Operation Sindoor
Spread the love

‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) જેનાથી સમગ્ર વિશ્વમાં ભારતીય સેનાની (Indian Army) બહાદૂરીનો ડંકો ફરી વાગ્યો હતો. કાશ્મીરના (Kashmir) પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) બાદ, ભારતીય સેનાએ (Indian Army) પાકિસ્તાન (Pakistan) અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં સક્રિય આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરવા માટે ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) શરૂ કર્યું હતું. આ અત્યંત ગુપ્ત અને વ્યૂહાત્મક ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) દરમિયાન દેશની રક્ષા કાજે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા 6 વીર જવાનોના નામ હવે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. નવી દિલ્હી (New Delhi) સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (National War Memorial) ની સત્તાવાર વેબસાઇટ પર આ વીરગતિ પામનારા વીરોની યાદી મૂકવામાં આવી છે અને તેમના નામ આ ગૌરવશાળી સ્મારક પર કાયમ માટે અંકિત કરવામાં આવશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બે વીર જવાનોને મરણોત્તર શૌર્ય પુરસ્કાર

આ ઓપરેશનમાં શહીદ થયેલા 6 વીર સપૂતોમાં ભારતીય સેના (Indian Army) ના 5 જવાનો અને ભારતીય વાયુસેના (IAF) ના એક સાર્જન્ટનો સમાવેશ થાય છે. આ અસાધારણ બહાદુરી માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu) દ્વારા ગત 8 જૂનના રોજ આયોજિત રક્ષા અલંકરણ સમારોહમાં બે જવાનોને સૈન્ય સન્માનથી નવાજવામાં આવ્યા હતા:

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

રાઇફલમેન સુનિલ કુમારના માતા-પિતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે વીર ચક્ર સ્વીકારતા
  1. રાઇફલમેન સુનિલ કુમાર (મરણોત્તર): લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર અદભુત શૌર્ય દાખવવા બદલ દેશના ત્રીજા સર્વોચ્ચ યુદ્ધકાલીન વીરતા પુરસ્કાર ‘વીર ચક્ર’ થી (Vir Chakra) સન્માનિત કરવામાં આવ્યા.
  2. સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર (મરણોત્તર): વાયુસેનામાં (IAF) તેમની અજોડ સેવા અને બહાદુરી માટે ‘વાયુ મેડલ’ (Vayu Medal) અર્પણ કરવામાં આવ્યો

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સાર્જન્ટ સુરેન્દ્રકુમાર મોગા

ઓપરેશન સિંદૂરમાં (Operation Sindoor) વીરગતિ પામેલા 6 વીર સપૂતોના નામ

ઓપરેશન સિંદૂરમાં (Operation Sindoor) વીરગતિ પામેલા 6 વીર સપૂતોમાં ભારતીય સેના (Indian Army) ના 5 જવાનો અને ભારતીય વાયુસેના (IAF) ના એક સાર્જન્ટનો સમાવેશ થાય છે. આ 6 વીર જવાનોના નામ આ મુજબ છે. 1. સૂબેદાર મેજર પવન કુમાર, 2. રાઈફલમેન સુનિલકુમાર, 3. લાન્સનાયક દિલિપકુમાર, 4. અગ્નિવીર મુડ મુરલી નાયક, 5. હવાલદાર સુનિલકુમાર સિંહ અને 6. ભારતીય વાયુસેનાના (IAF) સાર્જન્ટ સુરેન્દ્રકુમાર.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

નેશનલ વોર મેમોરિયલના ‘ત્યાગ ચક્ર’ માં અંકિત થશે નામ

નવી દિલ્હી (New Delhi) સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં (National War Memorial) ગ્રેનાઈટ પથ્થરની બનેલી 16 ગોળાકાર (વૃત્તાકાર) દીવાલો આવેલી છે. સ્મારકનો ‘ત્યાગ ચક્ર’ ભાગ સંપૂર્ણપણે દેશના શહીદોને સમર્પિત છે. આ દીવાલોની પ્રત્યેક ઇંટ પર આઝાદી પછી દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોના નામ, તેમનો હોદ્દો (પદ) અને તેમની યુનિટના નામ સોનેરી અક્ષરે લખવામાં આવે છે.

ઓપરેશન સિંદૂરના (Operation Sindoor) આ છ વીર સપૂતોના નામ હવે કાયમ માટે આ સ્મારકનો એક અમર હિસ્સો બની જશે. માતૃભૂમિની સુરક્ષા માટે આપેલી આ આહુતિ દેશની આવનારી પેઢીઓને હંમેશા રાષ્ટ્રપ્રેમની પ્રેરણા આપતી રહેશે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *