Prashant KishorPrashant Kishor
Spread the love

બિહારમાં જન સુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરનો (Prashant Kishor) એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ બ્રાહ્મણ અને મુસ્લિમ મતોના સમીકરણ પર વાત કરતા જોવા મળી રહ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બિહારમાં (Bihar) જન સુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરનો (Prashant Kishor) એક વિડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં તેઓ બ્રાહ્મણ (Brahmin) અને મુસ્લિમ (Muslim) મતોના સમીકરણ પર વાત કરતા જોવા મળી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે મારા ભાઈઓ, તમારા દાદા-પરદાદા અને પૂર્વજો કોંગ્રેસ (Congress) સાથે જોડાયેલા હતા. કોઈ અહીં ધારાસભ્ય (MLA) હતું. જો કે, લોકશાહીમાં (Democracy) કોને કેટલા મત મળશે તે સીધી-સીધી ગણતરી હોય છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પ્રશાંત કિશોરે (Prashant Kishor) બ્રાહ્મણોને (Brahmin) કહ્યું કે તમારો સાથ સરસ્વતીથી કેવી રીતે છૂટ્યો તે હું જણાવું છું. હું ઉદાહરણ આપીને સમજાવું છું. તમે જાણો છો કે ચૂંટણી (Election) જીતવા માટે મત મેળવવા પડશે. હવે તમે વસ્તી તો વધારી શકતા નથી. આ ઉપરાંત કહેવામાં આવ્યું કે 20 ટકા મત મુસ્લિમો (Muslim) આપે છે. ત્યારબાદ તમે ભાજપનો (BJP) ઝંડો હાથમાં લઈને ઘુઘરો વગાડવા લાગ્યા. આ કારણોસર 20 ટકા લોકો તમારાથી દૂર થઈ ગયા. તે પછી તમને લાગવા માંડ્યું કે હવે ચૂંટણી (Election) કેવી રીતે જીતવી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મુસ્લિમો સાથે શાની લડાઈ છે? – પ્રશાંત કિશોર (Prashant Kishor)

પ્રશાંત કિશોરે (Prashant Kishor) બ્રાહ્મણોને (Brahmin) પ્રશ્ન પૂછતાં કહ્યું કે તમારી મુસ્લિમો (Muslim) સાથે શાની લડાઈ છે? જમીનની લડાઈ છે, કે અનામતની (Reservation) લડાઈ છે? આમાંથી કઈ બાબતની લડાઈ છે? તમે ક્યારેય રમખાણોમાં ગયા નથી, તમારાથી તો કીડી પણ મરતી નથી, પરંતુ ફેસબુક (Facebook) પર જઈને ભાજપ (BJP) સમર્થક બનીને મુસ્લિમોને (Muslm) ગાળો આપવા લાગો છો. આનું પરિણામ શું આવ્યું, જેના મતથી તમે રાજા બનતા હતા તે તમને છોડીને બીજી જગ્યાએ જતો રહ્યો અને તમે પોતાને બુદ્ધિજીવી ગણાવો છો. આ કયું જ્ઞાન છે? આજના રાજકારણમાં જે અતિ-પછાત વર્ગની ચર્ચા થઈ રહી છે, તે વાસ્તવમાં નથી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તમારી તાકાત કલમ છે – પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે (Prashant Kishor) કહ્યું કે તમને લોકોને શીખવી દેવામાં આવ્યું કે આ બીજા પરશુરામ (Parashuram) છે. અરે ભાઈ, તમે લોકો ખોટા રસ્તે જઈ રહ્યા છો. પરશુરામનો (Parashuram) વિષય એક અલગ સંદર્ભમાં જોવામાં આવે છે. તમારી તાકાત કલમ છે. તમારી તાકાત સરસ્વતી છે. તમે ફરસી (કુહાડી) ચલાવવા વાળા નથી. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તમારો સમાજ પણ પરશુરામ જયંતી (Parashuram Jayanti) ઉજવવા માટે આંદોલન કરી રહ્યો છે. આવી રીતે પેટ થોડું ભરાશે? આ રીતે તમે વિનાશના રસ્તે આગળ વધી રહ્યા છો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તમને એટલી જ વિનંતી છે કે બુદ્ધિપૂર્વક કામ લો. તમારી તાકાત આંદોલન અને ફરસી નથી. પ્રશાંત કિશોરે (Prashant Kishor) મુસ્લિમોનો (Muslim) ઉલ્લેખ કરતાં કહ્યું કે જે 18 ટકા લોકો તમારી સાથે હતા, તમને ‘ગુરુજી’ કહેતા હતા, પોતાના મતથી તમને સત્તા પર બેસાડ્યા હતા; તેમને તમે ફેસબુક (Facebook) પર ગાળો આપીને પાકિસ્તાની (Pakistani) ગણાવી રહ્યા છો અને પોતાનાથી અલગ કરી દીધા છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *