ચાલો, જો ચશ્મા ન પહેરતા હો તો આંખો સાફ કરી લો, ચોળી લો બરાબર અને જો ચશ્મા પહેરતા હો તો જરા ચશ્મા સાફ કરી લો, અને પછી જેના નુકશાન દર્શાવીને સતત સામાન્ય ભારતીયને વર્ષોથી ગેરમાર્ગે દોરવામાં આવ્યો, ભ્રમિત કરવામાં આવ્યો તે મોંઘવારીના (Price Hike) અદભુત અને અમૂલ્ય ફાયદાઓ નજરોનજર દેખાય તેવો પ્રયાસ કરીએ.
- દેવેન્દ્રકુમાર
મોંઘવારીએ (Price Hike) પેપ્સી (Pepsi), કોકાકોલા (Coca-Cola) અને માઝા (Maza) મૂકીને લીંબુ સોડાનો (Lemon Soda) ગ્લાસ પકડતા મે મહિનામાં કૂડ ઓઈલ (Crude Oil), ઈધણ (Fuel), વીજળી (Electricity), ખાદ્ય પદાર્થો (Food) અને ઉત્પાદિત માલના ભાવમાં તીવ્ર વધારાને કારણે જથ્થાબંધ ફુગાવો (WPI) 43 મહિનાનો રેકોર્ડ તોડીને 9.68%ના સ્તર પર પહોંચ્યો છે. અધુરામાં પુરુ સોમવારે ટ્રાન્સપોર્ટ કમિશનર (Transport Commissioner) સહિતના ઉચ્ચ અધિકારીઓ અને રિક્ષાચાલક એસોસિએશનના (Auto Rickshaw Driver Association) પ્રતિનિધિઓની હાજરીમાં ‘રેટ કમિટી’ની (Rate Committee) (અહીં રેટ એટલે ભાવ ગણવાના છે ખિસ્સા કાતરી જનારા ઉંદર નહી) એક મહત્ત્વની બેઠક મળી.

આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે રિક્ષાના (Rickshaw) મિનિમમ ભાડા સહિત પ્રતિ કિલોમીટરના દરમાં 5નો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જેના પગલે હવે રિક્ષાનું (Rickshaw) મિનિમમ ભાડુ રૂ. 25 અને ત્યારબાદ દર કિ.મી.નું ભાડુ રૂ. 20 વસૂલવાની છૂટ અપાઈ છે સાથે સાથે મૅક્સિમમ ભાડુ મીટરથી વસૂલવાની તથા મીટર બંધહોય, બગડી જાય તો રીપેર કરાવવાની કડાકૂટમાં ન પડતા ઉચ્ચક ભાડુ વસૂલવાની પણ અઘોષિત છૂટ લેવાઈ છે. રિક્ષાના ભાડામાં વધારો સામાન્ય અને ગરીબ માણસોના બજેટ ઉપર સ્વાભાવિક જ અસર કરશે.
મોંઘવારીને (Price Hike) બદનામ કરવામાં આવી રહી છે
આજકાલ જુઓ ત્યાં બધા એક જ રાગ આલાપી રહ્યા છે—”મોંઘવારી વધી ગઈ, મોંઘવારી નડી ગઈ!” આ કાંઈ આજનું નથી મોંઘવારીના (Price Hike) આ નકારાત્મક નેરેટીવને ફિલ્મ જગતે સામાન્ય માનવીઓમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યો છે. યાદ કરો સદૈવ દેશભક્તિની ફિલ્મોથી (Patriotic Film) ભારતીય લોકોમાં દેશભક્તિના (Patriotism) સંસ્કાર સિંચવાનું અદ્ભૂત કાર્ય કર્યું તેવા કલાત્મક અને દેશભક્તિથી ભરપૂર ફિલ્મો બનાવનારા અભિનેતા, નિર્માતા-નિર્દેશક મનોજકુમારે (Manoj Kumar) પણ આ મોંઘવારીના (Price Hike) નુકશાનના નેરેટીવને ફેલાવવા માટે ‘રોટી કપડા ઔર મકાન’ (Roti Kapada Aur Makaan) નામની ફિલ્મ બનાવી જેમાં ’બાકી કુછ બચા તો મહેંગાઈ માર ગઈ’ જેવું ગીત રાખ્યું જે ખૂબ લોકપ્રિય પણ થયું હતું.

ત્યાર બાદ ફરીથી 2010માં એક ફિલ્મ આવી ‘પિપલી લાઈવ’ (Peepli Live) એમાં પણ મોંઘવારીને (Price Hike) રજૂ કરતું ગીત રજૂ કરવામાં આવ્યું જેના શબ્દો હતા ‘સખી સૈયાં તો બહુત હી કમાત હૈ, મહેંગાઈ ડાયન ખાયે જાત હૈ’ આ ગીત પણ લોકપ્રિય થયું અને જોકે આ ગીત મનમોહનસિંઘની (Manmohan Singh) સરકારની હાર પાછળનું કારણ પણ હોવાની ચર્ચાઓ રાજકીય ગલિયારાઓમાં થતી રહી હતી.
મીડિયાનું સૌથી પહેલું ટાર્ગેટ હોય છે મોંઘવારી (Price Hike)
જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુના ભાવ વધે ત્યારે છાપાવાળા અને ટીવી ચેનલોવાળા, એમાં અધુરુ રહી જતું હોય તેમ યુટ્યુબ (YouTube) ચેનલોવાળા ઉમેરાયા હજુ રહી જતું હતું કે રીલના (Reel) રસુખદાર ઈન્ફ્લ્યુઅન્સરો (influencers) ભેગા મળીને કાગારોળ કરી મુકે છે કે મોંઘવારીનો (Price Hike) માર પડી રહ્યો છે, આ બધા સાવ જ અજાણ છે કે મોંઘવારી (Price Hike) કદી માર મારતી જ નથી ખરેખર તો મોંઘવારી (Price Hike) માનવીઓના ખભાને થપથપાવે છે, તેને બિરદાવે છે. મોંઘવારીના (Price Hike) આ સકારાત્મક વર્તનને આ બધા નેરેટિવ સેટરોએ ભેગા મળીને મોંઘવારી (Price Hike) માર મારે છે, માર મારે છે કરી કરીને મોંઘવારીને (Price Hike) આખા વિશ્વમાં બદનામ કરી મુકી છે.
સિક્કાની બીજી બાજુ
આ બધું તો ઠીક છે પણ ભલા માણસ, તમે ક્યારેય સિક્કાની બીજી બાજુ જોઈ છે? ચારેબાજુ મોંઘવારીને (Price Hike) બદનામ કરવામાં આવી રહી છે પરિણામે ચોતરફ નકારાત્મકતા એટલી વધી ગઈ છે કે મોંઘવારીના જે આશીર્વાદ સૌને મળી રહ્યા છે, એ તરફ કોઈ જોવા જ તૈયાર જ નથી. ખરેખર તો વધતી મોંઘવારી (Price Hike) એ કોઈપણ સરકારનું દેશના નાગરિકોની તંદુરસ્તી અને સંસ્કારો સુધારવા માટેનું એક સુનિયોજિત ‘વેલનેસ પેકેજ’ છે.

ફીટ રહો, હીટ રહો
મોંઘવારીનો (Price Hike) સૌથી પહેલો અને બમ્બર ફાયદો નાગરિકોને તેમની ફિટનેસ અને આરોગ્યમાં થાય છે. લોકો વજન ઉતારવા અને ફિટ રહેવા માટે જીમમાં (Gym) જઈને મોંઘા ભાવની વિજળી (Electricity) વાપરીને ચાલતા ટ્રેડમિલ (Treadmill) ઉપર નકલી નકલી ચાલવાનો અભ્યાસ કરતા હોય છે તે લોકો પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Price) આસમાને પહોંચતા હવે ‘મોનિંગ વોક’ (Morning Walk) અને ‘સાયકલિંગ’ (Cycling) તરફ વળે છે. એટલું જ નહી વજન માપમાં રાખવા, કોલેસ્ટ્રોલ (Cholesterol) અને ડાયાબિટિસને (Diabetes) કંટ્રોલમાં રાખવા માટે જીમમાં (gem) પૈસા આપીને વજન ઘટાડવા માટે ડાયટ પ્લાન (Diet Plan) બનાવનારાઓ મોંઘવારી (Price Hike) વધતા માપી-માપીને ખાય છે. શાકભાજીના (Vegetable) ભાવ વધવાથી ઓવર-ઈટિંગ (Over-Eating) બંધ થઈ ગયું છે, જેનાથી ડાયાબિટીસ (Diabetes) અને કોલેસ્ટ્રોલ (Cholesterol) આપોઆપ કાબૂમાં આવી જાય છે.
બેંક બેલેન્સ વધારો
બીજો ફાયદો છે બચત (Savings) વધવાનો છે. મોઘવારી (Price Hike) વધી તે પહેલાં લોકો વારે તહેવારે કે વીકેન્ડ (Week-end) આવતાં જ થેલા ભરીને ફરવા ઉપડી જતા, મલ્ટીપ્લેક્સમાં (Multiplex) મોંઘી પોપકોર્ન (Popcorn) ખાતા અને હોટલોમાં (Hotel) જલસા કરતા. હવે? હવે થિયેટરની (Theater) ટિકિટ અને હોટલનું બિલ જોઈને જ માણસ શાંતિથી ઘરે બેસી રહે છે જેનાથી તેમના ખર્ચા ઘટતા તેમની બચતમાં (Savings) વધારો થાય છે અને બિનઉત્પાદક ખર્ચાઓ ઘટી જાય છે.
પરિવારમાં એકતા વધશે
આ ઉપરાંત “પરિવાર સાથે સમય વિતાવો”—આ સૂત્ર મોંઘવારીએ (Price Hike) સાકાર કરી બતાવ્યું છે. મોંઘવારી વધતા પરિવાર (Family) સાથે સમય ગાળવાનો ઉત્તમ અવસર મળે છે. ફરવાનું બંધ થઈ જાય, સિનેમા (Cinema) જોવાનું બંધ થઈ જાય, જીમ જવાનું બંધ થઈ જાય એટલે આખો પરિવાર છેવટે જોડે બેસતો અને સાથે સમય વિતાવતો થાય છે પરિણામે અત્યારે જે પરિવારો તૂટવાની સમસ્યા સર્જાઈ છે તેનું નિરાકરણ આવવાની સંભાવનાઓ વધી જાય છે. હવે આખો પરિવાર ઘરે બેસીને પંખો ચાલુ રાખવો કે એસી (કારણ કે લાઈટબિલ પણ મોંઘું છે!), એ બાબતે ગંભીર ચર્ચા કરીને એકતાના દર્શન કરાવે છે.

માનવી બને છે ધર્માભિમુખ
સમગ્ર વિશ્વના ધાર્મિક નેતાઓ (Religious Leader) આજે માનવને ધર્મથી વિમુખ થવાની સમસ્યાનો ઉકેલ શોધવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે ત્યારે વધતી મોંઘવારી એ સમસ્યાથી છૂટકારો અપાવી શકે છે અને જો સરકાર મોંઘવારી ઘટાડવા કોઈ પગલા ન લે તો આવનારા સમયમાં આ સમસ્યાથી કાયમી છૂટકારો મળી જવાની સંભાવના છે. કારણ કે નવો ફોન લેવો, નવી કાર લેવી, બ્રાન્ડેડ કપડાં ખરીદવા જેવી બધી જ ભૌતિક ઈચ્છાઓ મોંઘવારીના પ્રતાપે આપોઆપ દબાઈ જાય છે પરિણામે માણસ ‘મોહ-માયા’ છોડીને સંતોષી બનતો જાય છે. શાક માર્કેટમાં જઈને જ્યારે ગૃહિણીઓ 500 ગ્રામની આવશ્યકતા સામે માત્ર 100 ગ્રામ મરચાં ખરીદે છે, ત્યારે તેમના ચહેરા પર જે ‘ત્યાગ’ અને ‘સંયમ’નો ભાવ હોય છે, તે કોઈ ધાર્મિક નેતામાં જોવા નથી મળતો.
ભવિષ્યમાં ગણિતના ક્ષેત્રમાં દેશ બનશે અગ્રેસર
દેશ અને વિશ્વને મોંઘવારી વધવાથી સૌથી મોટો અને આવનારા ભવિષ્યની એક નવી જ દિશા ઉઘાડતો ફાયદો એટલે યુવાનોનું ગણિત, અર્થશાસ્ત્ર અને વિજ્ઞાનમાં વધતો રસ છે. મોંઘવારી ન હોય ત્યારે દેશના યુવાનો પબજી અને રીલ્સ જોવામાં સમય બગાડતા યુવાનો હવે શાકભાજીની લારીએ ઊભા રહીને ₹10 ના આદુ-કોથમિર મફત મેળવવા માટે ગણિતના અઘરા સમીકરણો માંડે છે. મહિનાનું બજેટ બનાવતી વખતે સામાન્ય માણસની બુદ્ધિ ચાણક્ય જેવી તેજ થઈ જાય છે. આવું અર્થશાસ્ત્ર તો હાર્વર્ડ યુનિવર્સિટી પણ ન શીખવી શકે! બીજું કે અન્યના મોબાઈલનું હોટસ્પોટ કે અન્યનું વાઈફાઈ લોક હોય ત્યારે તેને કેવી રીતે વાપરવું તેવી શોધ ઘરમાં ઉપલબ્ધ સાધનો અને ઓછા ખર્ચમાં કરવા માંડે છે, ઓછા શાકભાજીમાં આખા પરિવારને માટે આવશ્યક વિટામીન, પ્રોટીન મળી રહે તેવી શોધ કરવા પ્રેરાય છે.
એટલા માટે જ, હે દેશવાસીઓ! મોંઘવારીથી ગભરાવાની જરૂર નથી. જ્યારે પણ ખિસ્સું ખાલી થાય, ત્યારે લાંબો શ્વાસ લો અને વિચારો કે તમે દેશના આર્થિક વિકાસમાં અને તમારી પોતાની ફિટનેસમાં કેટલો મોટો ફાળો આપી રહ્યા છો. છેવટે, મોંઘવારી જ તો ખરી ‘ગુરુ’ છે, જે આપણને ‘ઓછામાં પૂરું’ કરતાં, સંયમિત અને સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવતા શીખવાડે છે!
India introduces PPI for goods and services, begins shift from WPI https://t.co/b28uV6ui1M
— Economic Times (@EconomicTimes) June 17, 2026
