PM Modi
Spread the love

વડાપ્રધાન મોદીને (PM Modi) સેશેલ્સની મુલાકાત (Seychelles Visit) દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ (Sustainable Development) માં નેતૃત્વ માટે દેશના સર્વોચ્ચ સન્માન ‘ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન’ થી (Guardian Of The Blue Horizon) સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન તેમને ગ્રીન ગ્રોથ (Green Growth), ક્લાઇમેટ એક્શન (Climate Action) અને ટકાઉ વિકાસને (Durable Development) પ્રોત્સાહન આપવાની દિશામાં તેમના લાંબા સમયના પ્રયાસો માટે આપવામાં આવ્યું છે. તાજેતરમાં એફએઓ (FAO) એ પણ તેમને ખાદ્ય સુરક્ષા અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા માટે ‘એગ્રિકોલા મેડલ’ (Agricola Medal) થી સન્માનિત કર્યા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તાજેતરમાં મે 2026માં સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય અને કૃષિ સંસ્થા (FAO) એ ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવા, કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન મોદીને ‘એગ્રિકોલા મેડલ’ થી (Agricola Medal) સન્માનિત કર્યા હતા.

પીએમ મોદી (PM Modi) સાથે અમારી ચર્ચાઓ વ્યાપક અને દૂરોગામી: રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક

સેશેલ્સના (Seychelles) રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિનીએ (Dr. Patrick Herminie) જણાવ્યું હતું કે, “આજે વડાપ્રધાન મોદી (PM Modi) સાથે દ્વિપક્ષીય બેઠકો પૂર્ણ કરવી એ મારા માટે સન્માનની વાત છે. અમારી ચર્ચાઓ વ્યાપક અને દૂરોગામી હતી, જે સેશેલ્સ (Seychelles) અને ભારતને એકજૂથ કરતા ઊંડા મિત્રતા અને પરસ્પર વિશ્વાસના બંધનને દર્શાવે છે. રાજદ્વારી સંબંધોની 50મી વર્ષગાંઠના અવસરે, અમારા બંને દેશોએ સહિયારી ભૂગોળ, ઇતિહાસ અને એક સ્થિર, સુરક્ષિત તથા સમૃદ્ધ હિંદ મહાસાગર ક્ષેત્ર માટેના સામૂહિક દૃષ્ટિકોણ પર આધારિત ભાગીદારી પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી છે.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પીએમ મોદીએ પોતાનું સન્માન કોને સમર્પિત કર્યું?

બીજી તરફ, પીએમ મોદીએ (PM Modi) કહ્યું, “અમારા ભાવભર્યા સ્વાગત અને આતિથ્ય સત્કાર માટે હું રાષ્ટ્રપતિ હર્મિનીનો (President Herminie) હાર્દિક આભાર વ્યક્ત કરું છું. તેમના દ્વારા “Guardians of the Blue Horizon” થી સન્માનિત કરવામાં આવવું… એ મારા માટે અને 140 કરોડ ભારતવાસીઓ માટે અત્યંત આનંદનો વિષય છે. હું આ સન્માનને નમ્રતાપૂર્વક સ્વીકારીને એ તમામ દેશોને સમર્પિત કરું છું જેઓ ક્લાઇમેટ ચેન્જ (Climate Change) ના પડકાર સામે લડી રહ્યા છે અને પર્યાવરણ સંરક્ષણને ભાવી પેઢીઓ પ્રત્યે પોતાની જવાબદારી માને છે.”

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વડાપ્રધાને મોદીએ (PM Modi) આગળ જણાવ્યું કે, હિંદ મહાસાગરે (Indian Ocean) સદીઓથી ભારત અને સેશેલ્સના (India and Seychelles) સંબંધોને સિંચ્યા છે. આની લહેરોએ આપણી વચ્ચે વેપાર, સંસ્કૃતિ અને માનવીય સંબંધોને નિરંતર પોષ્યા છે. આપણે માનીએ છીએ કે હિંદ મહાસાગર (Indian Ocean) આપણું સહિયારું ઘર છે. આની સુરક્ષા, ટકાઉ વિકાસ અને સમૃદ્ધિ આપણી સહિયારી જવાબદારી છે. આ જ ભાવના આપણા ‘MAHASAGAR’ વિઝનનો આધાર છે.

પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે મારી સેશેલ્સ મુલાકાતનો (Seychelles Visit) સંદેશ સ્પષ્ટ છે, ભારત એવા હિંદ મહાસાગરની કલ્પના કરે છે, જ્યાં દરિયાઈ સુરક્ષાની સાથે આર્થિક સમૃદ્ધિ પણ વધે, જ્યાં આપણી ભાગીદારી કદ પર નહીં પરંતુ પરસ્પર સન્માન અને વિશ્વાસ પર આધારિત હોય અને જ્યાં આપણે દરેક દેશો માત્ર આજુબાજુમાં નહીં પરંતુ સાથે-સાથે ચાલીએ.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી (PM modi) શનિવારે ત્રણ દિવસીય પ્રવાસે સેશેલ્સ (Seychelles) પહોંચ્યા છે. રાજધાની વિક્ટોરિયામાં (Victoria) રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીએ (President Patrick Herminie)તેમનું સ્વાગત કર્યું હતું.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *