Chalo Sansad
Spread the love

20 જુલાઈએ ‘ચલો સંસદ’ (Chalo Sansad) પ્રદર્શન દરમિયાન વધુ પડતા બળપ્રયોગ કરવાનો આરોપ લગાવતી અરજી પર સુનાવણી કરતી દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) વખતે કેન્દ્ર અને દિલ્હી પોલીસને (Delhi Police) નોટિસ જારી કરી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દિલ્હીમાં (Delhi) ‘ચલો સંસદ’ (Chalo Sansad) વિરોધ પ્રદર્શન (Protest) દરમિયાન વિદ્યાર્થીઓ (Students) પર થયેલી બર્બરતા વિરુદ્ધની અરજી પર હાઈકોર્ટમાં (High Court) બુધવારે સુનાવણી થઈ. આ દરમિયાન, અદાલતે અરજીઓ પર કેન્દ્ર સરકાર (Central Government) અને દિલ્હી પોલીસને (Delhi Police) નોટિસ જારી કરી અને 4 અઠવાડિયામાં જવાબ દાખલ કરવા કહ્યું. સાથે જ, સીસીટીવી ફુટેજ (CCTV Footage), વિડિયોગ્રાફી (Videography) સુરક્ષિત રાખવાનો નિર્દેશ આપ્યો. આ મામલાની આગામી સુનાવણી 11 સપ્ટેમ્બરે થશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘ચલો સંસદ’ (Chalo Sansad) વિરોધ પ્રદર્શન મુદ્દે કોર્ટે MHA ને પૂછ્યા અણિયાળા પ્રશ્નો

કોર્ટે નક્કી કરેલી એસઓપી (SOP) હેઠળ દિલ્હીની (Delhi) ‘ચલો સંસદ’ (Chalo Sansad) પ્રદર્શનની ઘટના સાથે સંબંધિત તમામ સીસીટીવી ફુટેજ (CCTV Footage), બોડી કેમ (Body Cam) અને બીજા ડિજિટલ રેકોર્ડને (Degital Record) સુરક્ષિત રાખવાનો પણ નિર્દેશ આપ્યો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોર્ટે સુનાવણી દરમિયાન, ગૃહ મંત્રાલયને (Home Ministry) પૂછ્યું કે જો આ ગેરકાયદેસર રીતે એકઠી થયેલી ભીડ હતી તો શું આની સાથે કાનૂની રીતે નહોતું નિપટી શકાતું? શું આ એકાંતમાં કોઈ વ્યક્તિ સાથે બનેલી ઘટના છે કે પછી એક મોટી ભીડ સાથે? જો કેટલાય સવાલો ઊભા થયા છે તો શું દરેક વ્યક્તિ જઈને કેસ કરે?

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દિલ્હી હાઈકોર્ટનું (Delhi High Court) સખત વલણ આવનારા સમયમાં અનેક બાબતોને ઉજાગર કરે તેમ જણાય છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *