Gujarat
Spread the love

ગુજરાત (Gujarat) પર એકસાથે ત્રણ ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતાં હવામાન વિભાગે આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદની હાઈ ઍલર્ટ આગાહી જાહેર કરી છે. હાલ ચોમાસાની મુખ્ય લાઇન સમગ્ર ગુજરાત (Gujarat) રાજ્યમાંથી પસાર થઈ રહી હોવાના કારણે આગામી 24 કલાક ખૂબ જ કટોકટીભર્યા બની રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર પર કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને પગલે રાજ્ય સરકારે સતર્કતા વધારી છે. આજે સવારે 10 વાગ્યે મંત્રી જીતુ વાઘાણીની (Jitu Vaghani) અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ, આ બેઠકમાં ભાવનગર, રાજકોટ અને અમરેલી જિલ્લાની વરસાદી સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બેઠકમાં ભાવનગરના (Bhavnagar) પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા, સ્થાનિક સાંસદો, ધારાસભ્યો તથા અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત ત્રણેય જિલ્લાના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સાથે બેઠકમાં જોડાયા હતા. મંત્રી જીતુ વાઘાણીએ ત્રણેય જિલ્લાના કલેક્ટરો પાસેથી નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ, નદી-નાળામાં પાણીના પ્રવાહ અને ડેમોમાં થઈ રહેલી પાણીની આવક અંગે લાઈવ માહિતી મેળવી પરિસ્થિતિનો તાગ મેળવવાની કોશિશ કરી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ ઉપરાંત ભારે વરસાદને કારણે વીજ પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા, રસ્તાઓ બંધ થવા જેવી તાત્કાલિક સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત કંટ્રોલ રૂમની કામગીરીની પણ સમીક્ષા કરી અને સરકાર દ્વારા જરૂરી હોય ત્યાં તાત્કાલિક પગલાં લેવા માટે સંબંધિત વિભાગોને પણ સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકનો હેતુ વરસાદી પરિસ્થિતિમાં જનજીવનને ઓછામાં ઓછી અસર થાય અને કોઈપણ પ્રકારની આપત્તિની સ્થિતિમાં ત્વરિત રાહત કામગીરી શરૂ કરી શકાય તે સુનિશ્ચિત કરવાનો હતો.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રમાં ‘રેડ ઍલર્ટ’

હવામાનની ગંભીર પરિસ્થિતિને જોતા હવામાન વિભાગ દ્વારા રાજ્યના 8 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું ‘રેડ ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના (Gujarat) સુરત, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ખરાબ હવામાન અને પ્રચંડ પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠાના તમામ પોર્ટ પર સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાડી દેવાયું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ‘ઓરેન્જ અને યલો એલર્ટ’

બીજી તરફ, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ તેમજ મધ્ય ગુજરાતના (Central Gujarat) ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લી જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવનાને પગલે તંત્રને એલર્ટ કરી દેવાયું છે. આ ઉપરાંત, રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદ સહિત જૂનાગઢ, બોટાદ, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમદાવાદમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી

અમદાવાદમાં (Ahmedabad) પણ પવનના સુસવાટા અને કડાકા-ભડાકા સાથે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ બન્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *