AISHE ના 2022-23 અને 2023-24 ના અહેવાલ અનુસાર 2023-24 માં યુજી (UG) અભ્યાસક્રમોમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ગયા વર્ષની સરખામણીએ આશરે 1 લાખ ઓછી થઈ ગઈ.
AISHE અહેવાલ: દેશમાં ઉચ્ચ શિક્ષણ (Higher Education) ને લઈને પહેલીવાર એક નવો ટ્રેન્ડ સામે આવ્યો છે. શિક્ષણ મંત્રાલય (Education Ministry) દ્વારા જારી કરાયેલા ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન (AISHE) 2023-24 અહેવાલ અનુસાર પહેલીવાર દેશભરની હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં (Higher Educational Institutes) અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં (Under Graduate Course) એડમિશનની સંખ્યામાં ઘટાડો (Admission Decline) નોંધાયો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
તો બીજી તરફ પોસ્ટ ગ્રેજ્યુએટ (Post Graduate) અને પીએચડી (Phd) અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓની (Students) સંખ્યા સતત વધી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ફેરફાર માત્ર આંકડાઓ સુધી સીમિત નથી, પરંતુ હાયર એજ્યુકેશન (Higher Education) પ્રત્યે વિદ્યાર્થીઓની (Students) બદલાતી વિચારસરણી, વ્યવસાયિક શિક્ષણ પર વધતો ભાર અને વસ્તીના બદલાતા સ્વરૂપના સંકટ તરફ પણ સંકેત કરે છે. એવામાં ચાલો હવે તમને જણાવીએ કે દેશમાં પહેલીવાર યુજી એડમિશનમાં ઘટાડો (UG Admission Decline) કેમ આવી રહ્યો છે અને આના અર્થ શું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

AISHE ના અહેવાલમાં શું સામે આવ્યું છે?
AISHE ના 2022-23 અને 2023-24 ના અહેવાલ અનુસાર 2023-24 માં યુજી અભ્યાસક્રમોમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ગયા વર્ષની સરખામણીએ આશરે 1 લાખ ઓછી થઈ ગઈ. જો કે કુલ ઉચ્ચ શિક્ષણ નોંધણીમાં (Enrolment) વધારો નોંધાયો છે. 2023-23 માં જ્યાં કુલ નોંધણી 4.46 કરોડ હતી, ત્યાં 2023-24 માં આ વધીને 4.50 કરોડ થઈ ગઈ. આ સમયગાળામાં વિદ્યાર્થીનીઓની સંખ્યા પણ 2.18 કરોડથી વધીને 2.24 કરોડ પહોંચી ગઈ. તો બીજી તરફ 18 થી 23 વર્ષની વય જૂથનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (Gross Enrolment Ratio) પણ 29.5 થી વધીને 30 થઈ ગયો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પહેલીવાર કેમ ઘટ્યા યુજી એડમિશન?
નિષ્ણાતોનું કહેવું છે કે આની પાછળ કેટલાય કારણો છે. પૂર્વ યુજીસી (UGC) અધ્યક્ષ પ્રોફેસર સુખદેવ થોરાટના જણાવ્યા અનુસાર નવી શિક્ષણ નીતિ (NEP) હેઠળ શાળા સ્તરે કૌશલ્ય આધારિત (Skill Based) શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. હવે ધોરણ 6 થી જ વ્યવસાયિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેનાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરંપરાગત ડિગ્રી કોર્સના બદલે સ્કિલ આધારિત વિકલ્પો પસંદ કરી રહ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
તેમણે એ પણ કહ્યું કે 4 વર્ષીય ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ (Graduation Courses), મલ્ટિપલ એગ્ઝિટ સિસ્ટમ (Maltiple Exit System) અને કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) જેવા ફેરફારોની પણ એડમિશન પર અસર પડી છે. મલ્ટિપલ એગ્ઝિટ વ્યવસ્થાના (Maltiple Exit System) કારણે કેટલાય વિદ્યાર્થીઓ (Students) ડિગ્રી પૂરી કરતા પહેલા જ સર્ટિફિકેટ કે ડિપ્લોમા (Certificate Diploma) લઈને અભ્યાસ છોડી રહ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોલેજ ફી અને સ્કોલરશિપ પણ બની કારણ
AISHE અહેવાલ અનુસાર નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલીય શિષ્યવૃત્તિ (Scholarship) યોજનાઓ બંધ થવા અને સરકારી ફંડિંગ ઓછું થવાની (Less Government Funding) અસર પણ વિદ્યાર્થીઓ પર પડી છે. જાહેર સંસ્થાઓમાં નાણાકીય દબાણ વધવાથી ફીમાં વધારો (Fee Increased) થયો છે, જેનાથી આર્થિક રીતે નબળા વર્ગ માટે ઉચ્ચ શિક્ષણ (Higher Education) મેળવવું પહેલાની સરખામણીએ મુશ્કેલ બની ગયું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
પ્રોફેસર થોરાટના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા (National Talent Search Examination), સેકન્ડરી એજ્યુકેશન (Secondary Education) માટે છોકરીઓની પ્રોત્સાહન યોજના, બેગમ હઝરત મહલ શિષ્યવૃત્તિ (Begum Hazrat Mahal National scholarship) અને મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ (The Maulana Azad National Fellowship) જેવી કેટલીય યોજનાઓ બંધ થવાથી પણ વિદ્યાર્થીઓને નુકસાન થયું છે. તેમનું માનવું છે કે આ ફેરફારોની અસર ખાસ કરીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગો પર પડી રહી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

યુવાનોની બદલાતી વિચારસરણી પણ મોટું કારણ
અંડર ગ્રેજ્યુએટમાં એડમિશનની કમીને લઈને AISHE ના અહેવાલ પર હિમાચલ પ્રદેશની (Himachal PRadesh) સેન્ટ્રલ યુનિવર્સિટીના (Central University) પૂર્વ કુલપતિ પ્રોફેસર ફુર્કાન કમરનું કહેવું છે કે હવે માત્ર નીતિગત ફેરફારો જ નહીં, પરંતુ યુવાનોની વિચારસરાણી પણ બદલાઈ રહી છે. તેમના જણાવ્યા અનુસાર શાળાઓમાં ભણતા બાળકોની સંખ્યા પહેલા કરતાં ઓછી થઈ રહી છે કારણ કે યુવા વસ્તીમાં ઘટાડો આવી રહ્યો છે. તો બીજી તરફ કેટલાય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો એ અનુભવી રહ્યા છે કે હાયર એજ્યુકેશન પછી રોજગારની ગેરંટી નથી. તેમણે કહ્યું કે મોટાભાગની હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ ક્ષેત્રમાં છે, જ્યાં ફી ઘણી વધારે છે. એવામાં કેટલાય પરિવારો પોતાના બાળકોને મોંઘું શિક્ષણ અપાવવામાં સક્ષમ નથી અને વિદ્યાર્થીઓ વૈકલ્પિક કરિયર કે સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ તરફ વળી રહ્યા છે.
