16 બોલમાં અડધી સદી (ફિફ્ટી) પૂરી કરી લીધી હતી. ત્યારબાદ 28 બોલમાં સદી અને 52 બોલમાં બેવડી સદી ફટકારી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વૈભવ સાથે ઓપનિંગમાં આવેલા અભિષેક શર્મા (Abhishek Sharma) ફ્લોપ રહ્યા. તે માત્ર 12 રન બનાવીને આઉટ થઈ ગયા. વૈભવ અને અભિષેકે પ્રથમ વિકેટ માટે 68 (21 બોલ) રનની ભાગીદારી કરી. ત્રીજા નંબર પર બેટિંગ માટે ઉતરેલા પ્રભસિમરન સિંહ (03) (Prabhsimran Singh) પણ જલદી પેવેલિયન પરત ફર્યા. ત્યારબાદ રિંકુ સિંહ (Rinku Singh) અને વૈભવે ત્રીજી વિકેટ માટે 137 (43 બોલ) રનની ભાગીદારી કરી. વૈભવ 204 રન બનાવીને આઉટ થઈ ગયો. પાંચમી વિકેટ માટે રિંકુ (Rinku Singh) અને કુમાર કુશાગ્રે 09 (9 બોલ) (Kumar Kushagra) રનની અતૂટ ભાગીદારી કરીને ટીમને જીતની રેખા પાર કરાવી દીધી.
𝐓𝐡𝐞 𝐕𝐚𝐢𝐛𝐡𝐚𝐯 𝐒𝐨𝐨𝐫𝐲𝐚𝐯𝐚𝐧𝐬𝐡𝐢 𝐬𝐡𝐨𝐰 𝐞𝐧𝐬𝐮𝐫𝐞𝐝 𝐈𝐧𝐝𝐢𝐚 𝐜𝐡𝐚𝐬𝐞 𝐝𝐨𝐰𝐧 𝐭𝐡𝐞 𝐭𝐚𝐫𝐠𝐞𝐭 𝐢𝐧 𝐣𝐮𝐬𝐭 𝟏𝟓 𝐨𝐯𝐞𝐫𝐬 😳 #DPWorldMensAsiaCupRisingStars2026 #INDvUAE #ACC https://t.co/Dy1sOXo2IE
— Asian Cricket Council (@ACCMedia1) November 24, 2026


[…] આ વન-ડે ક્રિકેટ ઇતિહાસની (One Day Cricket History) સૌથી ઝડપી બેવડી સદી (Fastest Double Century) છે. વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Sooryavanshi) માત્ર 28 […]