26/11 મુંબઈ હુમલાના આતંકી કેસમાં (Mumbai Terror Attack) હાફિઝ સઈદ, ઝકી-ઉર-રહેમાન લખવી સહિત છ પાકિસ્તાની આરોપીઓ વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા કાર્યવાહીની તૈયારી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
મુંબઈ પોલીસે (MumbaI PoliceP) લશ્કર-એ-તૈયબા (LeT) ના સ્થાપક હાફિઝ સઈદ (Hafiz Saeed) અને ઝકી-ઉર-રહેમાન લખવી (Zakiur Rehman Lakhvi) સહિત છ ફરાર આરોપીઓ વિરુદ્ધ ઇન્ટરપોલ (Interpol) મારફતે કોર્ટના જાહેરનામાનો આદેશ (Proclamation Order) પહોંચાડવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો (MHA) સંપર્ક કર્યો છે. આનાથી 26/11 ના મુંબઈ આતંકી હુમલામાં (Mumbai Terror Attack) તેમની ભૂમિકા બદલ તેમની ગેરહાજરીમાં તેમના પર કેસ ચલાવવાનો (Trail) માર્ગ મોકળો થઈ ગયો છે. પોલીસ વતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (Special Public Prosecutor) ઉજ્જવલ નિકમે (Ujjwal Nikam) શુક્રવારે ફરાર આરોપીઓ વિરુદ્ધ આ વર્ષે જુલાઈમાં જારી કરાયેલા પ્રોક્લેમેશન ઓર્ડર (Proclamation Order) પર એક વચગાળાનો અહેવાલ રજૂ કર્યો, જેથી તેમની ગેરહાજરીમાં મુકદ્દમો ચલાવવાની પ્રક્રિયા શરૂ કરી શકાય.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઉજ્જવલ નિકમે (Ujjwal Nikam) મુંબઈ આતંકી હુમલાના (Mumbai Terror Attack) કેસોની સુનાવણી કરી રહેલી સ્પેશિયલ કોર્ટને જણાવ્યું, “અમે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ (MHA) ને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ પાકિસ્તાનમાં (Pakistan) રહેતા આરોપીઓ વિરુદ્ધ ઇન્ટરપોલ (Interpol) દ્વારા પ્રોક્લેમેશન ઓર્ડર (Proclamation Order) પહોંચાડવા માટે જરૂરી પગલાં ભરે.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
તેમણે કહ્યું, “3 ઓગસ્ટે, MHA એ અમારી વિનંતી સ્વીકારી લીધી હતી અને તેનું સ્ટેટસ ફાઈલ કરવા માટે સમય માંગ્યો હતો.” ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023 ની કલમ 356 મુજબ, તે ઘોષિત ગુનેગારો માટે ગેરહાજરીમાં સંપૂર્ણ ક્રિમિનલ ટ્રાયલ ચલાવવી જરૂરી છે, જેઓ ટ્રાયલથી બચવા માટે ફરાર થઈ ગયા છે અને જેમની તાત્કાલિક ધરપકડની કોઈ શક્યતા નથી.

આરોપીઓની ગેરહાજરીમાં ચાલી રહી છે ટ્રાયલ
પહેલી વાર, કોઈ મોટા આંતરરાષ્ટ્રીય આતંકવાદ કેસમાં (International Terrorism Case) આરોપીઓની ગેરહાજરીમાં ટ્રાયલ ચાલી રહી છે. નવા BNSS એક્ટના નિયમો અનુસાર, અમે 6 પાકિસ્તાની આતંકવાદીઓના (Pakistani Terrorists) કોર્ટમાં હાજર થવાના 90 દિવસની અંદર તેમની સામે પુરાવા રજૂ કરીશું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કોર્ટ પાસે આ ભાગેડુ આરોપીઓનો બચાવ કરવાની પૂરી તક હશે અને અપીલમાં પુરાવા નોંધ્યા પછી કોર્ટ તેમની સામે ચુકાદો સંભળાવી શકે છે. જો આરોપી ત્રણ વર્ષની અંદર હાજર નહીં થાય, તો આ નિર્ણય આખરી ગણાશે.

નિકમે જણાવ્યું કે અજમલ કસાબ (Ajmal Kasab) અને તેના નવ મૃત સાથીઓ દ્વારા મુંબઈ પર થયેલા આતંકી હુમલાનો (Mumbai Terror Attack) ઉદ્દેશ્ય ભારત સામે પૂર્વયોજિત હતો. અમે કોર્ટમાં (Court) આક્ષેપ કર્યો હતો કે આ એક યુદ્ધ હતું. અને સુપ્રીમ કોર્ટે (Supreme Court) પણ સ્વીકાર્યું છે કે આ આરોપ સાબિત થઈ ગયો છે. કોર્ટે ડેવિડ હેડલીની (David Headley) જુબાની લઈને છ પાકિસ્તાની આતંકવાદીઓ (Pakistani Terrorists) વિરુદ્ધ મજબૂત પુરાવા આપ્યા છે, પરંતુ પાકિસ્તાને (Pakistan) આ તમામ છ આતંકવાદીઓને પોતાના બાળકોની જેમ સાચવીને બચાવ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
તેમણે ઉમેર્યું કે કોર્ટના ચુકાદા પછી, ભારત સરકાર મારફતે પાકિસ્તાન (Pakistan) પર આંતરરાષ્ટ્રીય દબાણ લાવી શકાય છે. મારું માનવું છે કે ભારતની સ્વતંત્ર ન્યાયતંત્ર (Juridiction) આ બાબતે ચુકાદો આપશે તે પછી ભારતને ઘણો મોટો ફાયદો થશે.
6 ભાગેડુઓ સામે ભારતનો મોટો દાવ
26/11 મુંબઈ આતંકી હુમલાના (Mumbai Terror Attack) કેસમાં ટ્રાયલ ચલાવી રહેલી કોર્ટે સઈદ, લખવી અને અન્ય ફરાર આરોપીઓ સાજિદ મીર (Sajid Mir), અબુ અલકામા (Abu Alkama), આસિમ ઉર્ફે અબુ કહાફા (Abu Kahafa) અને મેજર અબ્દુર રહેમાન પાશા (Major Abdul Raheman Pasha)—તમામ પાકિસ્તાની નાગરિકો (Pakistani Citizen) વિરુદ્ધ પ્રોક્લેમેશન ઓર્ડર (Proclamation Order) જારી કર્યા હતા. હુમલામાં આ લોકોની ભૂમિકાનો ઉલ્લેખ આતંકવાદી અજમલ કસાબ (Ajmal Kasab) અને આરોપીમાંથી સરકારી સાક્ષી બનેલા ડેવિડ હેડલીએ (David Headley) કર્યો હતો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અજમલ કસાબ (Ajmal Kasab) મુંબઈ આતંકી હુમલાનો (Mumbai Terror Attack) એકમાત્ર જીવતો પકડાયેલો પાકિસ્તાની આતંકવાદી હતો જેને નવેમ્બર 2008 માં 26/11 ના મુંબઈ આતંકી હુમલા (Mumbai Terror Attack) દરમિયાન જીવતો પકડવામાં આવ્યો હતો. મોટા પાયે હત્યા અને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાના આરોપમાં દોષિત ઠર્યા બાદ, તેને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી અને 21 નવેમ્બર, 2012 ના રોજ પુણેની (Pune) યરવડા સેન્ટ્રલ જેલમાં (Yerwada Central Jail) ફાંસી આપી દેવામાં આવી હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
2008 ના મુંબઈ આતંકી હુમલામાં (Mumbai Terror Attack) છ અમેરિકનો (Americans) સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં 10 પાકિસ્તાની આતંકવાદીઓએ (Pakistani Terrorists) 60 કલાકથી વધુ સમય સુધી ઘેરાબંધી કરી હતી અને મુંબઈના (Mumbai) પ્રખ્યાત તથા મહત્વના સ્થળો પર નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો.
Mumbai, Maharashtra: Special Public Prosecutor Ujjwal Nikam says, "The Government of India has introduced a new law, the Bharatiya Nagarik Suraksha Sanhita. Under Section 356, we had filed an application in court seeking permission to conduct an in absentia trial against the six… pic.twitter.com/B2sYwsLqx2
— IANS (@ians_india) August 21, 2026

