પશ્ચિમ બંગાળના (West Bengal) ભવાનીપુર (Bhabanipur) વિધાનસભા બેઠકના ચૂંટણી પરિણામોને લઈને રાજકીય વિવાદ હવે અદાલતના (Court) ઉંબરે પહોંચ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રિમો મમતા બેનર્જીએ (Mamata Banerjee) ભવાનીપુર બેઠક (Bhabanipur Seat) પર ભાજપના નેતા (BJP Leader) અને પશ્ચિમ બંગાળના (West Bengal) વર્તમાન મુખ્યમંત્રી (Chief Minister) શુભેન્દુ અધિકારી (Suvendu Adhikari) સામે મળેલી હારને કલકત્તા હાઈકોર્ટમાં (Calcutta High Court) કાનૂની પડકાર આપ્યો છે. મમતા બેનર્જીએ (Mamata Banerjee) આ ચૂંટણી પરિણામો (Election Result) વિરુદ્ધ હાઈકોર્ટમાં (High Court) એક ચૂંટણી અરજી (Election Petition) દાખલ કરી છે. આ હાર સાથે જ બંગાળમાં (Bengal) ટીએમસીનું (TMC) 15 વર્ષ જૂનું શાસન પણ સમાપ્ત થઈ ગયું છે.

ભવાનીપુરમાં (Bhabanipur) મમતા બેનર્જીનો 15,105 મતોથી પરાજય
વર્ષ 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં (West Bengal Assembly Election) મમતા બેનર્જીને (Mamata Banerjee) પોતાના આ પરંપરાગત ગઢ ભવાનીપુરમાં (Bhabanipur) કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના (BJP) ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ તેમને (Suvendu Adhikari) 15,105 મતોના અંતરથી પરાજિત કર્યા હતા. આ અણધાર્યા પરિણામો બાદ રાજ્યના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે અને ટીએમસી (TMC) છાવણીમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે, જેના કારણે અગાઉ ધારાસભ્યો અને હવે સાંસદો પણ મોટા પાયે બળવો કરી રહ્યા છે.

EVM અને ચૂંટણી રેકોર્ડ સીલ કરવાની માંગ
હાઈકોર્ટમાં (High Court) દાખલ કરેલી અરજીમાં મમતા બેનર્જીએ (Mamata Banerjee) ભવાનીપુરમાં (Bhabanipur) મતગણતરીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરીને અત્યંત ગંભીર માંગણીઓ કરી છે. મમતા બેનર્જીએ (Mamata Banerjee) કરેલી માંગણીઓમાં પ્રથમ છે ભવાનીપુર (Bhabanipur)) મતવિસ્તારના ચૂંટણી સંબંધિત તમામ સત્તાવાર દસ્તાવેજો અને રેકોર્ડને સુરક્ષિત રાખવામાં આવે અને મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ને તાત્કાલિક સીલ કરવામાં આવે, જેથી તેની સાથે કોઈ છેડછાડ ન થઈ શકે અથવા તેને નષ્ટ ન કરી શકાય.

ઈતિહાસનું પુનરાવર્તન: હાઈકોર્ટમાં ‘મમતા વિરુદ્ધ શુભેન્દુ’ ના બે કેસ
આ પ્રથમ ઘટના નથી જ્યારે મમતા બેનર્જીએ(Mamata Banerjee) શુભેન્દુ અધિકારીની (Suvendu Adhikari) જીતને અદાલતમાં પડકારી હોય. પશ્ચિમ બંગાળના (West Bengal) ચૂંટણી ઈતિહાસમાં આ પ્રકારનો વિવાદ બીજી વખત સામે આવ્યો છે. આ પહેલા મમતા બેનર્જીએ (Mamata Banerjee) 2021 ની વિધાનસભા ચૂંટણીમાં (Assembly Election) નંદીગ્રામ બેઠક (Nandigram Seat) ઉપરથી શુભેન્દુ અધિકારી (Suvendu adhikari) સામે નજીવા અંતરથી મળેલી હારને મમતાએ સ્વીકારી નહોતી અને મતગણતરીમાં ગેરરીતિનો આરોપ લગાવી ફરી કાઉન્ટિંગની માંગ કરી હતી. શરૂઆતના જજે મમતા બેનર્જી (Mamata Banerjee) પર અદાલતનો સમય બગાડવા બદલ રૂ. 5 લાખનો દંડ ફટકાર્યો હતો. આ કેસ આજે પણ હાઈકોર્ટમાં (High Court) પેન્ડિંગ છે.
હવે તાજેતરની ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને (Mamata Banerjee) ભવાનીપુર (Bhabanipur) બેઠક પર પણ હરાવ્યા. આ નવી હાર બાદ મમતાએ પરિણામોને ફગાવીને હાઈકોર્ટમાં બીજી અરજી દાખલ કરી દીધી છે.

કલકત્તા હાઈકોર્ટમાં (Calcutta High Court) હવે મમતા બેનર્જી વિરુદ્ધ શુભેન્દુ અધિકારી (Mamata Banerjee Vs Suvendu Adhikari) વચ્ચેના બે અલગ-અલગ ચૂંટણી વિવાદો પર એક સાથે કાનૂની સુનાવણી ચાલી શકે છે, જેના પર સમગ્ર દેશની રાજકીય નજર રહેશે.
TMC Chief Mamata Banerjee files plea in Calcutta HC, challenging result in Bhabanipur constituency. pic.twitter.com/uLFUCA4bzr
— News Arena India (@NewsArenaIndia) June 16, 2026
