Mitrotsav
Spread the love

મિત્રોત્સવે (Mitrotsav) સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં મોટાભાગના સંબંધો માત્ર ઓનલાઈન સુધી જ સીમિત રહી જાય, ત્યાં ફેસબુકના (Facebook) માધ્યમથી શરૂ થયેલી મિત્રતાએ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 2 ઓગસ્ટના રોજ સતત છઠ્ઠા વર્ષે યોજાયેલા ‘મિત્રોત્સવ-6’ માં (Mitrotsav-6) ગુજરાતના (Gujarat) વિવિધ શહેરોમાંથી અંદાજે 45 મિત્રો એકત્ર થયા હતા. સાણંદ (Sanand) ખાતે આવેલા એક રિસોર્ટમાં યોજાયેલા આ સ્નેહમિલને મિત્રતાના સંબંધોને વધુ પ્રગાઢ બનાવ્યા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સ્થાનની પસંદગીની માથાપચ્ચી

પ્રતિવર્ષ મિત્રોનો આ મેળાવળો થાય જેને નામ અપાયું મિત્રોત્સવ ((Mitrotsav), જ્યારે પણ આ ઉત્સવ નજીક આવે એટલે ક્યાં મળવું તે સ્થાનને લઈને સજેશન્સનું પૂર આવે એ સ્વાભાવિક છે! આ વખતે પણ બન્યું, છેલ્લે અમદાવાદની (Ahmedabad) આસપાસ જ જવું એ નક્કી હતું, પણ “ક્યાં જવું?” એ સવાલ પર ગ્રુપમાં લાંબી અને રસપ્રદ ચર્ચાઓ ચાલી. આ વખતે આયોજક તરીકે અલ્પેશભાઈ, સંકેતભાઈ, હેમલભાઈ અને આરવભાઈ ઉપર આ આયોજનની જવાબદારી હતી. અઢળક ઓપ્શન્સના અંતે આખરે સર્વાનુમતે સાણંદ (Sanand) પાસે આવેલા સુંદર રિસોર્ટ ઉપર કળશ ઢોળાયો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘મિત્રોત્સવ’ ની (Mitrotsav) ખાસિયત એ કે તેમાં માત્ર પુરુષ મિત્રો જ સામેલ હોય. સોશિયલ મીડિયા (Social Media) ખાસ કરીને ફેસબુકના (Facebook) માધ્યમથી જોડાયેલા અને પછી વોટ્સએપના (WhatsApp) ગ્રુપથી બંધાયેલા જાણીતા-અજાણ્યા 45 જેટલા મિત્રો પોતાની રોજિંદી જવાબદારીઓ, ઘર-પરિવાર અને ઓફિસના ટેન્શનને ઘરના દરવાજે જ મૂકીને આવે, અહીં ઉંમર કે હોદ્દાનો કોઈ બાધ નથી હોતો, બસ બાળપણ જેવી નિર્દોષતા અને એકબીજાના હસતા ચહેરાને મળવાનો અલ્હાદક આનંદ જોવા મળે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ગુજરાતના વિવિધ શહેરોના મિત્રોનો મિત્રોત્સવ

આ મિત્રોત્સવમાં થરાદ (Tharad), વડનગર (Vadnagar), જૂનાગઢ (Junagadh), જસદણ (Jasdan), રાજકોટ (Rajkot), સુરત (Surat), ગાંધીનગર (Gandhinagar), નડિયાદ (Nadiad) સહિત ગુજરાતના (Gujarat) અનેક શહેરોમાંથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ભૌગોલિક અંતર હોવા છતાં વર્ષોથી જળવાયેલી આત્મીયતા અને વિશ્વાસના કારણે સૌ એક જ પરિવારની જેમ ભેગા થયા હતા. પરિચય સત્રની શરૂઆત રાષ્ટ્રગાનથી કરવામાં આવી હતી, ત્યારબાદ જૂના અને નવા મિત્રો સૌએ પોતાનો પરિચય આપ્યો હતો. 

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ફેસબુકના મિત્રો જ નહીં, પરંતુ સુખ-દુઃખના સાચા સાથી

મિત્રોત્સવમાં (Mitrotsav) મળતા આ મિત્રોની ખાસિયત માત્ર એટલી નથી કે તેઓ સોશિયલ મીડિયા (Social Media) પર જોડાયેલા છે, પરંતુ તેઓ જીવનના દરેક સુખ-દુઃખમાં એકબીજાની સાથે અડીખમ ઊભા રહે છે. લોહીના સંબંધો ન હોવા છતાં પ્રેમ, વિશ્વાસ, સન્માન અને નિખાલસ લાગણીઓએ તેમને એક પરિવાર તરીકે બાંધી રાખ્યા છે. મતભેદો થાય છે, પરંતુ મનભેદો ક્યારેય થતા નથી. હાસ્ય, મસ્તી અને ટોમ એન્ડ જેરી જેવી મીઠી નોકઝોક વચ્ચે પણ તેમની મિત્રતા વર્ષોથી અતૂટ રહી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રમતો, સંગીત અને મનોરંજનથી ભરપૂર રહ્યો દિવસ

કાર્યક્રમની શરૂઆત ચા-નાસ્તા સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સૌએ સાથે મળીને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો. દિવસ દરમિયાન વિવિધ રમતો, હાસ્ય-મજાક અને મનોરંજનના કાર્યક્રમોમાં મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાંજ પડતાં સંગીતના તાલે સૌએ મિત્રતાની ઉજવણી કરી અને અનેક યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આયોજકોના પ્રયાસોથી સફળ બન્યો મિત્રોત્સવ-6 (Mitrotsav-6)

‘મિત્રોત્સવ-6’નું (Mitrotsav-6) સફળ આયોજન હેમલ શાહ, સંકેત સોની, અલ્પેશ પંચાલ અને આરવ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના સુવ્યવસ્થિત આયોજન અને તમામ મિત્રોના સહયોગથી સમગ્ર કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો. આયોજકોએ મિત્રોત્સવ-6માં સહભાગી થયેલા તમામ મિત્રોને શ્રીરામની છબી અને દરેક મિત્રોનું નામ લખેલું કિચેઈન ભેટમાં આપ્યું હતું. 

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સાચી મિત્રતાનો જીવંત સંદેશ

મિત્રોત્સવ-6′ એ (Mitrotsav) ફરી એકવાર સાબિત કર્યું કે સાચી મિત્રતા સમય, અંતર કે સોશિયલ મીડિયાથી (Social Media) નહીં, પરંતુ વિશ્વાસ, નિખાલસ લાગણી અને એકબીજા માટેના નિસ્વાર્થ સાથથી જીવંત રહે છે. ફેસબુક (Facebook) પર શરૂ થયેલો આ સંબંધ આજે એક મજબૂત પરિવારનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, જે સમાજ માટે પણ મિત્રતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વિદાયની ક્ષણોની ભાવુકતા

દિવસના અંતે વિદાયની ક્ષણો સૌ માટે ભાવુક બની હતી. એકબીજાને હૃદયપૂર્વક ભેટીને આગામી વર્ષે ફરી મળવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચહેરા પર સ્મિત અને હૃદયમાં અવિસ્મરણીય સંસ્મરણો લઈને સૌ મિત્રો પોતાના વતન તરફ પરત ફર્યા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *