Nokiaની PureBook સીરીઝનું આ પ્રથમ લેપટોપ, Nokia PureBook X14 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે. ફ્લિપકાર્ટ પર લેપટોપ માટે રચાયેલ માઇક્રોસાઇટ પર આ માહિતી આપવામાં આવી છે.

- માઇક્રોસાઈટ આગામી લોન્ચ થનાર લેપટોપ માટે બનાવવામાં આવી છે.
- તેમાં Dolby Atoms અને Dolby Vision નો પણ સપોર્ટ મળશે.
- તેમાં Intel Core i5 પ્રોસેસર હશે.
Nokiaની PureBook સીરીઝનું આ પ્રથમ લેપટોપ, Nokia PureBook X14 ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે. ફ્લિપકાર્ટ પર લેપટોપ માટે રચાયેલ માઇક્રોસાઇટ પર આ માહિતી આપવામાં આવી છે. નવા Nokia લેપટોપનું ટીઝર ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તેનાં ફોટોગ્રાફ્સ અને કેટલીક સ્પેસિફિકેશન્સ સાથે બહાર પાડવામાં આવ્યું છે.
આ માઇક્રોસાઇટને રિલિઝ કરતા પહેલા જ ફ્લિપકાર્ટે જાણ કરી હતી કે Nokia PureBook સિરીઝની લોન્ચીંગ ભારતમાં કરવામાં આવશે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ની સૂચિમાંથી પણ અહેવાલ છે કે દેશમાં કેટલાક Nokia લેપટોપ લોન્ચ થવા જઈ રહ્યા છે.
ફ્લિપકાર્ટ પર રીલીઝ થયેલ અપડેટ કરેલા માઇક્રોસાઇટ પર Nokia PureBook X14 ની ઇમેજ છે. તે ઇમેજ પરથી જાણવા મળી રહ્યું છે કે તેને બ્લેક કલરનાં ઓપ્શનમાં રજૂ કરવામાં આવશે. આ ઇમેજથી તે પણ જાણવા મળે છે કે આ નોટબુકમાં ફુલ સાઈઝ chikletstyle કીબોર્ડ અને મલ્ટિ-ટચની સાથે એક મોટું ટચપેડ હશે.
સ્પેસિફિકેશન્સ
Nokia PureBook X14 ના સ્પેસિફિકેશન્સ વિશે વાત કરતાં, તે માઇક્રોસાઇટમાં દેખાય છે કે Intel Core i5 પ્રોસેસર Nokia PureBook X14 ના ઓછામાં ઓછા એક વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. ઉપરાંત, Dolby Atoms અને Dolby Vision નો સપોર્ટ પણ મળશે. નોકિયા લેપટોપમાં USB 3.0 અને HDMI પણ દેખાઈ રહ્યાં છે.
હાલમાં Flipkart એ Nokia PureBook X14 ની ઉપલબ્ધતા સંબંધિત માહિતી આપી નથી. જોકે, Coming soon ટેગ માઇક્રોસાઇટમાં ઇન્સ્ટોલ કરેલું છે તેથી સ્પષ્ટ છે કે ટૂંક સમયમાં આ લેપટોપ દેશમાં લોન્ચ થશે.