Bridge
Spread the love

હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) કિન્નોર જિલ્લાના ઉરની વિસ્તારમાંથી મંગળવારે સવારે લોખંડનો પુલ (Iron Bridge) તુટી પડવાની એક મોટી અને ભયાનક દુર્ઘટના સામે આવી છે. અહીં વ્યૂહાત્મક રીતે મહત્વનો એવો એક લોખંડનો મોટો પુલ (Iron Bridge) અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો. આ અકસ્માત થયો તે સમયે પુલ (Bridge) પરથી એક ભારે ડમ્પર (Dumper) પસાર થઈ રહ્યું હતું, જે પુલ તૂટવાની (Bridge Collapse) સાથે જ સીધું નીચે ખાબક્યું હતું. જો કે, આ ભયાનક અકસ્માતમાં એક મોટો ચમત્કાર થયો છે અને ડમ્પરનો (Dumper) ચાલક સંપૂર્ણપણે સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પુલ તૂટવાના (Bridge Collapsed) ભયાનક અવાજથી અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં

પુલ તૂટવાનો (Bridge Collapsed) અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી અને ફફડાટ મચી ગયો હતો. સૌથી રાહતની વાત એ છે કે આટલી મોટી દુર્ઘટના છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ ટાપરી પોલીસ સ્ટેશનની (Tapari Police Station) ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને રાહત તેમજ બચાવ કાર્ય (Rescue Operation) માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

3 જિલ્લાનો મુખ્ય સંપર્ક તૂટ્યો, પ્રવાસીઓ અટવાયા

આ લોખંડનો પુલ (Bridge Collapsed) ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માર્ગ પર સ્થિત હતો, જેના કારણે વાહનવ્યવહાર પર ભારે અસર પડી છે. આ પુલ લાહૌલ-સ્પીતિના (Lahaul-spiti) ‘કાઝા’ (Kaza) અને ‘શિમલા’ (Simla) જિલ્લાને ‘કિન્નોર’ (Kinnaur) સાથે જોડતો હતો. પુલ ધરાશાયી થવાના કારણે આ ત્રણેય મહત્વના જિલ્લાઓનો પરસ્પર સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. હાલમાં આ વિસ્તારોમાં પ્રવાસનની સીઝન (Tourism Season) ચાલતી હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવ્યા છે. મુખ્ય પુલ તૂટી જતાં હજારો પ્રવાસીઓ અટવાઈ પડ્યા છે અને ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વહીવટી તંત્ર દ્વારા રૂટ ડાયવર્ઝન

વાહનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ જતાં જિલ્લા પ્રશાસન (District Administration) દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે તાત્કાલિક અસરથી રૂટ ડાયવર્ટ (Route Divert) કરવામાં આવ્યો છે. ટાપરીથી ચગાવ-ઉરની લિંક રોડ થઈને ચોલિંગ મોકલવામાં આવી રહ્યા છે, જ્યાંથી તેઓ ફરી નેશનલ હાઈવે-05 (NH-05) પર આવી જશે. આ નવા રૂટના કારણે પ્રવાસીઓએ આશરે 8 થી 10 કિલોમીટર જેટલું વધારાનું અંતર કાપવું પડશે.

શિમલા (Simla) અને રામપુર (Rampur) તરફ આવનારા વાહનોને ચોલિંગથી ઉરની-ચગાવ લિંક માર્ગ થઈને ટાપરી મોકલવામાં આવી રહ્યા છે. જોકે આ રૂટ ઉપર વૈકલ્પિક માર્ગો સાંકડા હોવાથી મુસાફરીમાં આશરે એક કલાક જેટલો વધારાનો સમય લાગી રહ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

વૈકલ્પિક માર્ગો પર અચાનક ટ્રાફિકનું ભારણ વધી ગયું હોવાથી સ્થાનિક પ્રશાસને તમામ વાહનચાલકો અને સામાન્ય જનતાને ધૈર્ય જાળવી રાખવા, માત્ર નક્કી કરેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવા અને પહાડી રસ્તાઓ પર મુસાફરી કરતી વખતે વિશેષ સાવધાની રાખવા ખાસ અપીલ કરી છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *