Ram Mandir
Spread the love

રામ મંદિર દાન ચોરી (Ram Mandir Donation Theft) પર સંસદ પરિસરમાં અનોખું પ્રદર્શન જોવા મળ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન બિહારના અપક્ષ સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ એક પૂજારીનો વેશ ધારણ કરીને સંસદ ભવનના મકર દ્વાર પહોંચ્યા અને પછી દાન પેટી સાથે ત્યાં થોડો સમય બેસી રહ્યા હતા. સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે પૂજારી બનેલા પપ્પુ યાદવ પાસે આ દાન પેટી રાખી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પેપર લીક (Paper Leak) મામલે હોબાળા બાદ વિપક્ષી દળો (Opposition Parties) હવે અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરમાં દાન ચોરીના મુદ્દાને (Ram Mandir Donation Theft Case) ઉઠાવવામાં લાગ્યા છે. રામ મંદિરમાં દાન ચોરીના મુદ્દા (Ram Mandir Donation Theft Case) પર આજે શુક્રવારે સંસદ (Parliament) પરિસરમાં વિપક્ષી દળો (Opposition Parties) દ્વારા અનોખા અંદાજમાં પ્રદર્શન (Protest) કરવામાં આવ્યું. અપક્ષ સાંસદ પપ્પુ યાદવ (Pappu Yadav) પૂજારી બનીને પરિસર પહોંચ્યા તો અન્ય સાંસદો સાથે રામ મંદિરમાં દાન ચોરીને (Ram Mandir Donation Theft) લઈને એક નાની રજૂઆત કરી. આ રજૂઆત દ્વારા વિપક્ષે ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધ્યું અને મામલા પર સંસદમાં (Parliament) ચર્ચા કરાવવા તથા જવાબદેહી નક્કી કરવાની માંગ કરી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બિહારના (Bihar) પૂર્ણિયા ક્ષેત્રના અપક્ષ સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ (Pappu Yadav) એક પૂજારીનો વેશ ધારણ કરીને સંસદ ભવનના (Parliament House) મકર દ્વાર (Makar Dwar) પહોંચ્યા અને પછી દાન પેટી સાથે ત્યાં થોડો સમય બેસી રહ્યા હતા. સપા સાંસદ (SP MP) ડિમ્પલ યાદવે (Dimple Yadav) પૂજારી બનેલા પપ્પુ યાદવ (Pappu Yadav) પાસે દાન પેટી રાખી. પછી થોડી વારમાં લોકસભામાં (Lok Sabha) વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પણ આ ‘દાન પેટી’માં કેટલાક પૈસા દાન કર્યા. અન્ય કેટલાક સાંસદોએ પણ પૈસા દાન કર્યા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાહુલ ગાંધીના દાનના પૈસા ખિસ્સામાં નાખ્યા

તેમના પ્રદર્શન દરમિયાન જ્યારે રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિત કેટલાય નેતાઓ તે દાન પેટીમાં પૈસા નાખવા માટે ગયા તો સાંસદ પપ્પુ યાદવે (Pappu Yadav) તે પૈસા પોતાના ખિસ્સામાં નાખી લીધા. આના દ્વારા તેમણે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો કે આ જ રીતે રામ મંદિરના દાન ચોરી (Ram Mandir Donation Theft) કરવામાં આવી હતી. પછી કેટલાય વિપક્ષી સભ્યોએ ચોર-ચોર અને ચઢાવો ચોર કહેતા પપ્પુ યાદવને (Pappu Yadav) ઘેરી લીધા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ પ્રકારના પ્રદર્શન પર ફૈઝાબાદના (Faizabad) સમાજવાદી પાર્ટીના સાંસદ (SP MP) અવધેશ પ્રસાદે (Awadhesh Prasad) કહ્યું, “આજે આ મુદ્દો પૂરા દેશમાં ચર્ચાનો વિષય બનેલો છે. આ લડાઈની શરૂઆત અખિલેશ યાદવે (Akhilesh Yadav) કરી હતી, અને આને આગળ વધારવાની અમારી જવાબદારી છે, જે અમને અયોધ્યાની (Ayodhya) જનતાએ સોંપી છે.” તેમણે આગળ કહ્યું, “અયોધ્યા (Ayodhya) ભગવાન શ્રીરામની (Bhagwan Shriram) પાવન ભૂમિ છે. જો અયોધ્યાનું (Ayodhya) અપમાન થયું છે, તો અમે રામ મંદિરમાં દાન ચોરીના મુદ્દાને (Ram Mandir Donation Theft Case) પૂરી દ્રઢતા સાથે ઉઠાવીશું. અમે આ મુદ્દાને સંસદમાં (Parliament) પણ ઉઠાવીશું અને આના પર ચર્ચાની માંગ પણ કરીશું.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રામ મંદિરમાં દાનના (Ram Mandir Donation) પૈસા BJP-RSS પાસે ગયાઃ ધર્મેન્દ્ર

વિપક્ષી સભ્યોએ રામ મંદિરમાં દાન ચોરીના મુદ્દા (Ram Mandir Donation Theft Case) ઉપરાંત પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસની (Delhi Police) બર્બર કાર્યવાહી વિરુદ્ધ પણ સંસદ (Parliament) પરિસરમાં નારેબાજી કરી અને ગૃહ મંત્રી (HMO) અમિત શાહના (Amit Shah) રાજીનામાની માંગ કરી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રામ મંદિરમાં દાન ચોરીના મુદ્દા (Ram Mandir Donation Theft Case) પર સપા સાંસદ (SP MP) ધર્મેન્દ્ર યાદવે (Dharmendra Yadav) કહ્યું, “અયોધ્યાની (Ayodhya) ઘટનાઓ પર નજર કરીએ તો તમે જોશો કે ચઢાવો ચઢાવવા ગયેલા ભક્તોને પહોંચ/રસીદ આપવામાં આવી નથી. દાન પેટી સુધી પહોંચતા પહેલાં જ પૈસા લઈ લેવામાં આવ્યા. પૈસાની ગણતરી વાળી જગ્યા પર CCTV કેમેરાઓએ થોડા જ દિવસોમાં ગડબડના 70 વિડીયો રેકોર્ડ કર્યા, છતાં પછીથી તમામ જૂના ફૂટેજ ડિલીટ કરી દેવામાં આવ્યા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તેમણે આગળ કયું કે, “એવામાં અમારો અહીં વિરોધ સાંકેતિક હતો, જેનો હેતુ અયોધ્યામાં (Ayodhya) થઈ રહેલી ખુલ્લી લૂંટને ઉજાગર કરવાનો હતો. આ લૂંટ ત્યારથી ચાલી રહી છે જ્યારે 2020માં ભગવાન શ્રીરામના મંદિરના (Bhagwan Shriram Mandir) નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. આ તમામ પૈસા ભાજપ (BJP), આરએસએસ (RSS) અને વિશ્વ હિન્દુ પરિષદ (Vishva Hindu Parishad) સાથે જોડાયેલા લોકોના ખિસ્સા અને બેંક ખાતાઓમાં જતા રહ્યા છે.”

તેમણે કહ્યું કે વિપક્ષમાં અમે સતત માંગ કરી રહ્યા છીએ, જેમાં સ્પીકર પાસે કરાયેલી માંગ પણ સામેલ છે, કે અમને આ મામલે ચર્ચા કરવાની તક આપવામાં આવે.”


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “રામ મંદિર (Ram Mandir) દાન ચોરી પર સંસદ પરિસરમાં અનોખું પ્રદર્શન: ડિમ્પલ યાદવે આપી દાન પેટી અને પૂજારી બન્યા પપ્પુ યાદવ, રાહુલ ગાંધીએ આપ્યું દાન”
  1. […] Protesters) પર પોલીસની કાર્યવાહી (Police Action) અને રામ મંદિરના દાનની ચોરીના (Ram Mandir Donation Theft) મામલાને લઈને હોબાળો કર્યો, જેના કારણે […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *