Dharmendra Pradhan Resign: સતત 23 દિવસોથી ચાલુ આંદોલન બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી (Education Minister) ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે રાજીનામું (Dharmendra PradhanResign) આપી દીધું. એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે (Sonam Wangchuk) આને લોકશાહીની જીત ગણાવી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સતત 23 દિવસોથી દેશના રસ્તાઓ અને જંતર-મંતર (Jantar Mantar) પર ગૂંજી રહેલો અવાજ આખરે રંગ લાવ્યો. શનિવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી (Education Minister) ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું (Dharmendra Pradhan Resign) આપી દીધું. ત્યાગપત્ર (Resignation) આપવાની સાથે જ તેમણે એક ભાવુક પત્રમાં સ્વીકાર્યું કે દેશમાં ચાલી રહેલી આ પરિસ્થિતિ અને વિદ્યાર્થીઓના આક્રોશથી તેઓ છેલ્લા 10 દિવસથી ખૂબ જ દુઃખી હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈપણ સંજોગોમાં યુવાનો સાથે અન્યાય થવા દેવા નહોતા માંગતા, એટલા માટે જ તેમણે પદ છોડવાનો નિર્ણય કર્યો.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા (Dharmendra Pradhan Resign) ઉપર સોનમ વાંગચુકની પ્રતિક્રિયા
આ સમાચાર સામે આવતા જ જંતર-મંતર (Jantar Mantar) પર છેલ્લા ત્રણ અઠવાડિયાથી બેઠેલા પ્રદર્શનકારીઓમાં ખુશીની લહેર દોડી ગઈ અને તેમણે જોરદાર આનંદ મનાવ્યો. આ મોટા ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા (Dharmendra Pradhan Resign) પર પ્રતિક્રિયા આપતા પ્રખ્યાત પર્યાવરણવિદ્ અને એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે (Sonam Wangchuk) કહ્યું કે આ જીત દેશની લોકશાહીની છે જે રસ્તાઓ પરથી નીકળીને આવી છે. તેમણે આને શાંતિ, ધીરજ અને યુવાનોની દ્રઢતાનું પરિણામ ગણાવતા કહ્યું કે દેશની ‘જેન ઝી’ (Gen Z) અને એ તમામ નાગરિકોને અભિનંદન, જેમણે ડરનો ત્યાગ કરીને પોતાનો અવાજ ઉઠાવ્યો. સોનમ વાંગચુકે (Sonam Wangchuk) આશા વ્યક્ત કરી કે હવે દેશમાં માત્ર રાજીનામાં જ નહીં, પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં વાસ્તવિક સુધારાઓ જોવા મળશે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ સરકારમાં રાજીનામાં નથી થતા- અભિજીત દીપકે
તો બીજી તરફ, આંદોલનની આગેવાની કરી રહેલી ‘કૉકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક પ્રમુખ અભિજીત દીપકેએ (Abhijeet Dipke) સરકાર પર પ્રહારો કરતા કહ્યું, “ઝૂકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહીયે.” અભિજીત દીપકેએ (Abhijeet Dipke) કહ્યું કે જે લોકો દાવો કરતા હતા કે આ સરકારમાં રાજીનામાં નથી થતા, આજે યુવાનોની તાકાતે તેમને ખોટા સાબિત કરી દીધા છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘આંદોલન હજુ પૂરી રીતે ખતમ નથી થયું’
અભિજીત દીપકેએ (Abhijeet Dipke) સ્પષ્ટ કર્યું કે આંદોલન હજુ પૂરી રીતે ખતમ નથી થયું. તેમણે સરકાર સમક્ષ બે નવી માંગણીઓ મૂકતા કહ્યું કે પરીક્ષામાં ધાંધલ-ધમાલથી આઘાત પામીને જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, તેમના પીડિત પરિવારોને 1-1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે. આ ઉપરાંત, 20 તારીખે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરનારા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
IT'S A VICTORY OF DEMOCRACY
— Sonam Wangchuk (@Wangchuk66) July 25, 2026
direct democracy… straight from the streets.
It's a victory of peace, patience & persévérance.
Congratulations CJP, Gen Z of the nation and thank you all citizens for shedding fear and the fear of fear and rising up from every corner of the nation.… pic.twitter.com/rSLOfvba2R
