Mumbai
Spread the love

સંજય નિરુપમે મુંબઈમાં ‘હાઉસિંગ જેહાદ’નો આરોપ લગાવ્યો છે. શિવસેના (શિંદે જૂથ)ના નેતાએ દાવો કર્યો છે કે મુસ્લિમ બિલ્ડરો દ્વારા મુંબઈ (Mumbai) ના હિંદુ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં બદલવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. તેમણે આ મામલે તપાસની માંગ કરી છે.

શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના વરિષ્ઠ નેતા સંજય નિરુપમે મુંબઈ (Mumbai) શહેરમાં ‘હાઉસિંગ જેહાદ’ અંગે મોટો દાવો કરતા મુંબઈ (Mumbai) ના રાજકારણમાં નવો વિવાદ ઊભો થયો છે. તેમનું કહેવું છે કે મુંબઈ (Mumbai) ના ઘણા વિસ્તારોમાં મુસ્લિમ બિલ્ડરો સુનિયોજિત વ્યૂહરચના મુજબ મિલકતો ખરીદી રહ્યા છે અને ત્યાં માત્ર મુસ્લિમ સમુદાયના લોકોને જ મકાનો ઉપલબ્ધ કરાવી રહ્યા છે. શહેરની ડેમોગ્રાફીમાં પરિવર્તન લાવવા માટે મુસ્લિમ બિલ્ડરો દ્વારા હિંદુ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોને મુસ્લિમ પ્રભુત્વવાળા બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સંજય નિરુપમે આરોપ લગાવ્યો કે આ બધું સ્લમ રિહેબિલિટેશન સ્કીમ (SRA)ના નામે કરવામાં આવી રહ્યું છે અને મહારાષ્ટ્રના હાઉસિંગ મિનિસ્ટર એકનાથ શિંદેને પણ પત્ર લખીને આ મામલે તપાસની માંગ કરી છે.

મુંબઈ (Mumbai) માંથી હિન્દુઓને પલાયન કરવાની નોબત આવી શકે

નિરુપમે કહ્યું કે કેટલાક બિલ્ડરો નિયમોનું ઉલ્લંઘન કરીને માત્ર મુસ્લિમ પરિવારોને જ મકાનો ફાળવી રહ્યા છે. તેમણે કહ્યું કે મોટા પાયે હિંદુ સોસાયટીઓ ઉપર કબ્જો કરવાનુ અને મુસ્લિમોને વસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેને “હાઉસિંગ જેહાદ” તરીકે ગણાવતા, તેમણે કહ્યું કે ધીરે ધીરે આ જ પેટર્ન આખા મુંબઈમાં જોવા મળી રહી છે, જેના કારણે હિન્દુઓને શહેર છોડીને પલાયન કરવાની ફરજ પડી શકે છે.

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા સંજય નિરુપમ કોંગ્રેસ છોડીને એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા હતા. અગાઉ 16 ફેબ્રુઆરીના રોજ, તેમણે પોસ્ટ કર્યું હતું કે, ‘પઠાણવાડીના લોકોએ શિવસેના યુબીટી (Shivsena UBT) (ઉદ્ધવ ઠાકરે જૂથ) ના ઉમેદવારને સામૂહિક મતદાન કર્યું હતું. હું જીતતા-જીતતા મુસ્લિમોના એક તરફી મતદાનને કારણે હારી ગયો. આજે જ્યારે સમસ્યા ગંભીર બની રહી છે ત્યારે ત્યાંના લોકો તેમના ધારાસભ્યને નહીં પણ મને ટેગ કરી રહ્યા છે. એનાથી એ સાબિત નથી થતું કે પઠાણવાડીના ધારાસભ્ય નિષ્ક્રિય છે?

સંજય નિરુપમના આ તાજેતરના નિવેદન પર રાજ્ય સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં નથી આવી, પરંતુ આ નિવેદને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે કોઈ તપાસ થશે કે પછી આ વિવાદ માત્ર રાજકીય નિવેદનબાજી પૂરતો જ સીમિત રહેશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

2 thoughts on “‘હાઉસિંગ જેહાદ’, ‘હિંદુઓને મુંબઈ (Mumbai) છોડવું પડી શકે છે…’ સંજય નિરુપમે મુસ્લિમ બિલ્ડરો પર લગાવ્યા ગંભીર આરોપ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *