TMC
Spread the love

પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભા ચૂંટણીમાં (Assembly Election) પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતાઓ માટે મુશ્કેલ સમય શરૂ થઈ ગયો છે. બંગાળની (Bengal) જનતા હવે રસ્તાઓ પર ઉતરીને ટીએમસી (TMC) નેતાઓ પર ઈંડા ફેંકીને પોતાનો વિરોધ નોંધાવી રહી છે. તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ પોલીસે (West Bengal Police) ટીએમસીના (TMC) યુવા નેતા સૌમિત્ર બેનર્જીની (Soumitra Banerjee) ધરપકડ (Arrest) કરી હતી. ગુરુવારે જ્યારે પોલીસ (Police) સૌમિત્રને (Soumitra Banerjee) રાનીગંજ કોર્ટમાં (Raniganj Court) રજૂ કરવા લઈ જઈ રહી હતી, ત્યારે કોર્ટ પરિસરની બહાર હાજર લોકોએ તેમના પર ઈંડા વડે જોરદાર હુમલો કરી દીધો હતો. પોલીસે ભારે જહેમત બાદ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને બેનર્જીને (Soumitra Banerjee) સુરક્ષિત રીતે કોર્ટની અંદર પહોંચાડ્યા હતા.

ભાજપ નેતાની ફરિયાદના આધારે થઈ ધરપકડ

સૌમિત્ર બેનર્જીની (Soumitra Banerjee) ધરપકડ ભાજપના (BJP) નેતા રવિ કેશરીની (Ravi Kesari) ફરિયાદના આધારે કરવામાં આવી છે. ટીએમસીના (TMC) આ યુવા નેતા પર ભાજપના (BJP) કાર્યકરો પર હિંસક હુમલા કરવા તેમજ વિવિધ કામોમાં લાંચ (કમિશન) વસૂલવાનો ગંભીર આરોપ છે.

અગાઉ કુણાલ ઘોષ પર પણ થયો હતો હુમલા

ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની આ બીજી ઘટના છે. આ પૂર્વે સોમવારે કોલકાતાના (Kolkata) હાઈ-સિક્યોરિટી ધરાવતા કાલિઘાટ વિસ્તારમાં (Kalighat Area) ટીએમસીના (TMC) વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય કુણાલ ઘોષ (Kunal Ghosh) પર પણ ઈંડા ફેંકવામાં આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી (Ex CM) મમતા બેનર્જીના (Mamata Banerjee) કાલિઘાટ (Kalighat) સ્થિત નિવાસસ્થાને યોજાયેલી બેઠક બાદ કુણાલ ઘોષ (Kunal Ghosh) જ્યારે મીડિયા (Media) સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે લોકોએ તેમના પર ઈંડાથી હુમલો કર્યો હતો.

TMC ના 60 સાંસદોનો બળવો: 20 સાંસદો NCPI માં જોડાયા

બંગાળમાં (Bengal) સત્તા ગુમાવ્યા બાદ ટીએમસીની (TMC) અંદર આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પક્ષના 60 જેટલા સાંસદોએ મમતા બેનર્જી (Mamata Banerjee) સામે બળવાનું (Rebel) રણશિંગું ફૂંક્યું છે, જેમાંથી 20 બળવાખોર (Rebel) સાંસદો તાજેતરમાં જ ‘NCPI’ માં જોડાઈ ચૂક્યા છે.

“દીદીનું સન્માન કરીશ, પણ….” : રચના બેનર્જી

આ જ બળવાખોરી વચ્ચે ટીએમસીના (TMC) બળવાખોર સાંસદ રચના બેનર્જીનું (Rachna Banerjee) એક મોટું નિવેદન સામે આવ્યું છે. બીજી પાર્ટીમાં જોડાવાના દસ્તાવેજો પર સહી કરવા પહોંચેલા રચના બેનર્જીએ (Rachna Banerjee) જણાવ્યું કે: “અમે દીદી (મમતા બેનર્જી) સામે ક્યારેય બગાવત ન કરી શકીએ, હું હંમેશા તેમનું સન્માન કરીશ. આપણને દીદીના ચહેરાના કારણે વોટ મળ્યા હતા. પરંતુ મને વોટ એટલા માટે પણ મળ્યા છે કે હું મારા વિસ્તારના લોકો માટે કામ કરી શકું.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, “મને લાગે છે કે જો કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોય તો વિકાસના કામો કરવા સરળ બને છે. છેલ્લા 15 વર્ષમાં આપણને આવું જોવા મળ્યું નથી. જ્યારે અમે દીદી સાથે હતા ત્યારે અમારે મનચાહતા કામો કરવામાં અનેક અવરોધોનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે મુખ્યમંત્રી (Chief Minister) શુભેન્દુ અધિકારીના (Suvendu Adhikari) નેતૃત્વમાં પશ્ચિમ બંગાળમાં (West Bengal) કેટલી ઝડપથી કામ થઈ રહ્યું છે તે આપણે જોઈ શકીએ છીએ.”

પશ્ચિમ બંગાળમાં (West Bengal) સત્તા પરથી હટ્યા બાદ ટીએમસી (TMC) માત્ર કાનૂની અને જનઆક્રોશનો જ સામનો નથી કરી રહી, પરંતુ પક્ષના સાંસદો અને નેતાઓ મોટા પાયે પક્ષ છોડી રહ્યા હોવાથી મમતા બેનર્જીનો (Mamata Banerjee) ગઢ સંપૂર્ણપણે ધરાશાયી થવાના આરે છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “TMC માં ભડકો, રાનીગંજ કોર્ટ બહાર હાઈવોલ્ટેજ ડ્રામા, પોલીસની હાજરીમાં યુવા નેતા પર ફેંકાયા ઈંડા, જુઓ વિડીઓ”
  1. […] દાખલ કરી છે. આ હાર સાથે જ બંગાળમાં (Bengal) ટીએમસીનું (TMC) 15 વર્ષ જૂનું શાસન પણ સમાપ્ત થઈ ગયું […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *