Trail of Tears
Spread the love

‘ટ્રેલ ઓફ ટીયર્સ’ ને (Trail of Tears) આ વૈશ્વિક માનવ ઈતિહાસનું એ કલંકિત પ્રકરણ છે જેને યાદ કરવાનું એટલા માટે કે માનવીમાં ફરીથી માનવ મરી ન જાય, માનવ જીવંત રહે. એ સર્જનહારના શ્રેષ્ઠ સર્જનને માનવ બનવાનો અને તે માનવ છે પશુ નહી તે યાદ કરાવવાનો દિવસ છે વિશ્વ મૂળનિવાસી દિવસ.

  • દેવેન્દ્રકુમાર

આજે વિશ્વ મૂળનિવાસી દિવસ (World Indigenous Day), 9 ઓગસ્ટની તારીખ માત્ર એક કેલેન્ડરની તારીખ નથી. આ એ જ દિવસ છે જે દિવસે વિશ્વભરના આદિવાસીઓએ સદીઓથી સહેલા જનજાતિ સંહાર (Genocide), જમીનની લૂંટ અને સાંસ્કૃતિક દમન સામે સંયુક્ત રાષ્ટ્રમાં એક થઈને શંખનાદ કર્યો હતો. તેથી, આ દિવસ આદિવાસીઓના અસ્તિત્વ, સંઘર્ષ અને સાર્વભૌમત્વની રક્ષાનું વૈશ્વિક પ્રતીક છે. જનજાતિ સંહાર માત્ર બંદૂકની ગોળીથી નથી થયો, પરંતુ તેમની ભાષા, ધર્મ અને જીવનશૈલી છીનવીને પણ થયો છે. સામ્રાજ્યવાદી સત્તાઓએ આદિવાસીઓની પવિત્ર જમીનો, જંગલો અને જળ-સંસાધનો પચાવી પાડ્યા. તેમની માતૃભાષા બોલવા પર પ્રતિબંધો મૂકાયા અને તેમની પવિત્ર પરંપરાઓને “અસભ્ય” કે “પછાત” કહીને નષ્ટ કરવામાં આવી. ‘ટ્રેલ ઓફ ટીયર્સ’ ને (Trail of Tears) આવા જ એક કલંકિત ગ્રંથનું અત્યંત વેદનાજનક પ્રકરણ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વિશ્વ મૂળનિવાસી દિવસે (World Indigenous Day) અહીં ભારતમાં પણ કેટલાક લોકો જે ભારતના બંધારણને અવગણીને પોતાને મૂળનિવાસી અને અન્યોને વિદેશી કહે છે, જે ખરેખર તો ભારતીય બંધારણનું જ અપમાન છે. ભારતમાં બધા જ ભારતના નાગરિકો છે, ભારતમાં ક્યારેય કોઈપણ સમયે જનજાતિ સાથે તેમની સંસ્કૃતિ, ભાષા, વેશભુષા કે પૂજા પદ્ધતિ ઉપર દમન નથી થયું. ભારત સર્વસમાવેશક દેશ રહ્યો છે. ભારતની સંસ્કૃતિ દમનની નહી પરંતુ બંધુત્વની રહી છે.

ભારતનો ઈતિહાસ જોતા તથા વિશ્વ મૂળનિવાસી દિવસ (World Indigenous Day) ઘોષિત કરવાના કારણોની તપાસ કરીએ તો એવું સ્પષ્ટ જણાય છે કે ભારત ઉપર પણ સામ્રાજ્યવાદીઓએ ચામડીના રંગ અને પૂજા પદ્ધતિના આધારે અનેક ભારતીય મૂળનિવાસી લોકોનો નરસંહાર કર્યો છે, તે ગોવા ઈન્ક્વિઝીશન હોય, બંગાળના ભાગલા, મોપલા કાંડ, છપ્પનીયા દુકાળ વખતની કર પદ્ધતિ હોય કે માનગઢ હત્યાકાંડ કે જલિયાવાલા હત્યાકાંડ હોય, સંથાલી જનજાતિઓ ઉપરના અત્યાચાર હોય આ બધા હત્યાકાંડ અને અત્યાચાર કરનારા એ જ યુરોપિયન ગોરા સામ્રાજ્યવાદીઓ હતા જેમણે સમગ્ર વિશ્વમાં જનજાતિઓનો સંહાર કર્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

9 ઓગસ્ટનો દિવસ એ મૂળ નિવાસીઓ પર સદીઓથી આચરવામાં આવેલા ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક જનજાતિ સંહાર (Physical & Cultural Genocide) ના વિરોધ અને સ્મરણનું પ્રતીક છે. વિશ્વમાં સામ્રાજ્યવાદ (Colonialism) ના નામે મૂળ નિવાસીઓનો મોટા પાયે સંહાર કરવામાં આવ્યો હતો.

  • અમેરિકા (America) : યુ.એસ.માં ‘ઈન્ડિયન રિમુવલ એક્ટ 1830’ (Indian Removal Act 1830) અને ‘ટ્રેલ ઓફ ટીયર્સ’ (Trail of Tears) દ્વારા હજારો આદિવાસીઓને બળજબરીપૂર્વક ખસેડાયા અને ગોળીબાર તથા ભૂખમરાથી મારી નંખાયા.
  • ઓસ્ટ્રેલિયા (Australia) : ‘સ્ટોલન જનરેશન્સ’ (Stolen Generations) ની નીતિ હેઠળ ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસી (Aboriginal) બાળકોને તેમના માતાપિતા પાસેથી બળજબરીથી છીનવીને ગોરા પરિવારમાં અથવા બોર્ડિંગ સ્કૂલોમાં રાખીને તેમની ઓળખ નષ્ટ કરવામાં આવી.
  • કેનેડા (Canada) : કેનેડામાં ‘રેસિડેન્શિયલ સ્કૂલ્સ’ (Residential Schools) ની સિસ્ટમ ચલાવવામાં આવી, જ્યાં હજારો આદિવાસી બાળકોના મૃત્યુ થયા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘ટ્રેલ ઓફ ટીયર્સ’ (Trail of Tears – અશ્રુઓનો માર્ગ) માનવ ઈતિહાસની વેદના

આ બધા નરસંહાર વચ્ચે ‘ટ્રેલ ઓફ ટીયર્સ’ (Trail of Tears – અશ્રુઓનો માર્ગ) એ માત્ર અમેરિકન ઇતિહાસનું જ નહી અપિતુ સમગ્ર માનવ ઈતિહાસનું એક અત્યંત કાળું, વેદનાજનક અને માનવતાને શરમાવે તેવું પ્રકરણ છે. 19મી સદીના દાયકામાં યુનાઇટેડ સ્ટેટ્સ (USA) સરકાર દ્વારા ‘ઈન્ડિયન રિમુવલ એક્ટ 1830’ હેઠળ દક્ષિણ-પૂર્વના રાજ્યોમાં વસતી મૂળ નિવાસી (Native American) જનજાતિઓને તેમની પૂર્વજોની ફળદ્રુપ જમીનો પરથી બળજબરીપૂર્વક હટાવીને હજારો માઇલ દૂર ઓકલાહોમાના અજાણ્યા પ્રદેશોમાં ધકેલી દેવામાં આવી હતી.

અમેરિકન જનજાતિઓને (American Tribes) બળજબરીપૂર્વક તેમના પોતાની ભૂમિ ઉપરથી ખદેડી મુક્યા તે દરમિયાન રસ્તામાં ભૂખમરો, અતિશય ઠંડી, થાક અને ભયાનક રોગચાળાના કારણે 15,000 થી 20,000 લોકોના માર્ગમાં જ કરુણ મોત થયા. જોકે આ આંકડો જે જાહેર કરાયો તે જ છે જ્યારે અઘોષિત આંકડો એનાથી અનેકગણો વધારે હતો. આ સમગ્ર અત્યાચારને એક અમેરિકન જનજાતિના નેતાએ ‘ટ્રેલ ઓફ ટીયર્સ’ (Trail of Tears – અશ્રુઓનો માર્ગ) કહ્યો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કોલંબસની અમેરિકામાં (America) ઘુસણખોરી બાદ ગોરા યુરોપિયન સામ્રાજ્યવાદીઓના ધાડેધાડા અમેરિકામાં ઘુસવા માંડ્યા હતા. 1776માં અમેરિકાને મળેલી સ્વતંત્રતા બાદ યુરોપિયનોનો જબરદસ્ત ધસારો અમેરિકામાં થયો અને ગોરા વસાહતીઓની સંખ્યા કુદકેને ભૂસકે વધવા માંડી. આ ગોરા યુરોપિયનો એમ પણ પોતાની ચામડીના રંગને કારણે પોતાને વિશ્વમાં સૌથી બુદ્ધિમાન અને પૃથ્વી માત્ર તેમને રહેવા માટે જ બનાવાઈ હોય તેવો ઘમંડ ધરાવતા છે પરિણામે તેઓ જે દેશમાં ઘુસણખોરી કરે તે દેશમાંના મૂળનિવાસીઓની સ્થિતિ બદતર બનાવી મુકતા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમેરિકામાં દક્ષિણ-પૂર્વમાં એ વખતે ચિરોકી (Cherokee), ચોકટો (Choctaw), ક્રિક (Creek), ચિકાસો (Chickasaw) અને સેમિનોલ (Seminole) એમ પાંચ સંસ્કૃત જનજાતિઓ વસવાટ કરતી હતી. દક્ષિણ-પૂર્વમાં રહેતી આ મુખ્ય જનજાતિઓએ ગોરા વસાહતીઓ સાથે શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ માટે ગોરાઓનો ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો, તેમની પશ્ચિમી ખેતી પદ્ધતિ અપનાવી, અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ સ્વીકારી અને પોતાના લેખિત બંધારણો પણ અપનાવી લીધા હતા. તેમ છતાં, યુરોપથી આવીને વસેલા ગોરા ‘અમેરિકનો’ તે જનજાતિઓને પોતાના સમાન ગણવા કે તેમની પોતાની જમીન પર રહેવા દેવા તૈયાર નહોતા.

યુરોપિયન સામ્રાજ્યવાદી (European Imperialist) ગોરાઓ વધારે કરીને અમેરિકાના (America) પશ્ચિમ તરફ વિસ્તારમાં રહેતા હતા. 19મી સદીની શરૂઆતમાં યુ.એસ.ની વસ્તી ઝડપથી વધી રહી હતી. યુરોપથી આવીને અમેરિકામાં (America) વસી ગયેલા ગોરા સામ્રાજ્યવાદીઓ (European Imperialist) ખેતી અને વસવાટ માટે જ્યોર્જિયા, અલાબામા, મિસિસિપી, અને ટેનેસી વગેરે પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વના રાજ્યો તરફ વધી રહ્યા હતા. આ જમીનો પર સદીઓથી મૂળ નિવાસીઓ વસતા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

19મી સદીની શરૂઆતમાં ખેતી, વસવાટ અને વેપાર માટે જ્યોર્જિયા, અલાબામા, મિસિસિપી, ટેનેસી અને ફ્લોરિડા દક્ષિણ-પૂર્વના રાજ્યો ની જમીન મેળવવા માટે તેમણે સરકાર પર દબાણ વધારવા માંડ્યું. જ્યોર્જિયા, અલાબામા અને મિસિસિપી જેવા રાજ્યો માંગ કરી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર મૂળ નિવાસીઓને તેમના સરહદી વિસ્તારોમાંથી બહાર કાઢે. 1802માં યુ.એસ. કેન્દ્ર સરકારે જ્યોર્જિયા રાજ્ય સાથે વચન આપ્યું હતું કે તે રાજ્યની સરહદોની અંદર આવેલી મૂળ નિવાસીઓની જમીનોનો હક રદ કરીને તેમને ત્યાંથી ખસેડશે. વર્ષો સુધી આ કામ પૂરું ન થતાં જ્યોર્જિયા રાજ્ય પણ કેન્દ્ર સરકાર પર દબાણ બનાવી રહ્યું હતું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ એ સમય હતો જ્યારે કોટન જીન એટલે કે કપાસ સાફ કરવાના મશીનની શોધ પછી દક્ષિણમાં કપાસનો ઉદ્યોગ અત્યંત નફાકારક બન્યો હતો. યુરોપિયન ગોરા સામ્રાજ્યવાદી જમીનદારોને વધારે કપાસ ઉગાડીને વધુ સમૃદ્ધ થવા જ્યાં જનજાતિઓ રહેતા હતા તે સમૃદ્ધ અને ફળદ્રુપ જમીનો પચાવી પાડવાની નેમ લઈને સરકારને બાનમાં લેવાનો આરંભ કર્યો હતો. અધુરામાં પુરુ 1828માં જ્યોર્જિયા રાજ્યમાં ચિરોકી જનજાતિની જમીનમાંથી સોનું મળી આવ્યું. આ ઘટના બાદ હજારો ગોરા શોધકો અને વસવાટીઓ અનધિકૃત રીતે તેમની જમીનમાં ઘૂસી ગયા અને સરકારે આદિવાસીઓને યેનકેન પ્રકારેણ હટાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી દીધી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

1828માં એન્ડ્રુ જેક્સન રાષ્ટ્રપતિ બન્યા. તેઓ મૂળ નિવાસીઓ પ્રત્યે કઠોર વલણ ધરાવતા હતા અને માનતા હતા કે આદિવાસીઓ કાં તો ગોરાઓના કાયદા સ્વીકારે અથવા મિસિસિપી નદીની પશ્ચિમે જતા રહે. 28 મે 1830ના રોજ રાષ્ટ્રપતિ એન્ડ્રુ જેક્સનના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા ‘ઈન્ડિયન રિમુવલ એક્ટ’ પસાર કરવામાં આવ્યો. આ કાયદાનો મુખ્ય હેતુ અમેરિકાના દક્ષિણ-પૂર્વ રાજ્યોમાં રહેતા મૂળ નિવાસીઓ (Native Americans / Indigenous Tribes) ને તેમની પૂર્વજોની જમીન પરથી હટાવીને મિસિસિપી નદીના પશ્ચિમ વિસ્તારમાં આવેલી જમીન (જે હાલનું ઓકલાહોમા રાજ્ય છે) પર ખસેડવાનો હતો. જોકે આ કાયદામાં કાગળ પર એવું કહેવામાં આવ્યું હતું કે આ સ્થળાંતર “સ્વૈચ્છિક” હશે, પરંતુ વાસ્તવમાં મૂળ નિવાસીઓ પર ભારે લશ્કરી દબાણ, ધમકીઓ અને બળપ્રયોગ કરવામાં આવ્યો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ કાયદાને યુ.એસ. ઇતિહાસના સૌથી ક્રૂર અને રંગભેદપૂર્ણ નિર્ણયોમાંનો એક માનવામાં આવે છે. કાયદો પસાર થયા પછી આગામી બે દાયકા સુધી અમેરિકામાં માનવ અધિકારોના હનન અને બળજબરીપૂર્વકના સ્થળાંતરનો ભયાનક દોર શરૂ થયો. આ કાયદા દ્વારા યુ.એસ. સરકારે મૂળ નિવાસીઓ પાસેથી કરોડો એકર જમીન છીનવીને ગોરા યુરોપિયન સામ્રાજ્યવાદીઓને સોંપવાનો આરંભ કરી દીધો.

યુરોપથી આવીને વસેલા યુરોપિયન (Europian) ગોરા સામ્રાજ્યવાદીઓની અમેરિકન સરકારે બર્બરતાપૂર્વક અમેરિકાની (America) મૂળનિવાસી જનજાતિઓને 1831 થી 1850 વચ્ચે તબક્કાવાર રીતે પાંચેય જનજાતિઓને લશ્કરી બળપ્રયોગથી ખસેડવામાં આવી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ચોકટો લોકો આ કાયદા હેઠળ પોતાની પૂર્વજોની જમીન છોડીને પશ્ચિમ તરફ ખસેડાયેલા પ્રથમ સમુદાય હતા. 1831 થી 1833 વચ્ચે લગભગ 15,000 ચોકટો લોકોને કડકડતી ઠંડી, બરફવર્ષા અને રોગચાળા વચ્ચે ચાલીને જવાની ફરજ પડી. આ પ્રવાસ દરમિયાન આશરે 2,500 થી 6,000 ચોકટો જનજાતિઓના લોકો મૃત્યુ પામ્યા. ચોકટો જનજાતિના એક વડાએ આ કઠોર વિતકકથાનું વર્ણન કરતા એક અખબારને કહ્યું હતું કે, “આ અમારો અશ્રુઓ અને મૃત્યુનો માર્ગ છે”  (Trail of Tears and Death). આ શબ્દો પરથી જ માનવતા ઉપરના આ કલંકને ‘Trail of Tears’ નામ મળ્યું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ચોકટો જનજાતિ બાદ પાંચ વર્ષે 1936માં ક્રિક જનજાતિના લોકોને તેમની માતૃભૂમિથી હડસેલી દેવાની શરૂઆત થઈ. 15,000 થી વધુ ક્રિક લોકોને લશ્કરી કસ્ટડીમાં પશુઓની જેમ સાંકળોથી બાંધીને ખસેડાયા. આ સમ્ગ્ર પ્રક્રિયામાં આશરે 3,500થી વધુ લોકોના જીવ ગયા. જોકે ખરેખર આંકડો મોટો જ હતો જે કદી જાહેર કરવામાં ન આવ્યો. 1837-38માં ચિકાસો જનજાતિનો વારો આવ્યો. ચિકોસી જનજાતિઓએ પોતાની જમીન સામે વળતર મેળવવાનો પ્રયાસ કર્યો, જોકે તેમની પણ રસ્તામાં ખૂબ મોટી જાનહાનિ થઈ.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આપણે હિટલરના લશ્કરી અત્યાચારોને તો હજુ એક શતાબ્દીની વાર હતી તે પહેલા એનાથી બર્બર લશ્કરી અત્યાચાર આ અમેરિકાની જનજાતિઓ ઉપર યુરોપિયન ગોરા સામ્રાજ્યવાદીઓ ગુજારી રહ્યા હતા. 1838-39માં જનરલ વિનફિલ્ડ સ્કોટના નેતૃત્વ હેઠળ 16,000થી વધુ ચિરોકીઓને બંદૂકની અણીએ લશ્કરી છાવણીઓમાં ગોંધી રાખ્યા પછી તેમને ખદેડવાનો આરંભ કર્યો, આ જનજાતિના લોકોને 1,000 માઇલ દૂર ચાલવાની ફરજ પાડવામાં આવી. પોતાની ભૂમિ છોડીને ભગાડવામાં આવેલા આ 16,000 ચિરોકી જનજાતિના લોકોમાંથી આશરે 4,000 જેટલા એટલે કે 25% લોકોએ જીવ ગુમાવ્યા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ચિરોકી જનજાતિ ઉપર યુરોપિયન ગોરા સામ્રાજ્યવાદીઓએ શા માટે ભયાનક અત્યાચાર ગુજાર્યા તેની પાછળ એક કારણ હતું. ચિરોકી જનજાતિના લોકોએ ‘ઈન્ડિયન રિમુવલ એક્ટ’ ને માનવાનું નકારી દીધું અને યુ.એસ. સુપ્રિમ કોર્ટમાં કેસ દાખલ કર્યો (Worcester v. Georgia, 1832). કેસનો ચુકાદો ચિરોકી જનજાતિઓની તરફેણમાં આવ્યો. ચીફ જસ્ટિસ જોન માર્શલે ચુકાદો આપ્યો કે ચિરોકી સમુદાય એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને જ્યોર્જિયા રાજ્યને તેમની જમીન છીનવવાનો કોઈ અધિકાર નથી. પરંતુ રાષ્ટ્રપતિ એન્ડ્રુ જેક્સને સુપ્રિમ કોર્ટના નિર્ણયનો અમલ કરવાનો ઇનકાર કરી દીધો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અહીં પણ યુરોપિયન ગોરા સામ્રાજ્યવાદીઓએ તેમની ‘ભાગલા પાડો અને રાજ કરો’ ની કુટીલ નીતિ અપનાવી અને આદિવાસી સમુદાયોના નાના જૂથો સાથે નાણાં અને ધમકીઓની મદદથી કપટપૂર્ણ સંધિઓ કરી અને તેને આખી જનજાતિની સંમતિ ગણાવી દીધી. આવી જ સંધિઓમાંની એક હતી  ચિરોકી સમુદાય માટે ન્યુ અકોટા સંધિ (Treaty of New Echota) આ સંધિ દ્વારા આખા ચિરોકી સમુદાયની સહમતી માની લેવામાં આવી અને પછી તેમની ઉપર દમનનો કોરડો વિંઝાવાનો શરૂ થયો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ યુરોપિયન ગોરા સામ્રાજ્યવાદીઓને સેમિનોલ જનજાતિને તેમના જન્મસ્થાનથી દૂર કરવાનું સૌથી વધુ કઠણ પડ્યું. સેમિનોલ જનજાતિએ જબરદસ્ત વળતી લડત આપી પરિણામે 1835 થી શરુ થયેલા અત્યાચાર 1842 સુધી ચાલ્યા. સેમિનોલ લોકોને બળજબરીપૂર્વક ઓકલાહોમા ખસેડવાનો પ્રયાસ થયો. ઓસિઓલા (Osceola) નામના નીડર નેતાના નેતૃત્વ હેઠળ સેમિનોલોએ ફ્લોરિડાના એવરગ્લેડ્સના કળણવાળા જંગલોમાં ગેરીલા યુદ્ધ છેડ્યું. આ યુદ્ધમાં યુરોપિયન ગોરા સામ્રાજ્યવાદીઓની અમેરિકી સરકારને કરોડો ડોલરનું નુકસાન થયું અને 2,000થી વધુ સૈનિકો માર્યા ગયા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મોટાભાગના સેમિનોલ જનજાતિઓના લોકોને પશ્ચિમમાં ખસેડાયા, પરંતુ કેટલાક સેમિનોલ લોકો જંગલોમાં છુપાઈને રહ્યા અને ગોરાઓને તેમની શક્તિનો પરચો આપવાનું ચાલુ રાખ્યું. ઉલ્લેખનીય છે કે સેમિનોલ સમુદાય અમેરિકન ઇતિહાસમાં “અપરાજેય લોકો” (The Unconquered People) તરીકે ઓળખાય છે, કારણ કે તેમણે યુ.એસ. સેના સામે સતત ત્રણ યુદ્ધો લડ્યા હતા અને ક્યારેય યુ.એસ. સરકાર સમક્ષ સત્તાવાર આત્મસમર્પણ કર્યું નહોતું. અનેક સેમિનોલ જનજાતિઓના લોકોએ ફ્લોરિડાના ગહન જંગલો અને કળણમાં શરણ લીધી અને અમેરિકી સરકારના હાથમાં ક્યારેય ન આવ્યા. આજે તેમની સંતતિઓ ફ્લોરિડાની સેમિનોલ જનજાતિ (Seminole Tribe of Florida) તરીકે ઓળખાય છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ ‘ટ્રેલ ઑફ ટીયર્સ’ નો રસ્તો અમેરિકન જનજાતિઓના લોકો માટે મોતનો રસ્તો બની ગયો, ભૂખમરો, પીવાના સ્વચ્છ પાણીનો અભાવ, ન્યુમોનિયા, કોલેરા અને અતિશય ઠંડીના કારણે આશરે 15,000 થી 20,000 મૂળ નિવાસીઓ રસ્તામાં જ મૃત્યુ પામ્યા. અમેરિકામાં આવીને વસી ગયેલા યુરોપિયન ગોરા સામ્રાજ્યવાદીઓએ પોતાની વિશ્વકુખ્યાત અમાનવીયતા અહીં પણ દેખાડી હતી અને આ અમેરિકન જનજાતિઓના મૃતદેહોને યોગ્ય રીતે અંતિમ સંસ્કાર કરવાઓ પણ સમય આપવામાં આવતો નહોતો.

સૌથી મોટી કરૂણતા એ હતી કે અમેરિકાના આ મૂળનિવાસીઓને છેક 1924ના ‘ઈન્ડિયન સિટિઝનશિપ એક્ટ’ દ્વારા યુ.એસ.ની પૂર્ણ નાગરિકતા આપવામાં આવી. તેઓને સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય ચૂંટણીઓમાં મતદાન કરવાના અહિકાર આપવામાં આવ્યા. આજે પણ યુનાઇટેડ સ્ટેટ્સમાં મૂળ નિવાસીઓ પોતાનું બંધારણીય સાર્વભૌમત્વ જાળવી રાખવા, પોતાની પરંપરાગત જમીનો પર થતા પર્યાવરણીય અતિક્રમણ સામે લડવા અને પોતાના આર્થિક ઉત્થાન માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઈન્ડિયન રિમુવલ એક્ટ 1830 અને તેના બળ ઉપર અત્યાચારોથી લોહીલુહાણ ટ્રેલ ઓફ ટીયર્સ’ (Trail of Tears – અશ્રુઓનો માર્ગ) યુનાઇટેડ સ્ટેટ્સમાં આવીને વસેલા યુરોપિયન ગોરા સામ્રાજ્યવાદી વસાહતીઓના આર્થિક અને ભૌગોલિક વિકાસનો પાયો નાખ્યો, પરંતુ તેની કિંમત લાખો મૂળ નિવાસીઓએ પોતાના જીવ, જમીન અને સંસ્કૃતિ ગુમાવીને ચૂકવવી પડી. ઇતિહાસકારો આ ઘટનાને યુ.એસ. સરકાર દ્વારા આચરવામાં આવેલ “રાજ્ય-પ્રાયોજિત વંશીય સફાયો” (State-sponsored Ethnic Cleansing) માને છે.

વિશ્વ મૂળનિવાસી દિવસ (World Indigenous Day) પણ આ યુરોપિયન ગોરા સામ્રાજ્યવાદીઓના પોતાના કરેલા પાપોના સ્વીકારના દંભનું પ્રતિક જ છે કારણકે વિશ્વના પ્રત્યેક ખૂણે વસતો ગોરો વ્યક્તિ એના સિવાસ બધાને અસંસ્કૃત અને ગમાર ગણે છે અને તેને પ્રતાડિત કરવો પોતાનો જન્મસિદ્ધ અધિકાર માને છે. વિશ્વથી વિરુદ્ધ ભારતમાં વસતો પ્રત્યેક નાગરિક મૂળનિવાસી જ છે, તેથી ભારતના આ દિવસ પ્રત્યેક ભારતીયનો દિવસ છે.


Spread the love

By Devendra Kumar

Devendrakumar Solanki is graduate from Gujarat University with special Economics. He has long experience in working with several multinational companies. He like to learn new things, ways and ideas. He is very good political analyst. His Colman published in two different news web portal. He is poet also he wrote with pen name "Smit". He is very good writer his series named "Dr. Babasaheb Ambedkar : Advitiya Senapati, Ananam Yodhdha" "ડૉ. બાબાસાહેબ આંબેડકર : અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા" is widely liked by people. His belief in facts is very deep. He is known for his truth and fact based, frank and fearless opinion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *