Pakistan
Spread the love

પાકિસ્તાનના (Pakistan) જાણીતા ક્રિકેટર (Cricketer) શોએબ અખ્તરના (Shoaib Akhtar) ભાઈના જનાજાને લઈને વિવાદ ઊભો થયો છે. જનાજાની નમાજ દરમિયાન પાકિસ્તાન (Pakistan) સ્થિત પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબાની (Lashkar-E-Taiba) પોલિટિકલ પાર્ટી ‘પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ’ (PMML) સાથે જોડાયેલા અનેક નેતાઓને જોવામાં આવ્યા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પાકિસ્તાનના (Pakistan) ક્રિકેટરના ભાઈના જનાજામાં આતંકીઓની હાજરી

પાકિસ્તાનના (Pakistan) પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના (Shoaib Akhtar) મોટા ભાઈ શાહિદ અખ્તરનું અવસાન થયું છે. ‘રાવલપિંડી એક્સપ્રેસ’ (Rawalpindi Express) તરીકે પ્રખ્યાત પાકિસ્તાનના (Pakistan) ક્રિકેટર (Cricketer) શોએબે સોશિયલ મીડિયા (Social Media) પોસ્ટ દ્વારા પોતાના ભાઈના દુનિયામાંથી વિદાય લેવાના સમાચાર શેર કર્યા હતા. તેમણે અત્યંત ભાવુક શબ્દોમાં જણાવ્યું હતું કે તેમના માટે આ કેટલી મોટી ખોટ છે. જો કે, શોએબ અખ્તરના (Shoaib Akhtar) ભાઈના જનાજાને લઈને વિવાદ ઊભો થયો છે. જનાજાની નમાજ દરમિયાન પાકિસ્તાન (Pakistan) સ્થિત પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબાની (Lashkar-e-taiba) પોલિટિકલ પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) સાથે જોડાયેલા અનેક નેતાઓને જોવામાં આવ્યા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વીડિયો PMML એ પોતાની સત્તાવાર ચેનલો જાહેર કર્યો

આ સમગ્ર કાર્યક્રમનો વીડિયો (Video) પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) એ પોતાની સત્તાવાર ચેનલો પર જાતે જ જાહેર કર્યો છે, જેના પછી મામલો ગરમાયો છે. વીડિયો (Video) અને તસવીરોમાં પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) ઇસ્લામાબાદના (Islamabad) પ્રમુખ ઇનામ-ઉર-રહેમાન કંબોહ જનાજામાં હાજર જોવા મળ્યા હતા. તેમની સાથે ડેપ્યુટી સેક્રેટરી જનરલ અબ્દુલ્લા તૂર, ઝોનલ સેક્રેટરી જનરલ હાફિઝ ઉમર અને ખિદમત કમિટીના અધ્યક્ષ અમજદ ભટ્ટી પણ નમાજ પઢતા નજરે પડ્યા હતા. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે લશ્કરના આકા હાફિઝ સઈદના (Hafiz Saeed) કેટલાક નજીકના લોકો પણ ત્યાં પહોંચ્યા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

હાફિઝ સઈદ 26/11 મુંબઈ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ

નોંધનીય છે કે પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગને (PMML) આંતરરાષ્ટ્રીય સ્તરે લશ્કર-એ-તૈયબાનો (Lashkar-E-Taiba) રાજકીય ચહેરો માનવામાં આવે છે. પાકિસ્તાન (Pakistan) દ્વારા ઉભો કરાયેલો હાફિઝ સઈદ (Hafiz Saeed) સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા આતંકવાદી (Terrorist) જાહેર કરાયેલો છે અને મુંબઈ 26/11 મુંબઈ આતંકી હુમલાનો (26/11 Mumbai Terror Attack) મુખ્ય કાવતરાખોર (Master Mind) છે. અવા સંજોગોમાં એક પાકિસ્તાનના (Pakistan) પ્રખ્યાત પૂર્વ ક્રિકેટરના પારિવારિક કાર્યક્રમમાં આ નેતાઓની હાજરી પર રાજદ્વારી વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે. ભારત પહેલેથી જ પાકિસ્તાન (Pakistan) પર આતંકી સંગઠનોને આશ્રય આપવાનો આરોપ લગાવતું રહ્યું છે. હાલમાં શોએબ અખ્તર (Shoaib Akhtar) કે તેમના પરિવારે આ વિવાદ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઉલ્લેખનીય છે કે શોએબ અખ્તરની (Shoaib Akhtar) કારકિર્દીમાં શાહિદની ભૂમિકા માત્ર મોટા ભાઈ પૂરતી નહોતી. જ્યારે શોએબ ક્રિકેટમાં (Cricket) પોતાના પગ જમાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે શાહિદે દરેક પગલા પર તેમનો સાથ આપ્યો હતો. શોએબ પોતે પણ ઘણી વખત કહી ચૂક્યા છે કે મુશ્કેલ સમયમાં તેમના ભાઈ પડછાયાની જેમ તેમની સાથે ઉભા રહ્યા હતા. તેમના સમર્થન વિના કદાચ તેઓ આ મુકામ સુધી પહોંચી શક્યા ન હોત.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *