સદનમાં આજે નિશિકાંત દુબેના (Nishikant Dubey) પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુને (Jawaharlal Nehru) લઈને જૂના વિવાદિત નિવેદનો પણ ચર્ચાનો હિસ્સો બન્યા. પરીક્ષા પ્રણાલી (Exam Sytem) અને પેપર લીકને (Paper Leak) લઈને ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) શિક્ષણ મંત્રીને (Education Minister) લઈને પણ ટિપ્પણી કરતા નિશિકાંત દૂબેના નિવેદનની ચર્ચા થઈ.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

લોકસભામાં મંગળવારે ‘લોક પરીક્ષા (અનુચિત સાધનો અટકાવવા) સુધારા વિધેયક, 2026’ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ (Conggess MP) પ્રિયંકા ગાંધી વાડ્રાના (Priyanka Gandhi Vadra) ભાષણ વચ્ચે સત્તાપક્ષ અને વિપક્ષ (Opposition) આમને-સામને આવી ગયા અને જબરદસ્ત દલીલો જોવા મળી. વિવાદ એટલો વધ્યો કે ભાજપ સાંસદ (BJP MP) નિશિકાંત દુબેએ (Nishikant Dubey) પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને (Jawaharlal Nehru) લઈને પોતાના જૂના નિવેદનને દોહરાવતા કહ્યું કે તેઓ આજે પણ તેના પર અડગ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પ્રિયંકા ગાંધીની શિક્ષણ મંત્રી પર ટિપ્પણીથી શરૂ થયો વિવાદ
પરીક્ષા પ્રણાલી (Exam Sytem) અને પેપર લીકને (Paper Leak) લઈને ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) સરકાર પર નિશાન સાધતા આક્ષેપ કર્યો કે વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ પ્રદર્શન (Students’ Peacefull Protest) પર લાઠીચાર્જ (Lathicharge) અને પેલેટ ગનનો (Pellet Gun) ઉપયોગ કરવામાં આવ્યો. તેમણે એ પણ સવાલ ઉઠાવ્યો કે આખરે આવી કાર્યવાહીનો આદેશ કોણે આપ્યો? આ દરમિયાન તેમણે શિક્ષણ મંત્રીને (Education Minister) લઈને પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે વડાપ્રધાને (Prime Minister) એક એવા વ્યક્તિને શિક્ષણ મંત્રી (Education Minister) નીમ્યા છે, જેમણે રેપ પીડિતાના આરોપીઓને મુક્ત કરવામાં આવ્યાનું સ્વાગત કર્યું હતું. આ ટીપ્પણી પર સત્તાપક્ષે સખત વિરોધ નોંધાવ્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ (Kiren Rijiju), ભાજપ સાંસદ (BJP MP) નિશિકાંત દુબે (Nnishikant Dubey) અને કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ (Pralhad Joshi) પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) પાસે પોતાના આક્ષેપોના સમર્થનમાં પુરાવા રજૂ કરવા અને માફી માંગવાની માંગ કરી. રિજિજુએ કહ્યું કે કોઈ મંત્રી વિરુદ્ધ પ્રમાણ વગર આ પ્રકારનો આક્ષેપ મૂકવો એ ચારિત્ર્ય હનન છે અને જો આક્ષેપો સાબિત ન કરી શકાય તો તેમને પાછા ખેંચવામાં આવવા જોઈએ.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પછી વાદવિવાદમાં ઊતર્યા કે.સી. વેણુગોપાલ
ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ (Congress MP) કે.સી. વેણુગોપાલે (K C. Venugopal) કહ્યું કે ભૂતકાળમાં પણ સદનમાં કેટલાય નેતાઓ વિરુદ્ધ ટિપ્પણીઓ થઈ, જેને રેકોર્ડ પરથી હટાવવામાં આવી નહોતી. તેમણે નિશિકાંત દુબેનું (Nishikant Dubey) ઉદાહરણ આપતા કહ્યું કે તેમણે આ જ સદનમાં જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru) અને ઇન્દિરા ગાંધીને (Indira Gandhi) લઈને પણ વિવાદિત ટિપ્પણીઓ કરી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કે.સી. વેણુગોપાલના દાવા પર શું બોલ્યા નિશિકાંત દુબે
કે.સી. વેણુગોપાલની (K C Venugopal) આ ટિપ્પણી પર જવાબ આપતા નિશિકાંત દુબેએ (Nishikant Dubey) કહ્યું, “મેં નેહરુ જી (Nehru Ji) વિશે જે કહ્યું હતું, તેના પર આજે પણ કાયમ છું. નેહરુ (Nehru) અય્યાશ હતા તો અય્યાશ હતા. હું તે સંબંધમાં પુસ્તક પણ પ્રમાણિત કરવા માટે તૈયાર છું.” તેમના આ નિવેદન પછી સદનનો માહોલ વધુ ગરમાઈ ગયો તથા સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી બહેસ શરૂ થઈ ગઈ.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
પૂર્વમાં શું બોલ્યા હતા નિશિકાંત દુબે
હકીકતમાં, તાજેતરના બજેટ સત્ર દરમિયાન જ્યારે પૂર્વ સેના પ્રમુખ જનરલ એમ. એમ. નરવણેના (M M Naravane) અપ્રકાશિત પુસ્તકને લઈને સંસદમાં હોબાળો થઈ રહ્યો હતો ત્યારે નિશિકાંત દુબેએ નેહરુ-ગાંધી પરિવાર (Nehru-Gandhi Family) વિશે વિવાદિત નિવેદનો આપ્યા હતા. તેમણે ત્યારે સદનમાં કેટલાક પુસ્તકોનો હવાલો આપતા જવાહરલાલ નેહરુને (Jawaharlal Nehru) અય્યાશ કહ્યા હતા.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
એટલું જ નહીં ત્યારે તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના (Jawaharlal Nehru) પૂર્વ અંગત સચિવ એમ.ઓ. મથાઈના (M. O. Mathai) પુસ્તકનો હવાલો આપતા પણ કહ્યું હતું કે તેમાં ઇન્દિરા ગાંધીના (Indira Gandhi) સંબંધમાં પણ કેટલીય વ્યક્તિગત બાબતો રજૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે તેઓ સદનમાં એ જ પ્રકાશિત પુસ્તકોનો સંદર્ભ આપી રહ્યા છે. ત્યારે પણ તેમના આ નિવેદનને લઈને ભારે હોબાળો થયો હતો.
मैंने एडविना माउंटबेटन की किताब,नेहरु जी के सचिव मथाई जी की किताब और पद्मजा नायडू के पत्रों के संकलन में जो लिखा है वही कहा है,यदि किताब को नेहरु गांधी परिवार ने चैलेंज नहीं किया,बैन नहीं किया तो मुझे क्यों रोकते हैं ? मैं को किताब की बात बोल रहा हूँ https://t.co/DqxqBZLpKA
— Dr Nishikant Dubey (@nishikant_dubey) July 28, 2026
