મોહર્રમ જુલૂસ (Muharram Juloos) દરમિયાન ઝિંક ફોસ્ફાઇડ ભરેલા કેપ્સ્યુલ (Zinc Phosphide Capsule) આપીને નાગરિકોની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં (Mumbai) મોહર્રમ જુલૂસમાં (Muharram Juloos) નાગરિકોને દર્દ નિવારક (Pain Killer) દવા ગણાવીને ગોળીઓ વહેંચવામાં/વેચવામાં આવી રહી હતી. આરોપી પાસેથી 14,900 ગોળીઓ મળી આવી છે, જ્યારે 30,000 ગોળીઓનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આરોપી ઈરાન (Iran) જઈને પણ આવ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મોહર્રમ જુલૂસમાં (Muharram Juloos) લોકોને દર્દ નિવારક દવા ગણાવીને કેપ્સ્યુલ વેચવાનું કાવતરુ
પ્રારંભિક તપાસ મુજબ, આરોપી ફૈયાઝ નિસાર હુસૈન પ્રેમજી કથિત રીતે મોહર્રમ જુલૂસમાં (Muharram Juloos) સામેલ લોકોને દર્દ નિવારક દવા (Pain Killer) ગણાવીને કેપ્સ્યુલ (Capsule) વેચવાની યોજના બનાવી રહ્યો હતો. તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કેપ્સ્યુલ્સમાં ઝિંક ફોસ્ફાઇડ (Zinc Phosphide) જેવું ઝેરી રસાયણ (Toxic Chemical) ભેળવવામાં આવ્યું હતું, જે જીવલેણ સાબિત થઈ શકે છે. આ મામલામાં આરોપી ફૈયાઝ નિસાર હુસૈન પ્રેમજીની ધરપકડ કરવામાં આવી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તપાસ એજન્સીઓએ આરોપીના કબજામાંથી 14,900 શંકાસ્પદ ગોળીઓ (Tablets) રિકવર કરી છે. એટલું જ નહીં, તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીએ 30,000 ગોળીઓનો (Tablets) ઓર્ડર આપ્યો હતો અને કથિત રીતે 50 કિલોગ્રામ ઝિંક ફોસ્ફાઇડ ((Zinc Phosphide) મંગાવવાની પણ તૈયારી કરી હતી. આ ખુલાસા બાદ એજન્સીઓ આ આખા નેટવર્ક અને સંભવિત કાવતરાના વ્યાપની ઊંડાણપૂર્વક તપાસમાં લાગી ગઈ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી ઈરાનની (Iran) યાત્રા કરી ચૂક્યો છે. હવે સુરક્ષા એજન્સીઓ એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે તેની વિદેશ યાત્રાનો આ મામલા સાથે કોઈ સંબંધ હતો કે નહીં અને શું આ કથિત કાવતરા પાછળ કોઈ મોટું નેટવર્ક સક્રિય હતું. હાલમાં પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ આરોપીની પૂછપરછ કરી રહી છે. સાથે જ એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ કથિત કાવતરામાં અન્ય કયા-કયા લોકો સામેલ હતા, ઝેરી પદાર્થનો સપ્લાય ક્યાંથી થયો હતો અને શું કોઈ સંગઠન કે વિદેશી કનેક્શનની ભૂમિકા હતી.
मुंबई: मुहर्रम जुलूस में जहरीले कैप्सूल बांटने वाला शख्स अरेस्ट
— News24 (@news24tvchannel) June 27, 2026
◆ आरोपी 'दर्द से राहत' के नाम पर लोगों को कैप्सूल बांट और बेच रहा था
◆ आरोपी के पास से 30 हजार खाली कैप्सूल और 50 किलो जिंक फॉस्फाइड मिला
Mumbai | #Moharram | Moharram News Capsule pic.twitter.com/dTXTMu64NB
