Train
Spread the love

દેશની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેનનું (Indigenous Hydrogen Train) 120 કિમી/કલાકની ઝડપ પર હાઇ-સ્પીડ ટ્રાયલ (High-Speed Trial) સફળતાપૂર્વક પૂર્ણ કરી ભારતીય રેલવેએ (Indian Railway) ઇતિહાસ રચ્યો છે. જાણો કેટલી શક્તિશાળી છે ભારતની આ ‘ગ્રીન’ ટ્રેન (Green Train).

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારતીય રેલવેના (Indian Railway) ઇતિહાસમાં (History) શુક્રવારનો દિવસ ખાસ રહ્યો હતો. આ દિવસે દેશની પ્રથમ અને સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી (Indigenous Technology) પર આધારિત ‘હાઇડ્રોજન ટ્રેન’નું (Hydrogen Train) પ્રથમ હાઇ-સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ આધુનિક અને પર્યાવરણને અનુકૂળ ટ્રેને હરિયાણાના (Haryana) જીંદ (Jind) અને દિલ્હી-સોનીપત રેલ સેક્શન (Delhi-Sonipat rail Section) વચ્ચે પોતાની ગતિનો પરચો બતાવ્યો. આ સફળ પરીક્ષણની સાથે જ ભારત હવે વિશ્વના જર્મની (Germany), ચીન China), જાપાન (Japan) અને અમેરિકા (America) જેવા ગણ્યા-ગાંઠ્યા દેશોની લીગમાં સામેલ થઈ ગયું છે, જેઓ જાહેર પરિવહન માટે હાઇડ્રોજન ઉર્જાનો (Hydrogen Energy) ઉપયોગ કરી રહ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સ્વદેશી હાઇડ્રોજન ટ્રેનની(Indigenous Hydrogen Train) તોફાની ઝડપ

પરીક્ષણના નક્કી કરાયેલા શેડ્યૂલ મુજબ, આ ટ્રેન શુક્રવારે સવારે 9:30 વાગ્યે હરિયાણાના (Haryana) જીંદ જંક્શનથી (Jind Junction) દેશની રાજધાની દિલ્હી (Delhi) માટે રવાના કરવામાં આવી હતી. શરૂઆતમાં તેની ગતિ 75 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રાખવામાં આવી હતી. ત્યારબાદ અસલી કસોટી દિલ્હી-સોનીપત સેક્શન (Delhi-Sonipat Section) પર થઈ, જ્યાં સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને આ ટ્રેનને 120 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે દોડાવવામાં આવી હતી. ટ્રેને આ સેક્શન પર કુલ ચાર ચક્કર લગાવીને પોતાની ગતિનું પ્રદર્શન કર્યું હતું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

‘ગ્રીન હાઇડ્રોજન ફ્યુલ સેલ’ ટેકનોલોજી

આ અત્યાધુનિક ટ્રેનસેટ (Trainset) સંપૂર્ણપણે ‘ગ્રીન હાઇડ્રોજન ફ્યુલ સેલ’ ટેકનોલોજી (Green Hydrogen Fuel Cell Technology) પર સંચાલિત થાય છે. આમાં ટ્રેનની (Trian) અંદર જ ઓન-બોર્ડ હાઇડ્રોજન ગેસની (On-Board Hydrogen Gas) હવામાં હાજર ઓક્સિજન (Oxygen) સાથે પ્રતિક્રિયા (Reaction) કરાવવામાં આવે છે, જેનાથી ભારે માત્રામાં ઉર્જા અને પાણીની વરાળ ઉત્પન્ન થાય છે. આ જ ઉર્જાથી ટ્રેનના (Train) મોટર ચાલે છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ સમગ્ર પ્રક્રિયાની સૌથી ખાસ વાત એ છે કે આ ટ્રેન (Train) ધુમાડા કે કોઈ નુકસાનકારક ગેસના બદલે માત્ર પાણીની વરાળ ઉત્સર્જિત કરે છે. એટલે કે આ શૂન્ય કાર્બન ઉત્સર્જન ‘ઝીરો-એમિશન’ (Zero Emission) ધરાવતું શત-પ્રતિશત શુદ્ધ પરિવહન માધ્યમ છે, જે વર્ષ 2030 સુધીમાં ભારતીય રેલવેને (Indian Railway) ‘નેટ-ઝીરો’ કાર્બન ઉત્સર્જક બનાવવાના લક્ષ્યમાં સૌથી મોટું ગેમ ચેન્જર સાબિત થશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *