Al Aqsa Mosque
Spread the love

મિડલ ઈસ્ટ આઈ (MEE)ની એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) યરુશલેમ (Jerusalem) સ્થિત અલ-અક્સા મસ્જિદ (Al Aqsa Mosque) પરથી જોર્ડનની (Jorden) સંરક્ષક ભૂમિકા હટાવવાની યોજના પર કામ કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, નવી વ્યવસ્થામાં અલ-અક્સા મસ્જિદને (Al Aqsa Mosque) “મલ્ટી-ફેથ સેન્ટર” (Multi Faith Center) એટલે કે વિવિધ ધર્મોના સંયુક્ત ધાર્મિક સ્થળ તરીકે વિકસાવવાની યોજના હોઈ શકે છે, જેમાં યહૂદીઓને (Jew) પણ સમાન પ્રાર્થના અધિકાર મળી શકે છે. જોકે, અમેરિકાએ (America) આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે.

રિપોર્ટ મુજબ, અમેરિકાના (America) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) જમાઈ જેરેડ કુશ્નર (Jared Kushner) અને ઇઝરાયેલમાં (Israel) અમેરિકાના રાજદૂત માઈક હકાબી (Mike Huckabee) આ યોજના આગળ ધપાવી રહ્યા હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જોર્ડન (Jordan) સમર્થિત ઇસ્લામિક વકફની (Islamic Waqf) હાલની ભૂમિકા સમાપ્ત કરીને ઇઝરાયેલ (Israel) સરકારના સહકારથી નવી સંસ્થા બનાવવાની ચર્ચા ચાલી રહી છે.

આ નવી વ્યવસ્થામાં અલ-અક્સા મસ્જિદને (Al Aqsa Mosque) મુસ્લિમ (Muslim), ખ્રિસ્તી (Christian) અને યહૂદી (Jew) સમુદાય માટેના સંયુક્ત ધાર્મિક અને પ્રવાસન કેન્દ્ર (Multi Faith Center) તરીકે રજૂ કરવાની વાત કરવામાં આવી હોવાનું કહેવાય છે. સાથે જ, યહૂદીઓને (Jew) મોટા જૂથોમાં પ્રાર્થના કરવાની સત્તાવાર મંજૂરી આપવાનો પણ પ્રસ્તાવ હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

ઇઝરાયેલને વધુ અધિકારો મળવાની શક્યતા

રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયેલને (Israel) અલ-અક્સા મસ્જિદના (Al Aqsa Mosque) ઇમામ, ધાર્મિક ઉપદેશકો અને અન્ય ઉચ્ચ અધિકારીઓની નિમણૂકમાં પણ દખલ કરવાની સત્તા મળી શકે છે. અહીં સુધી કે શુક્રવારના ખુત્બા (ધાર્મિક પ્રવચન)ની સામગ્રી માટે પણ ઇઝરાયેલની (Israel) મંજૂરી જરૂરી બની શકે છે.

બે અમેરિકન અધિકારીઓના હવાલાથી રિપોર્ટમાં જણાવાયું છે કે અલ-અક્સા મસ્જિદના (Al Aqsa Mosque) ભવિષ્ય અંગે અમેરિકા (America) દ્વારા એક દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં મસ્જિદની મુસ્લિમ ઓળખને ઓછી કરીને તેને ત્રણેય ધર્મો માટેના સંયુક્ત સ્થળ તરીકે વિકસાવવાની ચર્ચા છે.

કોણ કરશે અલ-અક્સા મસ્જિદની (Al Aqsa Mosque) દેખરેખ?

એક પશ્ચિમી અધિકારી અને જોર્ડન (Jordan) સરકાર સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવમાં બહેરીન (Bahrain), ઈજિપ્ત (Egypt), મોરોક્કો (Morocco) અને યુનાઇટેડ અરબ અમીરાત (UAE) જેવા દેશોને ફરતી પદ્ધતિથી મસ્જિદ પર દેખરેખ સોંપવાની વાત પણ સામેલ છે. રિપોર્ટ મુજબ, આ દેશોને અમેરિકાની (America) યોજનાની માહિતી આપી દેવામાં આવી છે.

જોકે, સાઉદી અરેબિયાએ (Saudi Arabia) આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હોવાનું જણાવાયું છે. ખાડી દેશોના સૂત્રો અનુસાર, સાઉદી અરેબિયા (Saudi Arabia) માને છે કે જોર્ડનની (Jordan) સંરક્ષક ભૂમિકા ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જો આ ભૂમિકા નબળી પડશે તો સમગ્ર વિસ્તારમાં તણાવ વધી શકે છે.

વર્તમાન વ્યવસ્થા શું છે?

અલ-અક્સા મસ્જિદ (Al Aqsa Mosque) દાયકાઓથી માત્ર મુસ્લિમ ધાર્મિક સ્થળ છે. 1967ના યુદ્ધ પછી જોર્ડન (Jordan) અને ઇઝરાયેલ (Israel) વચ્ચે થયેલી સમજૂતી મુજબ, મસ્જિદના આંતરિક ધાર્મિક કાર્યો ઇસ્લામિક વકફ (Islamic Waqf) સંભાળે છે, જ્યારે બહારની સુરક્ષા ઇઝરાયેલના (Israel) હાથમાં છે.

ગેર-મુસ્લિમોને નિર્ધારિત સમય દરમિયાન પરિસરમાં પ્રવેશવાની મંજૂરી છે, પરંતુ તેમને પ્રાર્થના કરવાની પરવાનગી નથી. યહૂદીઓ (Jews) માટે આ સ્થળ “ટેમ્પલ માઉન્ટ” (Temple Mount) તરીકે ઓળખાય છે, જ્યાં પ્રાચીન સમયમાં બે યહૂદી મંદિરો હતાં એવી માન્યતા છે.

યરુશલેમમાં જોર્ડનની ભૂમિકા

જોર્ડનનો (Jordan) હાશમી શાહી પરિવાર 1924થી યરુશલેમના (Jerusalem) મુસ્લિમ (Muslim) અને ખ્રિસ્તી (Christian) ધાર્મિક સ્થળોના સંરક્ષક તરીકે ઓળખાય છે. 1994ની જોર્ડન-ઇઝરાયેલ શાંતિ સંધિમાં (Jordan-Israel Peace Treaty) પણ આ ભૂમિકાને સત્તાવાર માન્યતા આપવામાં આવી હતી.

જોકે, જોર્ડન (Jordan) અને ફિલિસ્તીની (Palestine) અધિકારીઓ લાંબા સમયથી આરોપ લગાવતા આવ્યા છે કે ઇઝરાયેલ (Israel) ધીમે ધીમે હાલની વ્યવસ્થાને નબળી બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઇઝરાયેલી પોલીસ દ્વારા અલ-અક્સા મસ્જિદ (Al Aqsa Mosque) પરિસરમાં દરોડા પાડવાના અને ફિલિસ્તીની (Palestine) ઉપાસકો પર નિયંત્રણ મૂકવાના આરોપો પણ વારંવાર લાગતા રહ્યા છે.

અમેરિકાએ દાવા નકારી કાઢ્યા

રિપોર્ટ પ્રકાશિત થયા બાદ એક અમેરિકન અધિકારીએ આ તમામ દાવાઓને નકારી કાઢ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ જોર્ડન પાસેથી અલ-અક્સા મસ્જીદની (Al Aqsa Mosque) સંરક્ષક ભૂમિકા છીનવવાની કોઈ યોજના પર કામ કરી રહ્યું નથી અને આ રિપોર્ટ સંપૂર્ણપણે ખોટી છે. સાથે જ તેમણે જણાવ્યું કે કથિત યોજનામાં ખ્રિસ્તી ધાર્મિક સ્થળો અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *