NHM
Spread the love

મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ ડોક્ટરોની (Doctor) ભરતી પ્રક્રિયામાં (Recruitment) મોટા પાયે ગેરરીતિ સામે આવી છે. 81 ડોક્ટરોની ભરતી (Doctors Recruitment) માટે પસંદ કરાયેલા ઉમેદવારોના દસ્તાવેજોની તપાસ દરમિયાન 9 ઉમેદવારોના પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજો નકલી (Fake Document) હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ બાદ NHM દ્વારા સંબંધિત ઉમેદવારો સામે FIR નોંધાવવામાં આવી છે.

હવે તપાસ એજન્સીઓ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ઉમેદવારો કેટલા સમયથી આરોગ્ય સેવાઓ (Health Service) સાથે જોડાયેલા હતા અને તેમની કામગીરીથી કોઈ દર્દીને નુકસાન થયું હતું કે નહીં.

NHM દ્વારા ડોક્ટરોની ભરતી પ્રક્રિયા દરમિયાન થયો ખુલાસો

NHM દ્વારા ડોક્ટરોના (Doctor) 81 પદો માટે ભરતી પ્રક્રિયા (Recruitment Process) હાથ ધરવામાં આવી હતી. આ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન (Online) અરજીઓ અને જરૂરી દસ્તાવેજો મંગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓનલાઈન ઇન્ટરવ્યૂ (Online Interview) યોજાયા અને પસંદ કરાયેલા ઉમેદવારોની વિગતો સંબંધિત જિલ્લાઓના મુખ્ય આરોગ્ય અને ચિકિત્સા અધિકારી (CMHO) કચેરીઓને મોકલવામાં આવી હતી.

મામલાનો પ્રથમ ખુલાસો દમોહ (Damoh) જિલ્લામાં થયો હતો. ત્યાં નિમણૂક માટે આવેલા એક ઉમેદવારના દસ્તાવેજોની ચકાસણી દરમિયાન જાણવા મળ્યું કે તેના દ્વારા રજૂ કરાયેલ મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન નંબર અન્ય વ્યક્તિના નામે નોંધાયેલ હતું.

વધુ તપાસમાં તેની માર્કશીટ (Marksheet) અને અન્ય શૈક્ષણિક દસ્તાવેજો (Educational Documents) પણ શંકાસ્પદ જણાયા. ત્યારબાદ દમોહ (Damoh) CMHO દ્વારા તેને પોલીસને (Police) સોંપવામાંમાં આવ્યો હતો.

81 ઉમેદવારોના દસ્તાવેજોની ફરી તપાસ

આ ઘટનાના અનુસંધાનમાં NHMએ તમામ 81 પસંદ કરાયેલા ઉમેદવારોના દસ્તાવેજોની પુનઃચકાસણી કરાવી હતી. તપાસ દરમિયાન કુલ 9 ઉમેદવારોના દસ્તાવેજો નકલી હોવાનું સામે આવ્યું. આ તમામ ઉમેદવારો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને FIR નોંધવામાં આવી છે.

નકલી દસ્તાવેજોના આધારે ભરતી થયેલા ડોક્ટરોના નામ

નકલી દસ્તાવેજોના આધારે ભરતી થયેલા ડોક્ટરોમાં આકાશ ચંદેલ, મોહરસિંહ બન્ને શિવપુરીના, કમલકિશોર બુરહાનપુરથી, બૈતુલની મોનિકા સોની, ખંડવાના અરૂણકુમાર, છિંદવાડાથી શાંતિ સાહુ, ફંદા, ભોપાલથી સોનમ યાદવ, ભીંડથી બુધમાન જોશી, સિંગરૌલીથી પવન સોલંકી સામેલ છે.

તપાસના કેન્દ્રમાં અનેક પ્રશ્નો

તપાસ એજન્સીઓ હવે એ જાણવા પ્રયાસ કરી રહી છે કે સંબંધિત ઉમેદવારોની વાસ્તવિક શૈક્ષણિક લાયકાત શું છે, નકલી દસ્તાવેજો કયા સ્તરે તૈયાર કરવામાં આવ્યા હતા અને શું તેઓ અગાઉ પણ સરકારી આરોગ્ય વ્યવસ્થામાં નોકરી મેળવવામાં સફળ રહ્યા હતા કે નહીં.

આ ઉપરાંત, જો તેઓએ અગાઉ કોઈ હોસ્પિટલ (Hospital) અથવા આરોગ્ય સંસ્થામાં સેવા આપી હોય તો તેમણે કેટલા દર્દીઓની સારવાર કરી હતી અને તેમની કામગીરીના કારણે કોઈ દર્દીના જીવનને જોખમ થયું હતું કે નહીં, તેની પણ તપાસ ચાલી રહી છે.

ભરતી પ્રણાલીની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન

આ સમગ્ર ઘટનાએ ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને દસ્તાવેજ ચકાસણી વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. જો દમોહમાં (Damoh) દસ્તાવેજોની વિગતવાર તપાસ ન થઈ હોત, તો શું આ ઉમેદવારો સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર તરીકે સેવા આપતા રહેતા? આ સવાલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

NHMએ જણાવ્યું છે કે સમગ્ર મામલાની તપાસ ચાલુ છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *