લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં (Congess Headquater) પ્રેસ કોન્ફરન્સ (Press Conference) કરીને કેન્દ્ર સરકાર પર કરારો પ્રહાર કર્યો છે. તેમણે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે લોકસભામાં (Lok Sabha) એન્ટી પેપર લીક બિલને (Anti Paper Leak Bill) લઈને ચાલી રહેલી ચર્ચા દરમિયાન તેમને બોલવા દેવામાં આવ્યા નહોતા. રાહુલે કહ્યું કે મેં સ્પીકરને (Speaker) કેટલીય વાર કહ્યું હતું, આમ છતાં મને બોલવા દેવામાં આવ્યો નહોતો. તેમણે કહ્યું કે મારે અમિત શાહને (Amit Shah) લઈને સદનમાં બોલવું હતું.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

લોકસભામાં વિપક્ષના નેતા (LoP) રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વિદ્યાર્થીઓ સાથે કથિત પોલીસ કાર્યવાહી (Police Action) અને સંસદમાં (Parliament) તેમને બોલવાની તક આપવામાં ન આવી હોવાને લઈને કેન્દ્ર સરકાર પર જબરદસ્ત પ્રહાર કર્યો. તેમણે આક્ષેપ કર્યો કે દિલ્હીમાં પ્રદર્શન (Delhi Protest) કરી રહેલા વિદ્યાર્થીઓ (Students) સાથે બર્બરતા કરવામાં આવી, તેમના પર પેલેટ ગનનો (Pellet Gun) ઉપયોગ કરવામાં આવ્યો. સાથે જ તેમણે દાવો કર્યો કે લોકસભામાં (Lok Sabha) તેમને પોતાની વાત રાખવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
વિદ્યાર્થીઓ સાથે થયેલી આ બર્બરતા એક પાયાનો મુદ્દો: રાહુલ ગાંધી (Rahul Gandhi)
રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યું કે મારો મુદ્દો એ છે કે આપણા વિદ્યાર્થીઓ (Students), જેઓ ખુલ્લા વિચારો વાળા છે અને સવાલો પૂછે છે, તેમની સાથે દિલ્હીના (Delhi) રસ્તાઓ પર બર્બરતા કરવામાં આવી. તેમના પર પેલેટ ગન (Pellet Gun) ચલાવવામાં આવી. મેં AIIMS નું મેડિકલ સર્ટિફિકેટ જોયું છે. એક વિડીયોમાં પોલીસ અધિકારી (Police Officer) એક સગીરને લાફો મારતો દેખાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ (Students) સાથે થયેલી આ બર્બરતા એક પાયાનો મુદ્દો છે. તેમને ફરીથી અવાજ ઉઠાવતા રોકવા માટે બજરંગ દળ (Bajrang Dal) અને આરએસએસને (RSS) તેમની વિરુદ્ધ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મને બોલવા દેવામાં આવ્યો નહીં
લોકસભાની (Lok Sabha) કાર્યવાહીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આક્ષેપ કર્યો કે વિપક્ષના નેતા હોવા છતાં તેમને સદનમાં બોલવા દેવામાં આવ્યા નહોતા. તેમણે કહ્યું, “મેં કેટલીય વાર લોકસભા અધ્યક્ષને (Lok Sabha Speaker) વ્યવસ્થા જાળવવાનો અનુરોધ કર્યો જેથી હું મારી વાત રાખી શકું, પરંતુ મને મંજૂરી આપવામાં આવી નહીં. એવું કહેવામાં આવ્યું કે મેં અમિત શાહ (Amit Shah) વિશે ટિપ્પણી કરી છે અને મને જણાવવામાં આવ્યું કે જો હું માફી માંગી લઉં તો મને બોલવા દેવામાં આવશે. પરંતુ હું ભાજપ (BJP), આરએસએસ (RSS) કે તેમનાથી જોડાયેલા કોઈપણ વ્યક્તિ પાસે ક્યારેય માફી નહીં માંગું.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આજે સુધી ચિઠ્ઠીનો જવાબ મળ્યો નથી
લોકસભામાં વિપક્ષના નેતા (LoP) રાહુલ ગાંધીએ (Rahul (Gandhi) બુધવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા આક્ષેપ કર્યો કે દિલ્હીમાં પ્રદર્શન (Delhi Protest) કરી રહેલા વિદ્યાર્થીઓ (Students) પર અત્યાચાર કરવામાં આવ્યો અને તેમની વિરુદ્ધ પેલેટ ગનનો (Pellet Gan) ઉપયોગ કરવામાં આવ્યો. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યું કે જે અધિકારીઓએ આ કાર્યવાહી કરી, તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી (HMO) અમિત શાહને (Amit Shah) સતત રિપોર્ટ કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આ દરમિયાન કેટલીય તસવીરો અને પોતાની લખેલી એક ચિઠ્ઠી પણ બતાવી. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યું કે આ મુદ્દે મેં ચિઠ્ઠી લખી હતી, પરંતુ મને આજે સુધી તેનો કોઈ જવાબ મળ્યો નથી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પીએમ મોદી સમક્ષ મૂકી ત્રણ માંગણીઓ
લોકસભામાં વિપક્ષના નેતા (LoP) રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પાસે કેન્દ્રીય ગૃહ મંત્રી (HMO) અમિત શાહને (Amit Shah) બરખાસ્ત કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ (Students) સાથે થયેલી કથિત બર્બરતાની તપાસ સુપ્રીમ કોર્ટની (Supreme Court) દેખરેખ હેઠળ કરાવવી જોઈએ. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વડાપ્રધાનને (Prime Minister) એ પણ કહ્યું કે વિદ્યાર્થીઓ સાથે જે થયું, તેની નૈતિક જવાબદારી લેતા સરકારે જવાબદેહી નક્કી કરવી જોઈએ.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આ પહેલાં લોકસભામાં (Lok Sabha) એન્ટી-પેપર લીક બિલ (Anti-Paper Leak Bill) પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) પર વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહીના (Police Action) નિર્દેશ આપવાનો આક્ષેપ કર્યો હતો. તેમના આ નિવેદન પર સત્તાપક્ષે સખત વાંધો ઉઠાવ્યો હતો. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ (Kiren Rijiju) આક્ષેપને ગંભીર ગણાવતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પાસે માફીની માંગ કરી હતી અને કહ્યું હતું કે કાં તો તેઓ પોતાના આક્ષેપો સાબિત કરે અથવા સદન પાસે માફી માંગે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમિત શાહ પોલીસ અધિકારીઓને કોલ કરી રહ્યા હતા, મેં મારી આંખોથી જોયું
લોકસભામાં વિપક્ષના નેતા (LoP) રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ખૂબ જ ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે જ્યારે અમે સંસદ ભવનમાં (Parliament House) હતા, તો મેં મારી આંખોથી જોયું કે અમિત શાહ (Amit Shah) પોલીસ અધિકારીઓને (Police Officers) કોલ કરી રહ્યા હતા. મેં જોયું કે મંત્રી જિતેન્દ્ર સિંહને (Jitendra Singh) ગૃહ મંત્રીના કેટલાય ફોન આવી રહ્યા હતા. તેમને રસ્તાઓ પર થઈ રહેલી દરેક બાબતની જાણકારી હતી. આના બે જ મતલબ હોઈ શકે છે- કાં તો તેમણે લોકો પર પેલેટ ગનથી (Pellet Gun) ગોળી ચલાવવાનો અને ખીલીઓ વાળી લાકડીઓથી મારવાનો આદેશ આપ્યો… અથવા તો તેમને ખબર જ નહોતી કે શું થઈ રહ્યું છે. જો તેમને ખબર નહોતી, તો તેઓ અયોગ્ય છે; અને જો તેમણે આદેશ આપ્યો હતો, તો પણ તેમણે પદ છોડવું જ પડશે.
VIDEO | Delhi: At a press conference, Lok Sabha Leader of Opposition Rahul Gandhi says, "… We will ensure that the students who were beaten, maybe not today, maybe sometime from now, but we will ensure that every single one of those students who was beaten gets justice. We will… pic.twitter.com/wAaLWLHECB
— Press Trust of India (@PTI_News) July 29, 2026
