દેશમાં OBC એટલે કે અન્ય પછાત વર્ગો માટે કલ્યાણ, વિકાસ અને સશક્તિકરણ માટે એક સમર્પિત અને અલગ મંત્રાલયની સ્થાપના કરવાની માગ ગુજરાતમાંથી ઊઠી છે. ઓબીસી સમાજના આગેવાન (OBC Leader) ગણાતા વરિષ્ઠ નેતા હરિભાઈ ચૌધરીએ (Haribhai Chaudhary) પ્રધાનમંત્રી (Prime Minister) નરેન્દ્ર મોદીને (Narendra Modi) પત્ર લખીને કેન્દ્રમાં અલગ ઓબીસી મંત્રાલય (OBC Ministry) રચવાની માંગણી કરી છે.

ઓબીસી (OBC) સમાજ માટે અલગ મંત્રાલયની માગ
હરિભાઈ ચૌધરીએ (Haribhai Chaudhary) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) પત્ર લખીને રજૂઆત કરતા લખ્યું છે કે, વર્તમાનમાં ઓબીસી વર્ગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક કાર્યરત છે. જોકે, 146થી વધુ ઓબીસી જ્ઞાતિઓનો સમાવેશ થતો હોવા છતાં તેમને વસ્તીના પ્રમાણમાં યોગ્ય બજેટ ફાળવવામાં આવતું નથી. SC અને ST સમુદાયો માટે અલગ વિભાગો અને મંત્રાલયો હોવાથી તેમનો વિકાસ વધુ કેન્દ્રિત રીતે થાય છે, જ્યારે ઓબીસી વર્ગ માટે આવી કોઈ અલગ વ્યવસ્થા નથી.

હરિભાઈ ચૌધરીએ (Haribhai Chaudhary) પોતાના પત્રમાં જણાવ્યું છે કે દેશમાં ઓબીસી (OBC) સમાજની વસ્તી 50 ટકા કરતાં વધુ છે, છતાં સમાજને વસ્તીના પ્રમાણમાં પૂરતું પ્રતિનિધિત્વ અને બજેટ મળતું નથી. તેમણે સહકાર મંત્રાલયની (Co-Operative Ministry) જેમ ઓબીસી મંત્રાલય રચવાની માગ કરી છે.તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરી (Caste Census) કરવાની પણ માંગણી કરી છે, જેથી ઓબીસી સમાજની વાસ્તવિક સામાજિક અને આર્થિક સ્થિતિ અંગે ચોક્કસ માહિતી મળી શકે. હરિભાઈ ચૌધરીના (Haribhai Chaudhary) મતે હાલનો સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ ઓબીસી સમાજ પર પૂરતું ધ્યાન આપી શકતો નથી.

હરિભાઈ ચૌધરીએ (Haribhai Chaudhary) વધુમાં જણાવ્યું કે, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ઓબીસી સમાજ માટે ચોક્કસ યોજનાઓ અને નીતિ નિર્ધારણ માટે અલગ મંત્રાલય જરૂરી બની ગયું છે. તેમણે આ મુદ્દે ગુજરાત સરકારના (Government Of Gujarat) વિવિધ વિભાગોને પણ પત્ર લખ્યો હોવાનું જણાવ્યું છે. ઓબીસી મંત્રાલયની (OBC Ministry) માગને રાજકીય અને સામાજિક સ્તરે મળતું સમર્થન હવે આગામી સમયમાં વધુ ચર્ચાનો વિષય બની શકે છે.

હરિભાઈ ચૌધરીની (Haribhai Chaudhary) આ માંગને કોંગ્રેસ (Congress) તરફથી પણ સમર્થન મળ્યું છે. કોંગ્રેસના (Congress) નેતા ઋત્વિક મકવાણાએ (Rutvik Makwana) જણાવ્યું કે ઓબીસી સમાજ માટે અલગ મંત્રાલય સમયની જરૂરિયાત બની ગયું છે. ઋત્વિક મકવાણાએ (Rutvikbhai Makwana) કહ્યું કે ઓબીસી (OBC) સમાજનો માત્ર વોટ બેંક (Vote Bank) તરીકે ઉપયોગ કરવો યોગ્ય નથી. સમાજના પ્રશ્નો, હક્કો અને વિકાસ માટે ચોક્કસ નીતિઓ બનાવવી જરૂરી છે અને તે માટે અલગ મંત્રાલયની રચના થવી જોઈએ.
ગાંધીનગરમાં રાજકીય આગેવાન હરીભાઈ ચૌધરીએ મોટી માંગ કરી.
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) May 23, 2026
ગુજરાતમાં OBC માટે અલગ મંત્રાલય બનાવવામાં આવે.
OBC સમાજના બંધારણીય દરજ્જા બાદ અલગ મંત્રાલય જરૂરી.#Gandhinagar | #OBC | #Ministry | #Demand | #Government
Reporter : @VoraMalhar
Anchor : @ZVachheta pic.twitter.com/qxVftNFmmq
હરિભાઈ ચૌધરી (Haribhai Chaudhary) દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો મુખ્ય હેતુ સામાજિક ન્યાય (Social Justice), સમાનતા (Equality) અને સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. તેમના દ્વારા સરકાર દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે જો અલગ મંત્રાલયની રચના કરવામાં આવે તો ઓબીસી સમુદાયના ઉત્થાન માટે વધુ ચોકસાઈપૂર્વક અને કેન્દ્રિત વિકાસ યોજનાઓ અમલમાં મૂકી શકાશે. ઉલ્લેખનીય છે કે, હરિભાઈ ચૌધરી (Haribhai Chaudhary) અગાઉ GPSC પરીક્ષામાં ઓબીસી સમુદાયને થતાં અન્યાય અંગે પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે. હવે ઓબીસી સમુદાયના માટે અલગ મંત્રાલય માટે રજૂઆત PM મોદીને (PM Modi) કરી છે.
