CJP
Spread the love

કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રતિનિધિઓએ સરકાર સાથે ત્રીજા તબક્કાની વાટાઘાટો બાદ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને પાછું ખેંચવાની જાહેરાત કરી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કૉકરોચ જનતા પાર્ટી (CJP) અને કેન્દ્રની નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારના પ્રતિનિધિમંડળે શિક્ષણ મંત્રી (Education Minister) ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા (Dharmednra Pradhan Resign) બાદ શનિવારે વાતચીતનો વધુ એક તબક્કો યોજ્યો. આ દરમિયાન, સરકારે સીજેપી (CJP) પ્રતિનિધિઓની માંગણીઓનો સ્વીકાર કરી લીધો. આ પછી, સીજેપી (CJP) અને સરકારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને (Joint Press Conference) સંબોધિત કરી, જ્યાં સીજેપીના (CJP) પ્રતિનિધિ આશુતોષ રાંકા (Ashutosh Ranka) અને સૌરવ દાસે (Saurav Das) આંદોલનને (Protest) પાછું ખેંચવાની જાહેરાત કરી અને પ્રદર્શનકારીઓને અપીલ કરી કે શાંતિપૂર્ણ રીતે પોતાના ઘરે પાછા ફરી જાય.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વિદ્યાર્થીઓ પર નોંધાયેલી FIR થશે રદ

જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં (Joint Press Conference) સીજેપીના (CJP) પ્રતિનિધિએ કહ્યું કે સરકારે પ્રદર્શનકારીઓ પર નોંધાયેલી એફઆઈઆર (FIR) પાછી ખેંચવાની વાત માની લીધી છે. 15 થી 20 એફઆઈઆર (FIR) નોંધાયેલી છે, તેને પાછી ખેંચવામાં આવશે, તેની યાદી સરકાર અમને આપશે. તેમણે કહ્યું કે ભાજપ (BJP) શાસિત રાજ્યો અને તેમના સહયોગી પક્ષોની સરકારવાળા રાજ્યોમાં આંદોલનથી જોડાયેલી નોંધાયેલી તમામ એફઆઈઆર (FIR) પાછી ખેંચવા પર સરકાર સહમત થઈ ગઈ છે. તેમણે કહ્યું કે જ્યાં-જ્યાં એફઆઈઆર (FIR) નોંધાઈ છે, તેની નકલો પણ તેમને પૂરી પાડવામાં આવશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સીજેપી (CJP) પ્રવક્તા સૌરવ દાસે (Saurav Das) નવી દિલ્હી (New Delhi) સ્થિત કોન્સ્ટિટ્યુશન ક્લબમાં (Constitution Club) કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ કહ્યું, “અમે તમામ પ્રદર્શનકારીઓને પોતપોતાના ઘરે પાછા ફરવા આગ્રહ કરીએ છીએ, કારણ કે સરકારે અમારી માંગણીઓ માની લીધી છે.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં શું બોલ્યા આશુતોષ રાંકા

આશુતોષ રાંકાએ (Ashutosh Ranka) જણાવ્યું કે અમે સરકારી પ્રતિનિધિમંડળ સાથે ત્રણ તબક્કાની વાટાઘાટો કરી. જંતર-મંતર (Jantar Mantar) પર ચાલી રહેલા અમારા વિરોધ પ્રદર્શનની (Protest) ત્રણ મુખ્ય માંગણીઓ હતી- ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું (Dharmendra PRadhan REsign), પ્રદર્શનકારીઓ અને આયોજકો વિરુદ્ધ ફાઇલ કરવામાં આવેલા તમામ લીગલ કેસ (Legal Cases) અને એફઆઈઆર (FIR) પાછા ખેંચવામાં આવે અને ભવિષ્યમાં પણ તેમના પર કોઈ કેસ ફાઇલ કરવામાં ન આવે. અમારી ત્રીજી ડિમાન્ડ હતી કે નીટ પેપર લીકના (NEET Paper Leak) લીધે જે પરિવારોએ સ્વજનોને ગુમાવ્યા છે, તેમને એક કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે. હમણાં થોડા સમય પહેલા જ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું (Dharmendra Pradhan Resign) આપ્યું છે. આનો અર્થ એ છે કે પહેલી ડિમાન્ડ માની લેવામાં આવી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘CJP સાથે લાંબી વાટાઘાટો થઈ’

કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ (J P Nadda) કહ્યું, ”આજે અમારી લાંબી વાતચીત થઈ. તેઓ એક લેખિત મુસદ્દો (Written Draft) લાવ્યા હતા જેમાં તેમણે આંદોલનમાં ચાલી રહેલા કેસ વિશે ચાર પોઇન્ટ્સ મૂક્યા હતા. આ સાથે જ, અમે બાકીની બે માંગણીઓ પર પણ વાત કરી: કોઈ બદલાની કાર્યવાહી કરવામાં ન આવે, વળતર આપવામાં આવે, અને તેમના પાંચ પોઇન્ટવાળા ચાર્ટર પર વિચાર કરવામાં આવે. અમે તેમને એફઆઈઆરની કોપી આપીશું, અને કોઈ કાર્યવાહી નહીં થાય. બીજી વાત જે કહેવામાં આવી છે, તે વળતર વિશે છે. આના પર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે અમને પણ સહાનુભૂતિ છે. અમે બધાએ કહ્યું છે કે નિયમ અને કાયદા મુજબ વધુમાં વધુ જે પણ થઈ શકશે તે વળતર આપવામાં આવશે.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

યાદ રહે કે વડાપ્રધાન મોદીના (PM Modi) કાર્યકાળમાં પ્રધાન જાહેર વિવાદ બાદ રાજીનામું આપનારા બીજા કેન્દ્રીય મંત્રી છે. તેમના પહેલાં એમ.જે. અકબરે 2018 માં વિદેશ રાજ્ય મંત્રીના પદ પરથી એ સમયે રાજીનામું આપી દીધું હતું, જ્યારે મીટૂ (#MeToo) આંદોલન દરમિયાન તેમના પર જાતીય સતામણીના આક્ષેપો લાગ્યા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *