Rain
Spread the love

ગુજરાતમાં (Gujarat) કમોસમી વરસાદની (Rain) અગાહી. હવામાન વિભાગની (IMD) તાજેતરની આગાહી અનુસાર આગામી 30 મે (May) થી બીજી જૂન (June) સુધી રાજ્યમાં અચાનક હવામાનમાં ફેરફાર (Climate Change) થવાની સંભાવના છે. ગુજરાતના (Gujarat) વિવિધ ભાગોમાં દર્શાવેલા ચાર દિવસ દરમિયાન કમોસમી વરસાદ (Rain) ની સંભાવના છે. ખાસ કરીને કચ્છ (Kutch), સૌરાષ્ટ્ર (Saurashtra) અને ઉત્તર (North Gujarat) અને મધ્ય ગુજરાતમાં (Central Gujarat) , હવામાનમાં આ નોંધપાત્ર ફેરફાર જોવા મળશે અને આકાશ વાદળછાયું રહેશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગની ચેતવણી મુજબ આ કમોસમી વરસાદ (Rain) હળવો ઝરમર વરસાદ (Rain) નહીં હોય પરંતુ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની, વીજળી પડવાની સંભાવના છે. વાવાઝોડા અને ભારે પવનથી વૃક્ષો અને છાપરાવાળા ઘરોને નુકસાન થવાનું જોખમ રહેલું છે, તેથી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

તારીખ અનુસાર વરસાદની આગાહી જોઇએ તો 30 મેના રોજ કચ્છ (Kutch), બનાસકાંઠા (Banaskantha), સાબરકાંઠા (Sabarkantha), પાટણ (Patan) અને મહિસાગર (Mahisagar) જિલ્લામાં ભારે પવન અને વાવાઝોડા સાથે એક તીવ્ર ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવાની સંભાવના છે. આ સિસ્ટમ 31 મેના રોજ વધુ તીવ્ર બનવાની આશંકા છે, જેના કારણે કચ્છ (Kutch), બનાસકાંઠા (Banaskantha), પાટણ Patan), અરવલ્લી (Arvalli), સાબરકાંઠા (Sabarkantha), દાહોદ (Dahod) અને છોટા ઉદેપુરમાં (Chhota Udepur) છૂટાછવાયા સ્થળોએ વીજળી સાથે હળવા થી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડી શકે છે.

તોફાની વરસાદની (Rain) આગાહી

આગાહી અનુસાર ગુજરાતમાં (Gujarat) જૂન મહિનાની શરૂઆત વરસાદી વાતાવરણ સાથે થશે. 1 જૂનના રોજ હવામાન વધુ તોફાની બનશે એવી સંભાવના દર્શાવાઈ રહી છે, બનાસકાંઠા (Banaskantha), પાટણ (Patan), સાબરકાંઠા (Sabarkantha), અરવલ્લી (Arvalli), મહિસાગર (Mahisagar), દાહોદ (Dahod), પંચમહાલ (Panchmahal), વડોદરા (Vadodara), છોટા ઉદેપુર (Chhota Udepur), નર્મદા Narmada), અમરેલી (Amreli) અને ભાવનગર (Bhavnagar) સહિત 12 જિલ્લાઓમાં કમોસમી વરસાદ સાથે ભારે પવન અને વાવાઝોડાની સંભાવના છે.

 2 જૂનના રોજ, તેની અસર દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર (Saurashtra) તરફ વધુ અનુભવાશે, જ્યાં અમરેલી (Amreli), ભાવનગર (Bhavnagar), મહિસાગર (Mahisagar), દાહોદ (Dahod), પંચમહાલ (Panchmahal), વડોદરા (Vadodara), છોટા ઉદેપુર (Chhota Udepur), નર્મદા (Narmada), તાપી (Tapi) અને ડાંગમાં (Dang) 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ માવઠાની શરૂઆત પહેલાના દિવસોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ખૂબ જ વૈવિધ્યસભર અને અસ્થિર રહેશે. 27 અને 28 મેના રોજ, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ ખૂબ જ વધારે રહેશે. પરિણામે, દરિયાકાંઠે રહેતા લોકોને પવનના જોરદાર ઝાપટા, અસહ્ય ગરમી અને ભેજવાળા હવામાનનો સામનો કરવો પડશે એવી સંભાવના છે.

અત્યારે જ્યાં સમગ્ર રાજ્ય ગરમીમાં શેકાઈ રહ્યું છે ત્યારે આગામી થોડા દિવસો હવામાનની દ્રષ્ટિએ ગુજરાત માટે વૈવિધ્યસભર અને પડકારજનક રહેવાની સંભાવના છે. એક તરફ ભીષણ ગરમી લોકોને પરેશાન કરશે અને બીજી બાજુ ભારે પવન લોકોને પરેશાન કરતા રહેશે, ત્યારે 30 મેથી વાવાઝોડા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ હવામાનમાં અચાનક ફેરફાર લાવશે. આ અણધાર્યા હવામાનને ધ્યાનમાં રાખીને, નાગરિકોને હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *