સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટા (Meta) અને સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (UNICEF) વચ્ચેના કથિત આર્થિક સંબંધોને લઈને બાળકોના અધિકારો (Children Rights) અને ઓનલાઈન સુરક્ષા (Online Security) સાથે જોડાયેલા મામલાઓમાં સવાલો ઊભા થયા છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) ના સભ્ય પ્રિયંક કાનૂનગોએ (Priyank Kanoongo) આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને (Ministry of Women and Child Development) પત્ર મોકલ્યો છે. આયોગે મંત્રાલયને આ મામલાની તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ગુરુવારે મોકલવામાં આવેલા પત્રમાં પ્રિયંક કાનૂનગોએ (Priyank Kanoongo) લિગલ રાઈટ્સ ઑબ્ઝર્વેટરી (Legal Rights Observatory) તરફથી મળેલી ફરિયાદનો હવાલો આપતા કહ્યું છે કે યુનિસેફ (UNICEF) ના વર્ષ 2024 અને 2025 ના વાર્ષિક અહેવાલમાં મેટા પ્લેટફોર્મ્સ ઈન્ક. નું (Meta Platforms Inc.) નામ કોર્પોરેટ સહયોગીઓ તરીકે નોંધાયેલું છે. ફરિયાદમાં મેટા (Meta) તરફથી યુનિસેફને (UNICEF) આપવામાં આવેલા આર્થિક યોગદાન અને તેના ઉપયોગના હેતુની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

એનએચઆરસીએ મેટા (Meta) અને યુનિસેફ ઉપર લગાવ્યા ગંભીર આરોપ
પત્રમાં કહેવામાં આવ્યું છે કે મેટા (Meta) ની માલિકીના પ્લેટફોર્મ પર બાળકોના જાતીય શોષણ સાથે જોડાયેલી સામગ્રી (CSAM) ના પ્રસાર અને તેનાથી થતી કથિત કમાણીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ પ્રકારના મામલાઓની વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ તપાસ પણ કરી રહી છે. આવા સંજોગોમાં સવાલ એ ઊઠે છે કે બાળકોની સુરક્ષા (Child Security) સાથે જોડાયેલા સંસ્થાકીય કાર્યક્રમોમાં મેટા (Meta) ની ભાગીદારી અને આર્થિક સહયોગની શું ભૂમિકા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બાળકોના શોષણ સાથે જોડાયેલા ગંભીર આરોપો
લિગલ રાઈટ્સ ઑબ્ઝર્વેટરીના (Legal Rights Observatory) સંયોજક વિનય જોશીએ એનએચઆરસી (NHRC) ને આપેલી ફરિયાદમાં આશંકા વ્યક્ત કરી છે કે મેટાની આર્થિક મદદનો ઉપયોગ બાળ અધિકારો સાથે જોડાયેલા જાગૃતિ કાર્યક્રમો, સંસ્થાકીય બેઠકો અને ડિજિટલ સુરક્ષા (Digital Security) સંબંધિત પહેલોમાં થઈ શકે છે. આનાથી એવા પ્લેટફોર્મને સંસ્થાકીય વિશ્વસનીયતા મળવાનું જોખમ છે, જેના પર ખુદ બાળકોના શોષણ સાથે જોડાયેલા ગંભીર આક્ષેપો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈ એવી કંપનીને બાળકોની સુરક્ષા સાથે જોડાયેલા નિયમો, નીતિઓ અને જવાબદારીનું માળખું તૈયાર કરનારી પહેલોમાં ભૂમિકા ન મળવી જોઈએ, જેના પોતાના પ્લેટફોર્મની પ્રવૃત્તિઓ તપાસના દાયરામાં હોય. આનાથી તપાસ અને નિયમનકારી પ્રક્રિયાઓની સ્વતંત્રતા પ્રભાવિત થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

યુનિસેફ અને મેટા (Meta) વચ્ચે આર્થિક સહયોગ
રાષ્ટ્રીય માનાધિકાર આયોગે (NHRC) આ પત્ર કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ અનિલ મલિકને મોકલીને મામલા અંગે માહિતી મેળવવા અને જરૂરી પગલાં ભરવા જણાવ્યું છે. આની નકલ ગૃહ મંત્રાલય (Home Ministry), ભારતીય સાયબર અપરાધ સંકલન કેન્દ્ર (Indian Cyber Crime Coordination Centre) (I4C), ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) તથા વિદેશ મંત્રાલયના (MEA) સચિવોને પણ મોકલવામાં આવી છે. જો કે, પત્રમાં યુનિસેફ (UNICEF) અને મેટા (Meta) વચ્ચેના આર્થિક સહયોગને લઈને ઉઠાવવામાં આવેલી આશંકાઓની તપાસની જરૂરિયાત જણાવવામાં આવી છે. તેમાં કોઈ અનિયમિતતા કે આરોપની પુષ્ટિ કરવામાં આવી નથી.
VIDEO | On an issue involving Meta and UNICEF, NHRC member Priyank Kanoongo (@KanoongoPriyank) says, "Legal Rights Observatory group informed, they said, on different Meta platforms, child sexual abuse and exploitative materials were being sold as ads, different agencies of GoI are investigating, we have also found about 100 such instances. The activist group told, when the investigation is happening, the UNICEF is approaching Indian agencies, and offering their help, saying UNICEF is an expert organisation in dealing with child sexual abuse material and that its assistance should be sought. However, the activist group informed us that this position is contradictory. The major concern at present is that Meta has given millions of dollars to UNICEF and continues to fund it. Therefore, there is a concern that this organisation, which is supposed to work on the issue of child sexual exploitation material while receiving funding from Meta, might end up serving Meta’s interests. The activist group has expressed apprehension that this organisation could potentially work in favour of Meta’s interests. That is why we have brought this matter to the attention of the relevant ministries and departments of the Government of India, including the Ministry of Women and Child Development, the Ministry of External Affairs, the Ministry of Home Affairs, and the I4C. We have informed them that while they are conducting their investigation and taking action, they should keep this apprehension in mind—that the allegations of vested interests being served through financial funding should not turn out to be true, and that Meta should not be allowed to use UNICEF as a shield to evade accountability." #Meta #UNICEF #NHRC
— Press Trust of India (@PTI_News) November 12, 2026

