Vaibhav SooryavanshiVaibhav Sooryavanshi
Spread the love

વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Sooryavanshi) એશિયા કપ રાઇઝીંગ સ્ટાર્સના (Asia Cup Rising Stars) મુકાબલામાં યુએઈ (UAE) સામે 52 બોલમાં બેવડી સદી ફટકારીને ક્રિકેટ વિશ્વમાં ભૂકંપ લાવી દીધો છે. વૈભવે 204 રનની ઇનિંગ્સમાં 28 છગ્ગા ફટકાર્યા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વૈભવ સૂર્યવંશીએ ((Vaibhav Sooryavanshi)) વન-ડે ક્રિકેટમાં (One Day Cricket) એક એવો રેકોર્ડ (Record) પોતાના નામે કર્યો છે જેને તોડવો કદાચ અશક્ય હશે. 15 વર્ષના આ ડાબોડી બેટ્સમેને 52 બોલમાં બેવડી સદી (Double Century) ફટકારી દીધી. આ વન-ડે ક્રિકેટ ઇતિહાસની (One Day Cricket History) સૌથી ઝડપી બેવડી સદી (Fastest Double Century) છે. વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Sooryavanshi) માત્ર 28 બોલમાં સદી ફટકારી અને 52 બોલમાં તે બેવડી સદી (Double Century) સુધી પહોંચી ગયો. વૈભવ સૂર્યવંશીએ યુએઈ (UAE) સામે 53 બોલમાં 204 રનની ઇનિંગ્સ રમી. વૈભવ સૂર્યવંશીએ પોતાની આ રેકોર્ડતોડ (Record Breaking) ઇનિંગ્સમાં 28 છગ્ગા ફટકાર્યા. વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi) એક ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી પણ બની ગયો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વૈભવ સૂર્યવંશીનો (Vaibhav Sooryavanshi) કમાલ

વૈભવ સૂર્યવંશીએ 52 બોલમાં બેવડી સદી (Double Century) ફટકારીને ન્યૂઝીલેન્ડના (New Zealand) ચેડ બોએસ (Chad Bowes) નો રેકોર્ડ તોડ્યો, જેમણે 103 બોલમાં બેવડી સદી ફટકારી હતી.

પ્રોફેશનલ ક્રિકેટની (Cricket) એક ઇનિંગ્સમાં સૌથી વધુ 28 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ તેના નામે છે. આ પહેલાં આ રેકોર્ડ તન્મય અગ્રવાલના (Tanmay Agrawal) નામે હતો, જેણે અરુણાચલ (Arunachal Pradesh) સામે રણજી ટ્રોફીમાં (Ranji Trophy) 26 છગ્ગા ફટકાર્યા હતા. લિસ્ટ-A ની એક ઇનિંગ્સમાં 2018 માં ડાર્સી શોર્ટે (D’Arcy Short) 23 છગ્ગા ફટકાર્યા હતા, હવે વૈભવ સૂર્યવંશીએ 28 છગ્ગા ફટકારીને આ રેકોર્ડ તોડી નાખ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વૈભવ સૂર્યવંશીએ કયા બોલરને કેટલો ફટકાર્યો?

વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Sooryavanshi) યુએઈના (UAE) દરેક બોલરની જોરદાર ધોલાઈ કરી. તેણે ઇબરાર અહેમદના (Ibrar Ahmad) 13 બોલ પર 6 છગ્ગા, 5 ચોગ્ગા ફટકાર્યા. ઝાહિદ અલી (Zahid Ali) સામે તેણે 14 બોલમાં 6 છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો. બાસિલ હમીદ (Basil Hameed) સામે તેણે 12 બોલમાં 7 છગ્ગા ફટકાર્યા. ઉદિશ સૂરી (Uddish Suri) સામે તેણે 9 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા. સિમરનજીત સિંહના (Simarjeet Singh) 5 બોલમાં તેણે 3 છગ્ગા ફટકાર્યા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વૈભવ સૂર્યવંશીએ તોડ્યા આ વર્લ્ડ રેકોર્ડ

  • વૈભવ સૂર્યવંશીએ માત્ર 28 બોલમાં સદી પૂરી કરી, આ વન-ડે ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ (World Record) છે.
  • વૈભવ સૂર્યવંશીએ 40 બોલમાં 150 રન બનાવ્યા, આ વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન છે.
  • વૈભવ સૂર્યવંશીએ માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી, આ પચાસ ઓવરના ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી છે.

Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *