Gilgit Baltistan
Spread the love

પાકિસ્તાનની વિધાનસભામાં ગિલગિટ બાલ્ટિસ્તાનને (Gilgit Baltistan) પાકનો પાંચમો પ્રાંત બનાવવાનો બિનહરીફ જોઇન્ટ (સંયુક્ત) રીઝોલ્યુશન પાસ કરાવવામાં આવ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ગયા મહિને 7 જૂને પાકિસ્તાનના (Pakistan) ગેરકાયદેસર કબ્જા હેઠળના ગિલગિટ બાલ્ટિસ્તાન પ્રાંતમાં (Gilgit Baltistan) ચૂંટણી યોજાઈ હતી, જ્યાં ધાંધલ-ધમાલના આક્ષેપો વચ્ચે બિલાવલ ભુટ્ટોની (Bilawal Bhutto) પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ને જીતાડવામાં આવી હતી અને અમજદ હુસૈનને (Amjad Husain) શિયા બહુમતી ધરાવતા કબ્જા હેઠળના બાલ્ટિસ્તાનના (Baltistan) મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ સાથે જ કોઈ એક પક્ષ પાસે પૂર્ણ બહુમતી ન હોવાના કારણે શહબાઝ શરીફની (Shehbaz Sharif) પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) (PML Nawaz) અને પીપીપી (PPP) વચ્ચે પાકિસ્તાની સેનાએ (Pakistan Army) સત્તાની ભાગીદારીની સમજૂતી (Power Sharing Agreement) કરાવ્યો હતો, જે અંતર્ગત મુખ્યમંત્રી (Chief Minister) અને સ્પીકર (Speaker) પીપીપીના (PPP) રહેશે. જ્યારે ગવર્નર (Governor) અને ડેપ્યુટી સ્પીકર (Deputy Speaker) પીએમએલ(એન) ના (PMLN) રહેશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

હવે આ જ કડીને આગળ વધારતા પાકિસ્તાને (Pakistan) 78 વર્ષથી પોતાના કબ્જા હેઠળના ગિલગિટ બાલ્ટિસ્તાનને (Gilgit Baltistan) પાંચમો પ્રાંત બનાવવાની ગેરકાયદેસર પ્રક્રિયા શરૂ કરી છે, જે અંતર્ગત ગઈકાલે ગુરુવારે પોતાના કબ્જા હેઠળના ગિલગિટ બાલ્ટિસ્તાનની વિધાનસભામાંથી (Gilgit Baltistan Assembly) ગિલગિટ બાલ્ટિસ્તાનને (Gilgit Baltistan) પાકિસ્તાનનો (Pakistan) પાંચમો પ્રાંત બનાવવાનો બિનહરીફ જોઇન્ટ રેઝોલ્યુશન (Joint Resolution) પાસ કરાવવામાં આવ્યું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ જોઇન્ટ રિઝોલ્યુશનની (Joint Resolution) કોપી પર પાકિસ્તાન (Pakistan) સમર્થિત પાર્ટી પીપીપીના (PPP) મુખ્યમંત્રી (Chief Minister), સ્પીકર (Speaker) તેમજ પીએમએલ (એન) ના (PMLN) વિપક્ષના નેતા અને ડેપ્યુટી સ્પીકર (Deputy Speaker) અને 2 અપક્ષ ધારાસભ્યોની પણ સહીઓ કરાવીને પાકિસ્તાન (Pakistan) મોકલવામાં આવી છે, જેથી આ ગેરકાયદેસર પ્રક્રિયાને પાકિસ્તાની સંસદ બંધારણીય સુધારો કરીને લાગુ કરી શકે અને ગિલગિટ બાલ્ટિસ્તાનને (Gilgit Baltistan) પાંચમો પ્રાંત જાહેર કરીને તેનું ગેરકાયદેસર અધિગ્રહણ કરી શકે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વાસ્તવમાં વર્ષ 2019 માં જ્યારે ભારતે જમ્મુ કાશ્મીરમાંથી (Jammu Kashmir) 370 (Article 370) અને 35-એ (35A) હટાવ્યા હતા, ત્યારે પાકિસ્તાને ધમકી આપી હતી કે તે પણ ગિલગિટ બાલ્ટિસ્તાનનમાં (Gilgit Baltistan) સેમી-ઓટોનોમી (Semi-Autonomy) વાળી વ્યવસ્થા ખતમ કરી દેશે અને આ જ કડીમાં ગિલગિટ બાલ્ટિસ્તાનને (Gilgit Baltistan) પાંચમો પ્રાંત બનાવવાની પ્રક્રિયા પર વિચાર શરૂ થયો હતો. જો કે તત્કાલીન ઇમરાન ખાનની (Imran Khan) સરકારે માત્ર ભારત પર દબાણ લાવવા માટે આનો ધમકીની જેમ પ્રયોગ કર્યો હતો અને તે સમયે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં (Gilgit Baltistan) પીટીઆઈ (PTI) ની સરકાર હોવાથી સ્થાનિક સરકારે ગિલગિટ બાલ્ટિસ્તાનને (Gilgit Baltistan) પાકિસ્તાનનો પ્રાંત બનાવવાનો વિરોધ કર્યો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જો કે હવે જ્યારે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં (Gilgit Baltistan) બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto) અને શહબાઝ શરીફની (Shehbaz Sharif) ભાગીદારીવાળી સરકાર બની ગઈ છે, જેમ કે પાકિસ્તાનના (Pakistan) કેન્દ્રમાં પણ બંને પક્ષો મળીને સરકાર ચલાવી રહ્યા છે, તો ગઈકાલે વિધાનસભામાં ગિલગિટ બાલ્ટિસ્તાનને (Gilgit Baltistan) પાંચમો પ્રાંત (Fifth Province) બનાવવાનું રીઝોલ્યુશન (Resolution) પાસ કરાવી દેવામાં આવ્યું, જેમાં ન માત્ર ગિલગિટ બાલ્ટિસ્તાન પ્રાંતને (Gilgit Baltistan) ગેરકાયદેસર (Illegal) રીતે પાકિસ્તાનનો (Pakistan) પાંચમો પ્રાંત ગણાવવાની વાત કરવામાં આવી છે, પરંતુ ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાની સંસદ (Pakistani Parliament) અને સેનેટની (Senete) સીટો આપવાની પણ માંગ કરવામાં આવી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વિવાદના કારણે ગિલગિટ બાલ્ટિસ્તાનને (Gilgit Baltistan) નહોતો અપાયો રાજ્યનો દરજ્જો

અત્યાર સુધી પાકિસ્તાનમાં (Pakistan) લાગુ વ્યવસ્થા મુજબ પાકિસ્તાનના બંધારણ અનુસાર ત્યાં માત્ર 4 પ્રાંત પંજાબ (Punjab), સિંધ Sindh), બલૂચિસ્તાન (Balochistan) અને ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) છે, જ્યાં પાકિસ્તાનના કાયદા સંપૂર્ણપણે લાગુ થાય છે અને આ જ રાજ્યોમાંથી સભ્યો પાકિસ્તાનની સંસદ અને સેનેટમાં ચૂંટાય છે. સાથે જ આ પ્રાંતોમાં પોતાની અલગ વિધાનસભા છે, પરંતુ ગિલગિટ બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનના ગેરકાયદે કબ્જાના (Pakistan Illegal Ocupied) કારણે તેને પ્રાંતનો દરજ્જો આપવામાં આવ્યો નહોતો. આ સાથે જ ત્યાં સેમી-ઓટોનોમસ વ્યવસ્થા હતી, જેમાં ગિલગિટ બાલ્ટિસ્તાનમાં કાયદા તો પાકિસ્તાનના લાગુ થતા હતા, પરંતુ ગિલગિટ બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રી અને ગવર્નર પાસે એટલી સત્તાઓ હતી કે તેમણે પાકિસ્તાન પર નિર્ભર રહેવું પડતું નહોતું.

ગિલગિટ બાલ્ટિસ્તાન પાકિસ્તાને ગેરકાયદે કબ્જો કરેલું ક્ષેત્ર (Pak Illegally Ocupied) છે, તેથી તેને પાકિસ્તાને ક્યારેય પ્રાંત જાહેર કર્યો નહોતો પરંતુ હવે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન સમર્થિત સરકાર બનાવડાવીને તેને પાંચમું પ્રાંત બનાવવાની તૈયારી પાકિસ્તાને શરૂ કરી દીધી છે, જેનો પ્રથમ તબક્કો વિધાનસભામાંથી રીઝોલ્યુશન પાસ કરાવીને પૂર્ણ થયો છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *