“સરકારે ધર્મેન્દ્ર પ્રધાનના (Dharmendra Pradhan) રાજીનામાની અમારી માંગ પર આવતીકાલે બપોર સુધીનો સમય માંગ્યો છે. અમને આશા છે કે સરકાર તેમને ટૂંક સમયમાં બરતરફ કરી દેશે. જ્યારે 2 માંગણીઓ પર સરકારે સહમતિ દર્શાવી છે.” કેન્દ્ર સરકાર સાથેની વાતચીત બાદ કોકરોચ જનતા પાર્ટીના (CJP) રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ (Ashutosh Ranka) કહ્યું,
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
નીટ પેપર લીકથી (NEET Paper Leak) જોડાયેલા મામલા અને શિક્ષણ મંત્રીના (Education Minister) રાજીનામાની (Resignation) માંગ વચ્ચે આજે શુક્રવારે દિલ્હીના (Delhi) વિઠ્ઠલ પટેલ હાઉસમાં (Vithal Patel House) કેન્દ્ર સરકાર (Central Government) અને કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આંદોલન (Protest) શરૂ થયા પછી બંને પક્ષો વચ્ચે આ બીજી મુલાકાત રહી. જો કે બેઠક પહેલા કૉકરોચ જનતા પાર્ટીના (CJP) ફાઉન્ડિંગ પ્રેસિડેન્ટ (President) અભિજીત દિપકેએ (Abhijeet Dipke) સ્પષ્ટ કરી દીધું કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી (Education Minister) ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan) રાજીનામાના સિવાય અમને કશું જ મંજૂર નથી. અમારું વિરોધ પ્રદર્શન (Protest) ખતમ નહીં થાય.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મોદી સરકારના (Modi SArkar) પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ કોકરોચ જનતા પાર્ટીએ (CJP) પત્રકાર પરિષદ (Press Conference) કરીને જણાવ્યું કે આજે અમને સરકારે બીજા તબક્કાની વાટાઘાટો માટે બોલાવ્યા. અમે 3 મુખ્ય માંગણીઓ મૂકી, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાનના (Dharmendra Pradhan) રાજીનામા પર કોઈ સમજૂતી નહીં થાય.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કૉકરોચ જનતા પાર્ટીના (CJP) રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ (Ashutosh Ranka) કહ્યું, “સરકારે ધર્મેન્દ્ર પ્રધાનના (Dharmendra PRadhan) રાજીનામાની અમારી માંગ પર આવતીકાલે બપોર સુધીનો સમય માંગ્યો છે. અમને આશા છે કે સરકાર તેમને ટૂંક સમયમાં બરતરફ કરી દેશે. સરકારે વળતર (સુસાઈડથી મરનારા NEET કેન્ડિડેટ્સના પરિવારો માટે) અને વિદ્યાર્થીઓ વિરુદ્ધ નોંધાયેલી 11 FIR તેમજ લીગલ કેસ (Legal Case) પાછા ખેંચવાની 2 માંગણીઓ પર સૈદ્ધાંતિક (In-Principle) મંજૂરી આપી દીધી છે.”

2 કલાક ચાલી બેઠક, કાલે ફરી મળીશું: નડ્ડા
બેઠક બાદ નડ્ડાએ (Nadda) કહ્યું, “બેઠક આશરે 2 કલાક સુધી ચાલી. તેમની 3 મુખ્ય માંગણીઓ હતી અને પરીક્ષાઓ (Exam) માટે 5 સુધારાના સૂચનો પણ હતા. અમે તેમને કહ્યું છે કે અમે કાલે બપોરે તેમને ફરી મળીશું અને સરકાર વચ્ચે થયેલી ચર્ચા વિશે તેમને જણાવીશું.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
સાથે જ કોકરોચ જનતા પાર્ટીએ (CJP) આશા વ્યક્ત કરી કે કાલે શિક્ષણ મંત્રી (Education Minister) ધર્મેન્દ્ર પ્રધાનનું (Dharmendra Pradhan) રાજીનામું થઈ શકે છે. કોકરોચ જનતા પાર્ટીએ (CJP) કહ્યું કે જો અમારી માંગણીઓ નહીં માનવામાં આવે તો અમે આગળ પણ પ્રદર્શન કરીશું. અમારી 2 માંગણીઓ પર સરકારનો રિસ્પોન્સ સકારાત્મક છે. જો કે સૌરવ દાસે (Saurav Das) દાવો કર્યો કે આ બેઠક 10 મિનિટ જ ચાલી. પરંતુ અમે ધર્મેન્દ્ર પ્રધાનના (Dharmendra Pradhan) રાજીનામાથી કોઈ સમજૂતી નહીં કરીએ. અમે સરકારને કેટલાય સૂચનો પણ આપ્યા છે.
Delhi: A meeting held between Union Ministers JP Nadda and Jitendra Singh, and Cockroach Janta Party's Chief Spokesperson Saurav Das and its National Spokesperson Ashutosh Ranka. pic.twitter.com/fOOEHWM7HR
— ANI (@ANI) July 24, 2026
આ પહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP) તરફથી સૌરવ દાસ (Saurav Das) અને આશુતોષ રાંકા (Ashutosh Ranka) સરકાર સાથેની વાતચીતમાં સામેલ થયા. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાની (J P Nadda) આગેવાનીમાં યોજાનારી આ બેઠક પહેલા કોન્સ્ટિટ્યુશન ક્લબમાં (Constitution Club) યોજાવાની હતી, પરંતુ કેન્દ્રીય મંત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જગ્યા બદલીને વિઠ્ઠલ પટેલ હાઉસ (Vithal Patel House) કરી દેવામાં આવી. બેઠક વિઠ્ઠલ પટેલ હાઉસના (Vithal Patel House) રૂમ નંબર 504 માં યોજાઈ. બેઠક કલાક સુધી ચાલી.

ધર્મેન્દ્ર પ્રધાનનું (Dharmendra Pradhan) રાજીનામું જ ઉકેલ: દિપકે
કેન્દ્ર સરકાર (Central Government) સાથે વાતચીત શરૂ થતા પહેલા અભિજીત દિપકેએ (Abhijeet Dipke) કહ્યું, “આ વિરોધ-પ્રદર્શન દેશના યુવાનોનું છે અને આ માત્ર સોનમ વાંગચુક (Sonam Wangchuk) કે દિપકે સુધી સીમિત નથી. આ પ્રદર્શન દેશના યુવાનોનું છે, વિપક્ષી પાર્ટીઓનું નહીં. જો સરકાર વિરોધ-પ્રદર્શનનો ઉકેલ ઈચ્છતી હોય, તો તે માત્ર ધર્મેન્દ્ર પ્રધાનનું (Dharmendra Pradhan) રાજીનામું છે.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
સોનમ વાંગચુકના (Sonam Wangchuk) ભૂખ હડતાળ ખતમ (Hunger Strike End) કરવા અંગે દિપકેએ (Dipke) કહ્યું, “મને લાગે છે કે સરકારે વાંગચુકને (Wangchuk) કસ્ટડીમાં રાખ્યા હતા. જે.પી. નડ્ડા (J P Nadda) તેમને મળી શકતા હતા, પરંતુ કોઈ પણ વિપક્ષી સાંસદ તેમને મળી શક્યા નહીં. અમે પણ તેમને મળી શક્યા નહીં. મને ખૂબ આનંદ છે કે સોનમ સરે પોતાની ભૂખ હડતાળ ખતમ (Hunger Stike End) કરી દીધી છે.”

વાતચીત દ્વારા મુદ્દાઓનો ઉકેલ: જિતેન્દ્ર સિંહ
આ પહેલા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે (Jitendra Singh) ગઈકાલે ગુરુવારે કૉકરોચ જનતા પાર્ટીને (CJP) સરકાર સાથે વાટાઘાટોના વધુ એક તબક્કા માટે આગળ આવવા અપીલ કરી. તેમણે પોતાની અપીલમાં કહ્યું કે વાતચીત દ્વારા જ મુદ્દાઓનો ઉકેલ આવી શકે છે અને આગળનો રસ્તો નીકળી શકે છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કેન્દ્રીય મંત્રી સિંહે પીટીઆઈ (PTI) ને કહ્યું કે છેલ્લા 24 કલાકમાં સરકાર તરફથી સીજેપીને (CJP) વાતચીત માટે ‘ઓછામાં ઓછા ચાર વખત’ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તેમણે કહ્યું, “હું આ પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓ અને યુવા સાથીઓને અપીલ કરવા માંગુ છું કે તેઓ વાતચીત માટે આગળ આવે. અમારા દરવાજા તેમના માટે ખુલ્લા છે.” તેમનું કહેવું છે કે આ સરકાર તરફથી કરવામાં આવેલી એક ‘વિનમ્ર અપીલ’ છે.
તેમણે જણાવ્યું કે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે આ બેઠક કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી (Health Minister) અને ભાજપના (BJP) વરિષ્ઠ નેતા નડ્ડાની આગેવાનીમાં થશે.

[…] સ્પષ્ટ છે- પહેલી, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને (Dharmedra Pradhan) બરતરફ કરવામાં આવે. બીજી, […]
[…] મુલાકાત કરી. બેઠક બાદ, CJP ના પ્રવક્તા સૌરવ દાસ (Saurav Das) અને આશુતોષ રંકાએ (Ashutosh Ranka) મીડિયાને […]