India Bloc
Spread the love

ઈન્ડિયા બ્લોકની (India Bloc) 8 જૂન, 2026 ના રોજની બેઠકમાં ચૂંટણી પંચની એસઆઈઆર (SIR) પ્રક્રિયા અને ચૂંટણી સંબંધિત અન્ય મુદ્દાઓ પર ભારતના મુખ્ય ન્યાયાધીશને (CJI) સંયુક્ત પત્ર લખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

SIR (Special Intensive Revision) ને લઈને ચૂંટણી પંચ (Election Commission) અને કેન્દ્ર સરકાર (Central Government) પર ઈન્ડિયા બ્લોક (India Bloc) સતત નિશાન સાધી રહ્યું છે. હવે ઈન્ડિયા બ્લોકે (India Bloc) આ નિર્ણય વિરુદ્ધ મોટું પગલુ ભર્યુ છે. SIR, ‘વોટની લૂંટ’ ના આક્ષેપો અને ચૂંટણીમાં કથિત ગેરરીતિઓને લઈને વિપક્ષી દળોએ (Opposition Parties) ચીફ જસ્ટિસ સૂર્યકાંતને (CJI Suryakant) પત્ર લખ્યો છે. કોંગ્રેસ સાંસદ (Congress MP) જયરામ રમેશે (Jairam Ramesh) સોશિયલ મીડિયા (Social Media) એક્સ (X) પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઈન્ડિયા બ્લોકની (India Bloc) 23 પાર્ટીઓએ CJI ને લખ્યો પત્ર

કોંગ્રેસ સાંસદ (Congress MP) જયરામ રમેશ (Jairam Ramesh) એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, “8 જૂન, 2026 ના રોજ યોજાયેલી ઇન્ડિયા બ્લોકની (India Bloc) બેઠકમાં 21 રાજકીય પક્ષો અને એક અપક્ષ ઉમેદવારે ભાગ લીધો હતો. બેઠકમાં મુખ્ય ન્યાયાધીશને (CJI) એક સંયુક્ત પત્ર (Joint Letter) મોકલવાનો નિર્ણય લેવાયો હતો. આ પત્ર મોકલવાનો હેતુ ચૂંટણી પંચની (Election Commission) ‘SIR’ પ્રક્રિયા અને ચૂંટણી (Election) સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ તરફ ધ્યાન દોરવાનો હતો.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તેમણે આગળ લખ્યું, “આ જ નિર્ણય હેઠળ, આજે (30 જૂન) ના રોજ મુખ્ય ન્યાયાધીશને (CJI) એક સંયુક્ત પત્ર (Joint Letter) મોકલી દેવામાં આવ્યો છે, જેના પર હવે 23 રાજકીય પક્ષો અને એક અપક્ષ ઉમેદવારની સહીઓ છે. વિપક્ષના તમામ પક્ષો એકતા, એકજૂથતા અને પ્રતિકારની ભાવના સાથે મજબૂતીથી એકસાથે ઉભા છે.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

8 જૂને ઈન્ડિયા બ્લોકની (India Bloc) મીટિંગમાં લેવાયો હતો નિર્ણય

8 જૂન, 2026 ના રોજ નવી દિલ્હીના (Delhi) કોન્સ્ટિટ્યુશન ક્લબમાં (Constitution Club) ઈન્ડિયા બ્લોકની (India Bloc) બેઠક મળી હતી. આ મીટિંગમાં 21 રાજકીય પક્ષો અને એક અપક્ષ સભ્યએ ભાગ લીધો હતો. તેમાં ચૂંટણી પંચની (Election Commission) SIR પ્રક્રિયા અને ચૂંટણી સંબંધિત અન્ય મુદ્દાઓ (Election Related Issue) પર ભારતના મુખ્ય ન્યાયાધીશને (CJI) સંયુક્ત પત્ર (Joint Letter) લખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત મંગળવારે (30 જૂન) આ જોઈન્ટ લેટર સીજેઆઈ (CJI) ને મોકલી દેવાયો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

5 મુદ્દાઓ પર બની હતી સહમતી

ઈન્ડિયા બ્લોકમાં (India Bloc) સામેલ રાજકીય પક્ષોએ મીટિંગમાં અલગ-અલગ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. બેઠકમાં 5 મુદ્દાઓ પર સહમતી બની હતી, જેના પર કામ કરવાનો અને આગળ વધવાનો નિર્ણય લેવાયો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ મુદ્દાઓમાં: 1. મતદાર યાદીમાં (Voter List) સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR, 2. તપાસ એજન્સીઓનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ. 3. પેપર લીક (Paper Leak) મામલે શિક્ષણ મંત્રીનું (Education Minister) રાજીનામું. 4. મોંઘવારી (Price Hike) અને બેરોજગારી (Unemployment) અને 5. વિદેશ નીતિ પર સરકારની ઘેરાબંધી કરવી.

બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ (Congress President) અને રાજ્યસભામાં (Rajya Sabha) વિરોધ પક્ષના (LoP) નેતા મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) પ્રેસ કોન્ફરન્સમાં (Press Conference) આ અંગેની વિગતવાર માહિતી આપી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *