Red FortRed Fort
Spread the love

લાલ કિલ્લાની (Red Fort) પ્રાચીર પરથી સ્વતંત્રતા દિવસ પર દર વર્ષે પીએમ તિરંગો (Tiranga) લહેરાવતા હોય છે. આ વર્ષે લાલ કિલ્લા (Red Fort) પરના સ્વાધીનતા દિવસના સમારોહમાં કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પહોંચ્યા નહોતા. જેના પછી બીજેપીએ (BJP) હોબાળો મચાવી દીધો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દેશભરમાં આજે 80મો સ્વતંત્રતા દિવસ (Independence Day) ઉજવવામાં આવી રહ્યો છે. છેલ્લા બાર વર્ષથી સ્વતંત્રતા દિવસ (Independence Day) પર પીએમ મોદી (PM Modi) લાલ કિલ્લા (Red Fort) પર તિરંગો (Tiranga) લહેરાવે છે અને રાષ્ટ્રને સંબોધિત કરે છે. લાલ કિલ્લાના (Red Fort) સમારોહમાં સરકાર અને વિપક્ષ (Opposition) બંનેના નેતાઓ પહોંચે છે. આ સમારોહમાં કોંગ્રેસ નેતા (Congress Leader) રાહુલ ગાંધી (Rahul Gandhi) ન પહોંચતા બીજેપીએ (BJP) તેમના પર નિશાન સાધ્યું હતું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અનેક નેતાઓ પહોંચ્યા લાલ કિલ્લા (Red Fort) પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં

લાલ કિલ્લાના (Red Fort) આ સમારોહમાં દેશના કેટલાય મોટા નેતાઓ હાજર હતા. આમાં કેન્દ્રીય ગૃહ મંત્રી (HMO) અમિત શાહ (Amit Shah), રક્ષા મંત્રી (Defense Minister) રાજનાથ સિંહ Rajnath Singh), નાણા મંત્રી (Finanace Minister) નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) અને વિદેશ મંત્રી (MoE) એસ. જયશંકર (S Jaishankar) સામેલ હતા. આ ઉપરાંત દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત (Justice Suryakant) , મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar), રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ (Ajit DovaL) અને વડાપ્રધાનના મુખ્ય સચિવ પી.કે. મિશ્રા તથા શક્તિકાંત દાસ જેવા મોટા અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ સાધ્યું નિશાન

કેન્દ્રીય શિક્ષણ મંત્રી (Education Minister) પ્રહલાદ જોશીએ (Pralhad Joshi) કહ્યું- ”રાહુલ ગાંધી (Rahul Gandhi) અને ખડગેએ (Mallikarjun Kharge) સ્વતંત્રતા દિવસ (Independence Day) અને પ્રજાસત્તાક દિવસને (Republic Day) પક્ષીય રાજકારણથી ઉપર રાખવા જોઈએ. જ્યારે વડાપ્રધાન જી (Prime Minister) ભાષણ આપે છે ત્યારે તેઓ દેશના વડાપ્રધાન (Prime Minister) હોય છે. કેટલાક વર્ષોથી તેઓ આનો બહિષ્કાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીની (Rahul Gandhi) અપરિપક્વતાના કારણે આવું થઈ રહ્યું છે. રાહુલની ઉદ્ધતાઈના કારણે આવું થઈ રહ્યું છે. નકલી ગાંધી પરિવારના અહંકારના કારણે આવું થઈ રહ્યું છે. વિપક્ષે (Opposition) આવવું જોઈએ, તેઓ ખોટી પરંપરાને પ્રોત્સાહન આપી રહ્યા છે.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘વિચારસરણી સમાજને વહેંચનારી છે’

બીજેપી (BJP) પ્રવક્તા પ્રદીપ ભંડારીએ (Pradeep Bhandari) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની વાત મૂકતા કહ્યું કે ”શું જનતાનું પ્રતિનિધિત્વ કરનારો કોઈ સાચો દેશભક્ત નેતા આવું કરી શકે? ભંડારીએ આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધીનું (Rahul Gandhi) આ કાર્યક્રમથી અંતર જાળવવું ‘વંદે માતરમ’ (Vande Mataram) પ્રત્યેની તેમની નાપસંદગી દર્શાવે છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી (Rahul Gandhi) વિપક્ષના નેતા (LoP) ના પદને લાયક નથી અને તેમની વિચારસરણી સમાજને વહેંચનારી વિચારધારા જેવી છે.”


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *