Vaibhav Suryavanshi
Spread the love

અફઘાનિસ્તાન ‘એ’ (Afghanistan A) વિરુદ્ધ રમાઈ રહેલી ટ્રાય-સિરીઝની (Tri Series) પાંચમી મેચમાં ભલે ભારતીય બેટ્સમેન (Indian Batsman) વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) બેટિંગમાં મોટી ઇનિંગ રમી શક્યા ન હોય, પરંતુ તેમણે પોતાની શાનદાર ફિલ્ડિંગથી (Fielding) બધાને ચોંકાવી દીધા છે. દામ્બુલાના (Dambulla) રંગીરી દામ્બુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં (Rangiri Dambulla International Cricket Stadium) રમાઈ રહેલી આ મહત્વની મેચમાં વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Suryavanshi) સુપરમેન (Superman) સ્ટાઇલમાં એક એવો અશક્ય કેચ ઝડપ્યો છે, જેનો વીડિયો (Video) અને ચર્ચા અત્યારે ક્રિકેટ જગતમાં (Cricket World) જોરશોરથી ચાલી રહી છે.

વૈભવ સુર્યવંશીએ (Vaibhav Suryavanshi) કેવી રીતે ઝડપ્યો આ ‘અશક્ય’ કેચ?

અફઘાનિસ્તાનની (Afghanistan)ઇનિંગ્સ દરમિયાન મેચની છઠ્ઠી ઓવર ફાસ્ટ બોલર (Fast Bowler) અંશુલ કંબોજ (Anshul Kamboj) ફેંકી રહ્યો હતો. ઓવરના ચોથા બોલ પર અફઘાન બેટ્સમેન (Afghan Batsman) ખાલિદ તનિવાલે (Khalid Taniwal) શોર્ટ પીચ બોલ પર ફ્લિક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બોલ બેટ પર બરાબર ન આવતા મિડ-વિકેટ તરફ હવામાં ઉછળ્યો હતો.

ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા વૈભવ સૂર્યવંશીના (Vaibhav Suryavanshi) માથા પરથી બોલ પસાર થઈ રહ્યો હતો. ડાબોડી ખેલાડી વૈભવે સૂર્યવંશી (Vaibhav Suryavanshi) હવામાં ઊંચો કુદકો મારીને બોલ પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બોલ તેમની હથેળીમાં અથડાઈને છટકી ગયો. આ પછી પણ વૈભવે સૂર્યવંશીએ (Vaibhav Suryavanshi) હિંમત ન હારી, તેઓ તરત જ પાછળ વળ્યા અને બોલ તરફ દોડ્યા. છેલ્લી ક્ષણે તેમણે હવામાં આખી ડાઈવ લગાવી અને જમીનથી માત્ર થોડા જ ઇંચ અધ્ધર રહીને બંને હાથોથી અદભુત કેચ પકડી લીધો હતો.

ભારતીય ટીમનો મજબૂત સ્કોર: 319 રન

ટ્રાય-સિરીઝની (Tri Series) ફાઇનલમાં (Final) પહોંચવા માટે ભારત ‘એ’ (India A) માટે આ મેચ જીતવી અત્યંત જરૂરી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારીત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને બોર્ડ પર 319 રનનો મજબૂત સ્કોર બનાવ્યો છે. ભારત તરફથી પ્રિયાંશ આર્યા (Priyansh Arya), કેપ્ટન (Captain) તિલક વર્મા (Tilak Varma) અને કુમાર કુશાગ્રે (Kumar Kushagra) શાનદાર અડધી સદી ફટકારી હતી.

પ્રિયાંશ આર્યા (Priyansh Arya) અને વૈભવે સૂર્યવંશી (Vaibhav Suryavanshi) ટીમને 7.6 ઓવરમાં 75 રનની આક્રમક શરૂઆત અપાવી હતી. સૂર્યાંશ શેડગે (Suryansh Shedge) માત્ર 7 રન બનાવી આઉટ થયા બાદ, અંતિમ ઓવરોમાં વિપ્રાજ નિગમ (Vipraj Nigam) અને નિશાંત સંધુએ (Nishant Sindhu) 7મી વિકેટ માટે 29 બોલમાં 41 રનની મહત્વની ભાગીદારી કરીને ભારતને એક વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું હતું. વૈભવે સૂર્યવંશીના (Vaibhav Suryavanshi) આ શાનદાર કેચે ભારતીય ટીમની જીતની આશાને વધુ મજબૂત બનાવી દીધી છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *