Donald Trump
Spread the love

ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) છેડેલા ટેરિફ વોર (Tariff War) વચ્ચે અમેરિકાને (America) ઝટકો આપતાં, ભારતે સ્વદેશી ફાઈટર જેટ એન્જિન (Fighter Jet Engine) બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. સંરક્ષણ પ્રધાન (Defense Minister) રાજનાથ સિંહે (Rajnath Singh) આ પ્રોજેક્ટની (Project) પુષ્ટિ કરી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારત હવે ફાઈટર જેટ એન્જિનના (Fighter Jet Engine) ઉત્પાદનની દિશામાં આત્મનિર્ભર (Atmanirbhar) બનવા જઈ રહ્યું છે. ફ્રાન્સ (France) સાથે મળીને, ભારત તેના સ્વદેશી પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઈટર જેટ (Stealth Fighter Jet) માટે એક નવું શક્તિશાળી જેટ એન્જિન (Jet Engine) વિકસાવશે, જે બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારતે આપ્યો ડોનાલ્ડ ટ્રમ્પને (Donald Trump) ઝટકો

ભારત અને ફ્રાન્સની (France) પ્રખ્યાત કંપની સફ્રાન (Safran) સંયુક્ત રીતે 120 KNનું શક્તિશાળી એન્જિન બનાવશે, જે ભારતીય વાયુસેનાને (Indian Air Force) હાઈપર પાવર પ્રદાન કરશે. ભારતનું આ પગલું અમેરિકા (America) માટે મોટો ફટકો હતો કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વહીવટીતંત્ર આ પ્રોજેક્ટ અંગે આશાવાદી હતું. અમેરિકાએ (America) વિચાર્યું હતું કે ભારત આ પ્રોજેક્ટ માટે GE 414 એન્જિન ખરીદશે, પરંતુ ભારતે સફ્રાન (Safran) સાથેના સોદાને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ફ્રાન્સ 100% ટેકનોલોજી ભારતને ટ્રાન્સફર કરશે

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ટૂંક સમયમાં આ પ્રોજેક્ટને મંજૂરી માટે સુરક્ષા પરની કેબિનેટ સમિતિને (Cabinet Committee) મોકલશે. આ પ્રોજેક્ટમાં ફ્રાન્સની (France) મોટી કંપની સફ્રાન (Safran) 100% ટેકનોલોજી ભારતમાં ટ્રાન્સફર કરશે જેથી નવા 120 કિલોન્યુટન એન્જિનને ભારતમાં જ વિકસાવવામાં, ડિઝાઈન, પરીક્ષણ, પ્રમાણિત અને ઉત્પાદન કરવામાં આવશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના (TOI) અહેવાલ મુજબ, એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ડીઆરડીઓએ (DRDO) સફ્રાનના (Safran) પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જે ભારતમાં પહેલાથી જ વિવિધ પ્રકારના હેલિકોપ્ટર એન્જિનનું (Helicopter Engine) ઉત્પાદન કરે છે. પાંચમી પેઢીના ફાઈટર એરક્રાફ્ટ (AMCA) માટે તે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ પ્રોજેક્ટનો ખર્ચ લગભગ $7 બિલિયન અંદાજવામાં આવ્યો છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કરી ડિલની પુષ્ટિ

શુક્રવારે (22 ઓગસ્ટ, 2025) ધ ઈકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમમાં (World Leaders Forum) બોલતા સંરક્ષણ પ્રધાન (Defense Minister) રાજનાથ સિંહે (Rajnath Singh) આ પ્રોજેક્ટની પુષ્ટિ કરી. તેમણે કહ્યું, ‘આપણે આપણા પાંચમી પેઢીના ફાઈટર જેટ (Fighter Jet) બનાવવા તરફ પગલાં ભર્યા છે. આપણે ભારતમાં જ જેટ એન્જિન (Jet Engine) બનાવવા તરફ પણ આગળ વધ્યા છીએ. આપણે ફ્રેન્ચ કંપની સફ્રાન (Safran) સાથે મળીને ભારતમાં એન્જિન ઉત્પાદન કાર્ય આરંભ કરવા જઈ રહ્યા છીએ.’

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમેરિકન કંપનીને લાગ્યો મોટો ઝટકો

યુકેની રોલ્સ રોયસ (Rolls Royce) અને અમેરિકાની GE જેવી મોટી કંપનીઓ પણ આ પ્રોજેક્ટ માટે સ્પર્ધા કરી રહી હતી. ફ્રાન્સ સાથે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો સ્પષ્ટ અર્થ એ છે કે શરૂઆતના AMCA યુનિટ્સ GE-414 એન્જિન સાથે ઉડાન ભરશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “ભારતે ડોનાલ્ડ ટ્રમ્પને (Donald Trump) આપ્યો મોટો ઝટકો, AMCA ફાઈટર જેટ માટે અમેરિકા પાસેથી એન્જિન નહીં ખરીદે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *